Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-બારોઈ જમીનકૌભાંડમાં ચકચારી સંદીપ ઝાલાને મોરબી ઝુલતા પુલકાંડમાં ફટકાર : ૩ વર્ષનો પગારવધારો અટકયો

18 July



૧૩પ જેટલા લોકોના મોતવાળી દુર્ઘટનામાં લાપરવાહી દાખવનાર તત્કાલીન મોરબીના ચીફ ઓફીસર સંદીપ ઝાલા મુદ્દે હાઈકોર્ટમાં સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રજુ કરાયું સોગદનામ : બ્રીજનુ સમારકામ લાપરવાહી પૂૃવક કરાવાયા સબબ લેવાયા પગલા

ગાંધીધામ : કચ્છમાં અલગ અલગ નગરપાલિકાઓમાં ફરજ બજાવી ચુકેલા અને ગાંધીધામ-માંડવી-અંજાર-મુંદરા સહિતના સેવાકાળમાં સદાય ચકચારમાં રહેલા અને મુંદરા-બારોઈના કરોડોના જમીન કૌભાંડમાં બદલી દેવાયેલા અને ખુબ ચકચારમાં રહેલા સંદીપસિંહ ઝાલાને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ વધુ એક ફટકાર લગાવાઈ હોવાની વાત આજ રોજ સામે આવી રહી છે. 
નામદાર હાઈકોર્ટ દ્વારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કડક વલણ અખ્ત્યાર કરવામા આવતા સરકાર પણ એકશનમાં આવી છે અને આજ રોજ હાઈકોર્ટમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા સોગદનામુ રજુ કરવામ આવ્યુ છે અને તેમાં જણાવાયુ છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના સમારકામમાં બેદરકારી દાખવા બદલ સંદીપસિંહ ઝાલાનો ત્રણ વર્ષનો પગાર ઈજાફો અટકાવી દેવામા આવ્યો છે. તેઓને આગામી ત્રણ વર્ષ માટે મળવાપાત્ર પગારનો લાભ હાલમાં અટકાવી દેવાયો છે. મ્યુનિ.એકટ ૧૯૭૧ તળે આ પ્રકારની કાર્યવાહી કરવામા આવી છે અને તે સબબની જાણ જીપીએસસીને પણ કરી દેવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM