મનપાવાળા ગાંધીધામમાં સર્જાયો ખાડારાજ : ગંદકી, ગટરમિશ્રિત પાણી-પ્રજાજનો ત્રાહીમામ..ત્રાહીમામ..!
મોટાપેટવાળા અધિકારીના પેટનું પાણી પણ નથી હાલતુ.!
જાગો પ્રજાજનો જાગો, મોટાપેટવાળા અધિકારી તો ચમત્કારને જ નમસ્કારમાં માને છે, સરકારી તિજોરીમાં પ્રજાના ટેક્ષના પડેલા પૈસાનો તેમને પગાર ચુકવાય છે તેવી તો કોઈ ચિંતા કે શેહશરમ જ આવા બની બેઠલાઓને નથી? એન્જીનીયર પણ જેટલુ ઉસેડાય એટલુ ઉસેડી લેવાની જ લ્હાયમાં લાગેલા છે, મનપામાં કોઈનો કોઈ પર કન્ટ્રોલ દેખાતો જ નથી, ગુરૂકુળ વિસત્રવાળાઓએ પ્રજાની તાકાતનો પરચો દેખાડયો છે, રાતોરાત માથે ઉભા રહી અને રસ્તો સુદ્રઢ કરાવવાની ફરજ પડી છે, તો પછી આ બધાય અન્ય ઉબડખાબડ અથવા તો રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા શોધ્યા ન મળે તેવી સ્થિતીથી બહાર આવવુ હોય તો કુંભકર્ણિ નિંદ્રામાં રાચતા મોટાપેટવાળા અધિકારીને ગળામાં ગાળીયો નાખો, રસ્સો ભરાવો, તો જ પ્રજાજનોની કંઈક કરશે ચિંતા
નગરપાકિામાંથી મનપા બન્યા બાદ સમસ્યાઓનો રાફડો : મનપામાં ભોગગ્રસ્તોના વધી રહ્યા છે મોરચા : પ્રજાજનોની સહનશકિતની થઈ રહી છે કેસાટી : વરસાદમાં શહેર બની ગયુ હતુ બેટ-ઠેર ઠેર સર્જાયા હતા જળબંબાકારના દ્રશ્યો, હવે રોગચાળો ફાટી નીકળવાની સેવાય છે મોટી ભીતી
સરકાર દ્વરા રોડ-રસ્તા સમારકામની ગ્રાન્ટો અનેક આવે છે, પરંતુ નગરપાલીકાના માનીતા એન્જીનીયર-ઠેકેદારોની ભાગબટાઈથી બધું જ કાગળ પર કામ થઈ જાય અને ગ્રાન્ટની રકમ થઈ જાય છે ચાંઉ : જાણકારોમાંથી ભભુકતો રોષ
મનપાએ થીગડથાગડ પેચવર્ક-સમારકામ શરૂ કર્યુ, હવે ફરીથી વરસાદ વરસતા આ લીંપાપોત્તીની ખુલી જશે પોલ : હજુ તો બે-ત્રણ માસ પહેલા જ બનેલા કરોડોના રોડ-રસ્તાઓ ગેરન્ટી પીરીયડમાં હોવા છતા પણ જે-તે કોનટ્રાકટર પાસેથી આ કામો રીપેર કરાવાવના બદલે નગરપાલીકા ખુદ પ્રજાના ટેક્ષના પૈસાનું કેમ કરી રહી છે આંધણ? ઠેકેદારો પાસેથી જ આ તમામ રોડ રસ્તાઓના કરાવવા જોઈએ રીપેરીંગ કામ? પણ આ તો મોટાપેટવાળા મનપાતંત્રની બલિહારી છે.., અને આ અધિકારીઓની છત્રછાયાથી મોજમજા અને લીલાલહેર કરી રહેલા એન્જીનીયરની દેન છે...જો એના એ જ ઠેકેદારોથી કામો ગેરન્ટી પીરીયડ દરમ્યાન કરાવે તો પછી ભાગબટાઈ શેમાંથી કરે?
