કચ્છના પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલની ઉપસ્થિતીમાં જિલ્લા સંકલન સમિતિની મળી બેઠક
આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કચ્છના જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના હાલે પ્રગતિમાં કામો અને આગામી આયોજનો અંગે પરામર્શ કરાયો હતો. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. વરસાદી સિઝનને ધ્યાને લઈ રોડ-રસ્તા સ્વચ્છતા સહિતની બાબતોએ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા ઉપરાંત વિવિધ વિભાગોના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Comments