Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં સીએમ ગૌમાતા પોષણ યોજના સબસીડી કૌભાંડમાં રાજય સરકારનું પુછાણું : સ્થાનિકે દોડધામ

18 July



સ્થાનિક જિલ્લા પશુપાલન વિભાગ પાસેથી યોજના અંતર્ગત થયેલા ચુકવાણાઓ, ધારાધોરણો, ચકાસણીઓ સહિતની વીગતો માંગતો પત્ર વછુટયો : સ્થાનિક તંત્ર લુલા બચાવાના મુડમાં


જિલ્લા સ્તરેથી અમને પુછાયુ હતુ, અહેવાલ આપી દીધો છે : શ્રી બોડાત (લખપત તાલુકા પશુપાલન અધિકારી) - હા, ઉપરથી અમારી પાસેથી વિગતો માંગવામાં આવી છે, માહીતી એકત્રિત કરી રહ્યા છીએ, અમે લખપતમાં જે ચુકવણા કર્યા છે તે તાલુકા સ્તરેથી આવેલા અહેવાલ, રોજકામ બાદ જ કરેલા છે, એથી વિશેષ હાલમાં કંઈ જ કહી નહી શકાય : શ્રી નાથાણી (જિલ્લા પશુપાલન અધિકારી)




પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈની અબોલજીવો પત્યેની કરૂણાના દર્શન : કચ્છના પ્રશાસનને કડકાઈથી લીધા આડેહાથ : લેખિતમાં આદેશ ફટકારી રજેરજની માંગી માહીતી


રાજય સરકાર સચેત રહે, ઉલ્ટા ચશ્મા ભર્યો અહેવાલ સ્થાનિકેથી રજુ થવાની છે તૈયારી :જિલ્લાકક્ષાએ એવો લુલો બચાવ થાય છે કે, ફેબ્રુઆરીમાં જે નકારાત્મક અહેવાલ આવ્યો તે ત્રીજા હપ્તા પેટેનો હતો, જેનું ચુકવણું હજુ થયુ જ નથી, પરંતુ જિલ્લા કક્ષાની સમીતી ફેબ્રુઆરીમાં જે નેગેટીવ અહેવાલ આપ્યો હતો, આ બન્ને વાડાઓ મામલે, તેમાં કયાં લખેલુ હતુ કે, આ સમીતી ત્રીજા હપ્તાની ચુકવણી માટેની ચકાસણી 
જાય છે?




ગાંધીધામ : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સીએમ ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ઢોરોના નિભાવ-રખરખાવ માટે નીતી નિયમો આધારે સબસીડી આપવાનું નિર્ધારીત કર્યુ હતુ. આ યોજનાના નામે કચ્છના છેવાડાના લખપત પટ્ટામાં બે વાડા-પાંજરાપોળમાં ગેરરીતીની ગંધ સામે આવવા પામી હોવાની વાત સપાટી પર આવવા પામી હતી. આ ઘટનામાં સ્થાનિકે તંત્ર ઉદાશીન રહેતા હવે રાજય સરકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ કક્ષાએથી કચ્છના સ્થાનિક પ્રશાસનનું લેખિતમાં પુછાણું માંગવામા આવ્યુ હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કેટકેટલી અને કોને કોને, કયા કયા આધારે અને ચકાસણીઓ બાદ ચુકવણા કરવામાંઆવ્યા છે તેની માહીતીઓ માંગતો આદેશ વછુટવા પામ્યો હોવાની વાત સામે આવી છે. 
આ બાબતે લખપત તાલુકા પશુપાલન અધિકારી શ્રી બોડાતની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કક્ષાએથી અમને પુછવામાં આવ્યુ હતુ, પરંતુ અમે ઠરાવ અનુસારની કાર્યવાહી જ કરેલી છે અને તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ આપી દીધો છે. અમારી સાથે ચાર સભ્યોની સમીતી પણ સ્થળ તપાસમાં સાથે જ રહેતી હોય છે તેવુ શ્રી બોડાતે જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ આ અંગે જીલ્લા પશુપાલન અધિકારી કે જેઓની મુખ્ય જવાબદારી આવી સબસીડીની રકમોના હપ્તા રીલીઝ કરતા પહેલા બનતી હોય છે તેવા શ્રી નાથાણીને પુછતા તેમણે કહ્યુ હતુ કે, હા, અને ઉપલીકક્ષાએથી પુછવામાં આવ્યુ છે, વિગતો મંગાઈ છે, તેના અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ, અમે જે સબસીડીઓ મંજુરી કરી છે તે તાલુકા સ્તરેથી આવેલા સકારાત્મક અહેવાલના પગલે રોજકામ જોઈ ચકાસીને જ કરી છે. છતા પણ હવે પછીના ચુકવણાઓમાં ચોકકસથી તકેદારી રાખવામા આવશે તેવુ શ્રી નાથાણીએ કહયુ હતુ. જો કે, આ જ બે પાંજરાપોળ બાબતે ફેબ્રુઆરીમાં જીલ્લાકક્ષાની સમીતીએ નકારાત્મક અહેવાલ આપેલો હતો, તે અંગે શ્રી નાથાણી કોઈ જ તર્કસંગત પ્રતિક્રીયાઓ આપી શકયા ન હોતા. હવે જોવાનુ રહ્યુ કે, રાજય કક્ષાએથી થયેલા પુછાણા બાદ પશુપાલન વિભાગ આ પાંજરાપોળની માન્યતાઓ રદ કરી અને તેમનાથી સબસીડીની રકમની રીકવરી કરે છે કે પછી લીંપાપોત્તી કરી અને ગોળ ગોળ જવાબો  ઉપલી કક્ષાએ મોકલી આપી તેરી ભી ચુપ મેરી ભી ચુપનો તાલ કરે છે?

Comments

COMMENT / REPLY FROM