Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં પતિએ ફિલ્મીઢબે પત્નીને આંતરી હત્યાનો પ્રયાસ કર્યો 

18 July



દુપટ્ટા વડે ગળે ટુપો આપવાનો પ્રયાસ કરી સોનાની ચેઈન અને મોબાઈલની લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા 


ભચાઉ : તાલુકાના સામખીયાળી ગામે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં પતિએ ફિલ્મીઢબે પત્નીને આંતરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. 
ફરિયાદી રઝિયાબેનના જણાવ્યા પ્રમાણે તેઓ આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે. મામાના દીકરા ઉમરભાઈ રાઉમાની ગાડીમાં તેઓ ગાંધીધામ ખાતે ઘર સામાન અને માતાની દવા લેવા માટે ગયા હતા. પરત આવ્યા ત્યારે સામખિયાળી પુલ નીચે તેમની ગાડીની આગળ બોલેરો જીજે૦૧ - કેટી - ૬૩ર૧ ઊભી રહી જેમાં ડ્રાઈવર સીટ પર સરફરાજ અનવર ઝેડા અને બાજુમાં અન્ય એક માણસ બેઠો હતો. ક્રેટા રોકવાો ઈશારો કર્યો હતો. આ દરમિયાન નંબર પ્લેટ વગરની આઈ-ર૦ કાર ઊભી રહેતા મામાના દીકરાએ ગાડીની સ્પીડ વધારી મકાન બાજુ વાળી હતી. આ દરમિયાન ફરિયાદીના પતિ રહીમ શેરમામદ રાઉમાએ નંબર પ્લેટ વગરની આઈ-ર૦ કારમાંથી ઉતરી ફરિયાદી પર હુમલો કરી માર મારી જબરદસ્તી ગાડીમાં બેસવાનું કહ્યું હતું. જો ગાડીમાં ન બેસે તો જાનથી મારી નાખવાનું કહ્યું હતું. મારા પર જેટલા કેસ કર્યા છે તે પાછા ખેંચી લે તેમ જણાવી દુપટ્ટો હાથ આવી જતા દુપટ્ટા વડે ગળે ટુપો આપવાનો પ્રયાસ કર્યો હતો. રાડારાડ કરતા આસપાસના લોકો દોડી આવ્યા જેથી આરોપી ભાગવા ગયો પણ જતા જતા ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન અને મોબાઈલ મળી કુલ ૮૭,ર૦૦ ની લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા હતા. જેથી પતિ રહીમ, સરફરાજ અને એક અજાણ્યા માણસ સામે હત્યાના પ્રયાસ, લૂંટ સહિતની કલમો તળે સામખિયાળી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


 

Comments

COMMENT / REPLY FROM