કચ્છમાં સાંસદ ભંડોળમાંથી ૧૧ વર્ષમાં ૧ર૦૯ વિકાસ કાર્યો સંપન્ન કરાયા
વર્ષ ર૦૧૪ થી ર૦રપ સુધી એમપીએલએડી ભંડોળમાંથી ૧૬૬૪ કામો હાથ ધરાયા
ભુજ : એમપીએલએડી સ્થાનીક વિસ્તાર વિકાસ ભંડોળ હેઠળ ૧૬મી, ૧૭મી, ૧૮મી લોકસભા દરમ્યાન કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાને ફાળવાયેલ રકમમાં સાંસ્કૃતિક હૉલ, કારીગર કોમન વર્ક શેડ, દર્દી વાહિની એમ્યુલન્સ, શાળા માટે ઓરડા, લાયબ્રેરી, રમત-ગમત મેદાન સુધારણા, પુર સંરક્ષણ દીવાલ, ડસ્ટબિન, તાલીમ ભવન, સ્નાનઘાટ, ગૌ શાળા ઘાસ ગોડાઉન, પેવર બ્લોક, સીસી રોડ, જવાનો માટે એર કુલર, બેસવાના બેંચીસ જેવા કામો કચ્છ - મોરબી લોકસભા ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટ દરખાસ્ત મોકલી છે, જેમાં ૧૬મી લોકસભા વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯માં સાંસદ તરફથી ૨૮ કરોડ ૯૪ લાખ ૯૭ હજારના ટોટલ ૮૯૬ કામ, ૧૭મી લોકસભા વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪માં ૨૦ કરોડ ૫૯ લાખ ૨૦ હજારનાં ૫૫૫ કામ તેમજ ૧૮મી લોકસભા વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૫ જુલાઇ માસ દરમ્યાન ૨૧૦ કામ માટે ૯ કરોડ ૮૦ લાખની દરખાસ્ત ફાળવી આપવામાં આવેલ છે તેમ જણાવતાં સાંસદે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ પહેલી ટર્મ, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ બીજી ટર્મ દરમ્યાન સરકાર તરફથી ફાળવવામાં આવેલ રકમનો ૧૪૫૧ વિકાસનાં કામોની દરખાસ્ત કરેલ છે, જેમાંથી બે ટર્મ દરમ્યાન ટેકનિકલ ખામીઓથી અંદાજિત ૭૩ કામો રદ થયા છે. વર્ષ ૨૦૨૪ - ૨૫ અને ૨૦૨૫ - ૨૬નાં બે વર્ષ દરમ્યાન ૨૧૦ સૂચવેલ કામોમાંથી ૫ પૂર્ણ થયા છે બાકી વિકાસ કામો સૈદ્ધાંતિક મંજૂરી અને તાંત્રિક મંજૂરીની અપેક્ષાએ પ્રગતિમાં છે.
સાંસદે જણાવ્યું હતું કે, ૧૮મી લોકસભા બે વર્ષ દરમ્યાન મળેલ ગ્રાન્ટમાંથી ૨૧૦ કામ રૂ.૯ કરોડ ૮૦ લાખની રકમની દરખાસ્ત ઈ-સાક્ષી પોર્ટલ ઉપર ઓનલાઇન કરવામાં આવેલ છે, જે કામો આયોજન કચેરી હસ્તક પ્રગતિ માં છે. સરકારની ગાઈડલાઇન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારના કામો આરોગ્ય, શિક્ષણ, જાહેર તેમજ સામૂહિક સાંસ્કૃતિક હોલ, કારીગર કોમન વર્ક શેડ જેવી સુવિધાઓ, સુરક્ષા, સલામતી, પીવાનાં પાણી અને સેનિટેશનનાં કામોની દરખાસ્તો કરવામાં આવેલ છે. પ્રજાકીય પ્રશ્નો, સુવિધાઓને હમેશાં સાંસદે પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત પરિયોજનાના કામો સારી રીતે થાય માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી કામો પૂર્ણ થાય માટે સાંસદ કટિબદ્ધ છે.
------

Comments