કેરા પટ્ટામાં દારૂનું કટીંગ ફરી શરૂ ? અનોપના જ આર્શીવાદ કે અન્ય કોઈની મીઠીનજર? પ.કચ્છ ખાખી કુંભકર્ણિ નિંદ્રામાં..!
સી..સસ...કોઈને કહેતા નહી...!
સ્થાનિક પોલીસે યુવરાજનો દારૂ પકડયો, ત્યારે યુવરાજનું લોકેશન તો રણુજા દેખાય છે? તો પછી કોણ કરી રહ્યુ હતુ એસ્કોર્ટીંગ? તે કેમ પકડાયો નહી? શું રંધાઈ ગયુ?
કુખ્યાત બુટલેગર યુવરાજના દારૂનો ટેન્કર ૩-૩ દીવસ સુધી ગાંધીધામમાં જ પડયો પાથર્યો રહ્યોે..? તેની પાછળ શું ખેલ રંધાઈ ગયો? : એસએમસી ત્રાટકી ગઈ અને માલ લેવા કોઈ તૈયાર ન હોતુ તે વચ્ચે જ પકડાવી દેવાયુ કે કેમ?
ગાંધીધામ : કચ્છમાં દારૂની રેલમછેલનો પર્દાફાશ થોડા સમય પહેલા જ બબ્બે વખત સટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ત્રાટકીને કરી દીધો હતો. આ ઘટનાના ઘેરા પડઘાઓ પણ શરૂઆતી તબક્કે પડયા હતા. જે બાદ સ્થાનીક પોલીસને પણ મને કમને દરોડા પાડવાની ફરજ પડી હતી. પુનો, રામો, નવઘણ, અનોપ, યુવરાજ જેવા મોટા મોટા બુટલેગરો અને તેમની સાથે ખાખીના ભ્રષ્ટ વહીવટદારોના ચહેરાઓ પણ ચર્ચામાં જ આવવા પામી ગયા હતા. એસએમસીએ દરોડા પાડયા બાદ પોલીસ સ્થાનિકે આળખ ખંખેરશે તેવી અપેક્ષાઓ જોવાતી હતી પરંતુ અહી તો અનોપ જેવા ખુંખાર બુટલેગરોને કાયદાનો ભય જ ન રહ્યો હોય તેવી રીતે ફરીથી એ જ પટ્ટામાં ગણતરીના દિવસોમાં જ દારૂના કટીંગ કરવાનુ શરૂ કરી દીધુ હોવાની ચર્ચા સામે આવી રહી છે.
જાણકારો કહી રહ્યા છે કે ફરીથી કેરા પટ્ટામાં એની એ જ જગ્યાએ વાડીમાં દારૂનું કટીંગ શરૂ થવા પામી ગયુ છે અને એ અનોપના આર્શીવાદથી છે કે અન્ય કોઈની મીઠીનજર હેઠળ? આ બાબતે જો જાણકારોની વાત માનીએ તો સ્થાનિક પોલીસે યુવરાજનો દોઢ કરોડનો દારૂનો જથ્થો પકડયો, યુવરાજને ફોર્ચયુનર ગાડીથી એસ્કોર્ટીંગ કરતો ફરીયાદમાં દેખાડાયો, પરંતુ હકીકતમાં તો તે સમયે યુવરાજ સહિતના લોકેશન તો રણુજા પટ્ટામાં દેખાતા હોવાનુ મનાય છે. જો એ વાત સાચી હતી તો પછી કોણ કરી રહ્યુ હતુ દોઢ કરોડના દારૂનું કચ્છમાં એસ્કોર્ટીંગ? જો કોઈએ દારૂના જ્થ્થાથી આગળ એસ્કોર્ટીંગ કર્યુ તો તેની કેમ ધરપકડ ન થઈ શકી? માંડવી પટ્ટો એટલો અટ્ટપટ્ટો છે કે સરળતાથી પોલીસની નજરથી ભાગી શકાય તેમ નથી? આ જથ્થો પકડાયો તે હકીકતમાં આવ્યો જ હતો કે પછી ગોઠવણ છે? આવા તરેહ તરેહના સવાલો પણ આ તબક્કે ઉભા થવા પામી રહ્યા છે. આ ઉપરાંત જાણકારો એમ પણ કહે છે કે, યુવરાજના દારૂનો આ જથ્થો ભરેલ ટેન્કર ત્રણ દીવસથી ગાંધીધામ વિસ્તારમાં પડયુ હતુ પરંતુ કોઈ આ માલની જવાબદારી લેવા તૈયાર ન હોતુ થતુ? એસએમસી ત્રાટકી ગઈ હતી તેથી આ માલ ગાંધીધામમાં જ ત્રણ દીવસ સુધી પડયો રહ્યો હોવાની ચર્ચા છે? ખરેખર એસએમસીએ બબ્બે સફળદરોડા પાડયા, બેઅધિકારીઓની બદલી કરવાની સ્થિતી આવી ગઈ તે પછી પણ એ જ કેરા વિસ્તારમા દારૂ ઉતરવાનો ફરીથી શરૂ થઈ ગયો હોવાની ચર્ચાતી વાત જો સાચી હોય તો પછી પશ્ચીમ કચ્છ પોલીસ કેટલી હદે ઉંઘમાં છે, કેટલી બિનધાસ્ત અને ઉદાશીન છે, તેવા સવાલો
પણ સહેજે સહેજ થવા પામી રહયા છે.
.....................
અનોપના ફોલ્ડરીયા પૃથ્વી-લગધીરે દારૂ-વહીવટની
સંભાળી કમાન : ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..!
.................
અનોપના ફોલ્ડરીયા પૃથ્વી-લગધીરે દારૂ-વહીવટની
સંભાળી કમાન : ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..!
તો ભુજમાં નરેન્દ્રની મીઠીનજર અને ચાર હાથથી નવઘણનો દારૂ ફરી શરૂ : બધાય જ પોઈન્ટ ધમધમ્યા : છઠ્ઠીબારથી લઈ અને માધાપર પટ્ટામાં નવઘણના દારૂની રેલમછેલ
ગાંધીધામ : અનોપ તો જેલમાં જતો રહ્ય એટલે હદે દારૂનો ધંધો અહી બંધ જ થઈ ગયો તેવુ માની લેનારાઓ થાબ ખાઈ રહ્યા છે. હકીકતમાં અનોપનો દારૂના વહીવટ તેના ફોલ્ડરીયા પૃથવી અને લગધીર નામના શખ્સોએ સંભાળી લીધો હોવાનું ચર્ચાય છે. કહેવાય છે કે, આ બન્ને જ ભુજમાં આંગડીયામાં કાળા કલરની સ્કોર્પીયો કારમાં દારૂ પેટેનો વહીવટ કરવા આવી રહ્યા છે. કેરા પટ્ટામાં દારૂ હજુય ધુમ ચાલી જ રહ્યો છે. તો વળી બીજીતરફ ભુજમાં પણ નવઘણ સિવાય કોઈને છુટ જ નથી મળતી. નરેન્દ્ર નામના ભ્રષ્ટ વહીવટદાર થકી નવઘણ ફરી ભુજમાં છઠ્ઠીબારથી લઈ અને ઠેર ઠેર માધાપર સુધી દારૂની ડીલીવરી બિનધાસ્ત કરતો ફરી રહ્યો હોવાનુ ચર્ચાય છે.

Comments