Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા તાલુકામાં રોડ રસ્તા અને રેતીચોરોથી લોકો તોબા પોકારી ગયા

18 July



નાના કપાયાથી ઝીરો પોઈન્ટ, બોરાણા રોડ, બોરાણાની નદી હોય કે, અન્ય નદીઓમાથી બેધકડ રેતી ચોરી : વરસાદના કારણે શહેર અને ગામડાઓમાં ખાડાઓની ભરમાર : તંત્ર હજુ પણ નિંદ્રાધિન અવસ્થામાં 


મુંદરા : શહેર હોય કે, ગામડું પણ રસ્તાના ખાડા અને જર્જરીત રોડના કારણે લોકો ખાડાથી તોબા પોકારી ઉઠ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ખાડાઓ વચ્ચેથી રસ્તો ગોતવો પણ મુશ્કેલ બને છે. 
મુંદરા બારોઈ નગરપાલિકાની સોસાયટીઓમાં તો રોડ પર માર્ગોની ખખડધજ હાલતથી શહેરીજનો ત્રસ્ત બની ગયા છે. ખાડાઓના કારણે કમર સહિતના બનાવોમાં વધારો થયો છે. તંત્ર અને નગરપાલિકાને અનેક વખત રજૂઆતો છતાં પેટનું પાણી હલી રહ્યું નથી. મુંદરાના ઝીરો પોઈન્ટથી નાના કપાયા, ત્યાંથી બોરાણા, પ્રતાપર, ભુજપર સહિતના રસ્તા પર ખાડા પડી ગયા છે, જે ખાડાઓના કારણે લોકો ત્રસ્ત બની ગયા છે. તેમ છતાં તંત્રને દેખાતા નથી. નાના કપાયા  રોડ પર આવેલ આયુષ્ય હોસ્પિટલથી ગામ સુધી રસ્તા એટલી હદે ખરાબ છે કે લોકો તેનાથી હેરાન પરેશાન થઈ ગયા છે. તેમ છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. હજુ તો ચોમાસાની શરૂઆતનો મહિનો અષાઢ જ ચાલી રહ્યો છે. ત્યારે આવનાર સમયમાં વધુ વરસાદ પડશે. તો આટલા વરસાદમાં જ તંત્ર દ્વારા ખાડા પુરવામાં નબળું સાબિત થયું છે. ત્યારે આવનારા સમયમાં શું કરશે તેવો સવાલ જાગૃત લોકોમાં ઉઠી રહ્યો છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા તાલુકામાં આવેલી નદીઓના પટમાંથી મોટા પાયે રેતીચોરી થઈ રહી છે. આ રેતીચોરીના કારણે નદીઓમાં મોટા ખાડા પડી જાય છે. જેના કારણે અગાઉ પણ મોતના બનાવો બની ચૂકયા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં થતી રેતીચોરી રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે. ત્યારે હજુ સમય છે કે, આવનારા દિવસોમાં કોઈ બનાવ ન બને તે માટે થતી રેતી ચોરી રોકવામાં તે જરૂરી બન્યું છે.

Comments

COMMENT / REPLY FROM