ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી પૂર્વ કચ્છ પોલીસનેઆપશે વિવિધ વિકાસ ભેટ
શિણાય હેડકવાર્ટર મધ્યે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તૈયાર કરાયેલ ગોશાળા, વાગડમાં બાલાસર પોલીસ મથક તથા શીણાય રોડ પર જ મરીન ભવન સહીતના થશે લોકાર્પણ : આજે યોજનારો કાર્યક્રમ હાલતુરંત રહ્યો મોકુફ
ગાંધીધામ : ગુજરાત રાજયના પ્રજાવત્સલ ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી આજ રોજ એક દીવસ કચ્છના ટુંકા પ્રવાસે પધારવાના હતા. પરંતુ સંજોગોવસાત આજનો તેમનો કાર્યક્રમ મોકુફ રહેવા પામ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહયા છે. ગૃહમંત્રી આજ રોજ પૂર્વ કચ્છમાં પોલીસ તંત્રને વિવિધ સુવિધાઓની વિકાસભેટ ઉપરાંત પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગૌશાળા સહિતના લોકાૃપણો કરનાર હતા.આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ તાલુકાના શિણાય પાસે હેડકવાર્ટર ખાતે ગૌશાળા નિર્માણનુ એક પ્રેરણાદાયી વલણ અખ્તર કરવામાં આવેલ છે. આ ઉપરાંત વાગડમાં બાલાસર પોલીસ મથકનું પણ લોકાર્પણ કરવાના હતા. તેની સાથોસાથ જ ગૃહમંત્રીશ્રી શિણાય રોડ પર જન નિર્માણ પામેલ મીરન ભવનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના હતા. આજનો તેમનો આ કાર્યક્રમ હાલપુરતો મોકુફ રહ્યો છે. હવે પછી નવા શેડયુઅલ અનુસાર તેઓ આ સુવિધાઓની વિકાસ ભેટ ગૃહમંત્રીશ્રી પૂર્વ કચ્છ પેાલીસ બેડાને આપશે તેવુ આધારપુત્ર સુત્રોમાથી જાણવા મળી રહ્યું છે.

Comments