Trending News
સ્થાનિક સમાચાર

મોરબીથી વાપી જતી ટાઇલ્સ ભરેલી  કચ્છ પાર્સીંગની ટ્રકમાં આગ

17 July



ભુજ : મોરબીથી વાપી જતી ટાઇલ્સ ભરેલી કચ્છ પાર્સીંગની ટ્રકમાં આણંદ જિલ્લાના તારાપુર ચોકડી નજીક રાજ હોટલની સામે આગ લાગવાની ઘટના બની છે. જી.જે.૧ર.બીડબલ્યુ ૭૪પર નંબરની કચ્છ પાસીંગની ટ્રક ટાઇલ્સ ભરીને સવારના સમયે પસાર થઈ રહી હતી. અચાનક ટ્રકમાં આગ લાગતાં ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ટ્રકમાંથી કૂદકો મારી દીધો હતો. આગની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બેકાબૂ બનેલી આગમાં ટ્રક અને માલને નુકસાન થયું હતું. જોકે, ડ્રાઈવરની સતર્કતાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.
 

Comments

COMMENT / REPLY FROM