ભુજ-ગાંધીધામની જેમ અંજારમાં પણ ત્રાટકે ડીએસઓશ્રી : તો સરકારી અનાજ ચરી જતા કઈક ધનેડાઓ ચડે ઝપ્ટે
ગાંધીધામમાં આહીર વેલજી રામજીની રેશનીંગની દુકાનમાં સરકારી અનાજની ઘટ્ટ બહાર આવી છે તેમ અંજારમાં પણ જો કડક અને તટસ્થ તપાસ કરવમાં આવશે તો સરકારી સસ્તા-વ્યાજબી અનાજની કાળા બજારી કરનારાઓના પગ નીચે રેલો આવશે : એટલુ માત્ર જ નહી પરંતુ આવા રેશનીંગવાળા અમુક તત્વોને છાવરનાર સ્થાનિક પુરવઠા સહિતના જવાબદારોની પણ બેદરકારી સામે આવશે : જાણકારોનો ઈશારો
ગાંધીધામ તાલુકામાં અગાઉ રાજય કક્ષાએથી ફલાઈંગસ્કવોર્ડની ટુકડીઓ ત્રાટકી અને બોગસ રાશનકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કરી જ દીધો હતો, જેમાં એકથી વધુ દુકાનોના પરવાનાઓ પણ રદ કરવામાં આવ્યા હતા, તે વખતે જિલ્લા પુરવઠા વિભાગની ટીમોને ઉંગતી રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી, હવે ડીસએોની ટીમ એકટીવ થઈ છે તો ખારીરોહર-કંડલા સહિતના વિસ્તારોમાં પણ પુનઃ જીણવટભરી ક્રોસ ચેકીંગમાં ત્રાટકે તે અનિવાર્ય
ગાંધીધામ : એકતરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખાદ્ય અન્ન સુરક્ષા જેવા કડક કાયદાઓ લાવી રહી છે અને કોઈ પણ દેશવાસી ભુખ્યા પેટે ન સુવે તેની સતત ચિંતા કરી રહી છે, ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર પણ આ બાબતે સતત પ્રયત્નશીલ છે, તેવામાં બીજીતરફ કયાંકને કયાંક અમુક સસ્તા અનાજની દુકાનવાળાઓ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને માટે સરકાર દ્વારા ફાળવાતા સસ્તા અનાજની રીતસરની કાળા બજારી જ કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવવા પામતા રહેતા હોય છે. જીલ્લાપુરવઠા અધિકારીની ટુકડીએ આ બાબતે સરપ્રાઇજ તપાસ કરતા ભુજ અને ગાંધીધામ વિસ્તારમાથી રેશનીગની બે દુકાનો ઝપ્ટે ચડી જવા પામી ગઈ છે તો વળી અન્ય કેટલાક જેઓ આ રીતે કાળાબજારીન અંજામ આપી રહ્યા છે તેઓમાં પણ થોડો ફફડાટ ફેલાવવા પામી રહ્યો છે તેવામાં જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે ભુજ-ગાંધીધામમાં આ તપાસ કરવામાં આવી છે તેવી જ રીતે અંજારમાં પણ સરપ્રાઇજ ચેકીંગ કરવાની જરૂર છે. જો એમ કરવામા આવશે તો સરકારી ઈનાજ ચરી ખાતા કઈક ધનેડાઓ પણ અહી ઝપ્ટે ચડવા પામી જશે તેવી વકી સેવાઈ રહી છે.
આ બાબતે અંતરંગ વર્તુળોમાંથી બહાર આવતી વિગતો અનુસાર તાજેતરમાં જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ટીમ દ્વારા ભુજઅને ગાંધીધામમાં આકસ્મિક તપાસ તવાઈ બોલાવી હતી અને તેમાં બે દુકાનોમાથી સરકારી અનાજની ઘટ્ટ જોવા મળી આવી હતી. તંત્ર આ કેસની તપાસ ધારાધોરણો અનુસાર કરતું જ હશે પરંતુ સરકારી અનાજની ઘટ્ટ એટલે એક અર્થ તેનો સાદી ભાષામાં સીધો જ થાય છે કે, કયાંક ને કયાંક સરકારી અનાજની કાળા બજારી કરવામા આવી રહી છે. ભુજ અને ગાંધીધામ બન્ને જગ્યાએ રેકર્ડ પર જ સરકારી ચોખા-અનાજ સહિતના જથ્થાની મોટી ઘટ્ટ નોધાવવા પામી ચુકી છે. આવા સમયે પૂર્વ કચ્છમાં જાણકારો કહી રહ્યા છે કે જે રીતે ગાંધીધામમાં અને ભુજમાં એક-એક દુકાનોમાથી ગેરરીતી અથવા તો અનાજની ઘટ્ટ સામે આવી છે તો અંજારમાં પણ સસ્તા અનાજની કાળાબજારીનું એક આયોજનબદ્ધ ષડયંત્ર ચાલી રહ્યુ છે જો અહી તપાસ કરાશે તો મોટી સિન્ડીકેટનો તેમાં પર્દાફાશ થવા પામી શકે તેમ છે. બીજીતરફ જે રીતે જિલ્લાની ટુકડીએ ભુજ અને ગાંધીધામમાં ત્રાટકી કાર્યવાહી કરવાની ફરજ પડી છે ત્યારે સ્થાનિક પુરવઠા વિભાગના લાપરવાહોની પણ ભુમિકા અહી શંકામાં આવવા પામી જ રહી છે તેવી જ રીતે જો અંજારમાં પણ તપાસ કરવામા આવશે તો ભ્રષ્ટ તત્વોની બનેલી એક ટોળકીનો ચહેરો બેનકાબ થવા પામશે, સરકારના હેતુઓ ખરી રીતે બળ આવશે અને જરૂરીયાતમંદ લોકોને તેમના હકકનું રાશન પણ મળતુ થશે અને વ્યાજબી ભાવની દુકાનોવાળાના અનાજની કાળા બજારી પર પણ અહી બ્રેક આવવા પામશે તેવુ અંજારનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે.

Comments