ગાંધીધામ : પૂર્વ કચ્છનું ઔદ્યોગીક પાટનગર અને સ્માર્ટ સીટી તરીકે વિકસીત કરવાની અનેકવખત ખેવનાઓ જે શહેર માટે દર્શાવાતી રહી છે તેવુ ગાંધીધામ હાલમાં તો ગંદકીધામ અને ખાડારાજની મોટી પીડા અને સમસ્યાઓન ભરડાથી ઘેરાઈ જવા પામ્યું છે. શહેરને મનપાનો દરજજો મળ્યો પરંતુ જાણે કે અહી મોટાપેટવાળા અધિકારીઓની લાપરવાહી ભરી ઉદાશીનતાના લીધે શહેરીજનો વિવીધ સમસ્યાઓમાથી બહરા જ આવી શકતા નથી. સૌ પ્રથમ વરસાદ પડયો ત્યારે આખુય ગામ બેટમાં ફેરવાઈ જવાની સ્થિતી સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફીક જામ કલાકોના થયા હતા. તેમાં પણ મનપાની પ્રીમોનસુન પ્લાનમાં ભ્રષ્ટ રીતીનીતીઓ લોકોના મોઢે બહાર આવી હતી, હવે વરસાદ બંધ થયો તો એ જ મનપાતંત્ર સફાઈના નામે કરોડોનું આંધણ કરે છે, તેમના લીધે ઠેર ઠેરકાદવ કીચડ અને ગંદકીનુ સામ્રાજય સર્જાઈ જવા પામ્યુ અને રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. એટલુ જાણે કે અધુરૂ હોય તેમ જોડીયાનગર આદીપુર ગાંધીધામના અનેકવિસ્તારોના રસ્તાની કરૂણ હાલત થયેલી છે, બીસ્માર રસ્તાઓ પડયા છે, અને ઠેર ઠેર ગંભીર ખાડારાજ સર્જાઈ જવા પામ્યો છે. બીજીતરફ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, લોકરોષ વધી રહ્યો છે તેવુ જાણી ગયેલા મનપાના લાપરવાહો હવે રસ્તાઓના પુરાણ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ તેની કોઈ જ ભલીવારી જેાવા મળતી નથી. જે પુરાણ થાય છે તેમાં પણ લોટ પાણીને લાકડાનો તાલ થાય છે. માત્ર ફોટોશેસન જ આચરવામા આવી રહ્યુ હોય તેમ સમ ખાવા પુરતા રોડ રસ્તાઓના પુરાણ માત્ર અને માત્ર માટીથી કરવામા આવી રહ્યા છે, હકીકતમાં જે વિસ્તારોમાં આ કામો થઈ રહ્યા છે ત્યાના સ્થાનિક લોકો, શહેરીજનોને પણ આ કામ કરતી વખતે સાથે રાખવાની જરૂર છે, કારણ કે એન્જીનીયર સાહેબ તો જાણે કે ઠેકેદાર માટે જ અહી સેવા બજાવી રહ્યા હોય તેમ સ્થળ પર જઈને ઈન્સપેકશન કરાવવા અને તે બાદ કોઈ કામ પેટેના બીલો ચુકવાય તેવી તકેદારી રાખતા જ ન હોવાની અલગ અલગ ફરીયાદો સતત ઉઠવા પામતી જ રહે છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, નગરપાલિકામાથી મનપા તંત્ર બન્યુ તોય શહેરની માળખાગત સુવિધામાં કોઈ જ વધારો થયો હોય તેવુ નથી લાગતુ, અલબત્ત આવી જ મનપા તંત્ર અને તેના અધિકારીઓ તથા વહીવટ હોય તો તેના કરતા નગરપાલિકા અનેકઘણી સારી હતી તેવી ટીકાઓ થવા પામી રહી છે. શહેર-સંકુલના વિવિધ વિસ્તારો જેવા કે આદિપુર ૮૦ બજાર, રામબાગ રોડ, એસઆરસી કચેરીની બાજુમાં, રીલાયસન્સ પેટ્રોલપંપ સમીપે, અનેકવીધ જગ્યાએ રોડ રસ્તા ઉબડખાબડ જ થવા પામી ગયા છે. અહી લોકોના વાહનો, સ્વાસ્થયને પણ ઈજાઓ થવા પામી રહી છે. આવા ખાડારાજની સ્થિતીમાં મોટી ઉંમરના વ્યકિતઓ, બાળકો, મહીલાઓ સહિતનાઓને ભારે હાલાકીવેઠવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. છતા પણ કોઈના પેટનુ પાણી જ હાલતુ ન હોય તેવી સ્થિતી સર્જાયેલી છે.
............................
ગાંધીધામ મનપાનું પરફોર્મન્સ પણ નિરાશાજનક :
જુઓ મનપા થયા બાદ પણ કંઈ જ ન થયો સુધારો..!
સફાઈ માટે પ્રતિમાસ કરોડોનો થાય છે ખર્ચ, પરંતુ દેશ અને રાજયમાં સફાઈના મોરચે ક્રમ પ્રથમ ૧૦૦માં પણ ન આવ્યો..! આ કરોડોની રકમ ખર્ચાય છે તે સફાઈના નામે જાય છે કયાં?
ગાંધીધામ : મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ અને આદિપુર શહેરો માટે અહેવાલ વધુ ચિંતાજનક છે. અહીં દર મહિને એક કરોડ
રૂપિયાથી વધુ ખર્ચ થતાં હોવા છતાં રાષ્ટ્રીય ક્રમ ૨૧૪મો અને રાજ્યમાં ૯૯મો ક્રમ મળ્યો છે. ૫૦ હજારથી ૩ લાખની વસ્તી ધરાવતા શહેરોના વર્ગમાં આવતાં ગાંધીધામને આ સર્વેક્ષણમાં એક પણ સ્ટાર મળ્યો નથી.ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની વ્યવસ્થા, સૂકા-ભીંજેલા કચરાની છટણી અને કચરાને ખાતરમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયામાં શહેર પાછળ પડ્યું છે. પ્રશાસન ભલે દાવો કરે કે ગત વખતથી સ્થિતિ સુધરી છે, પરંતુ મેદાન પરની હકીકત જુદી જ છે. શહેરીજનોના મતે, ખરેખર જમીન પર કામ થાય તો જ નક્કર પરિણામો દેખાશે.

Comments