મુન્દ્રા તાલુકાના બોચા ગામે હાર્ડ મોરમ ખનીજની ચોરી પકડાઈ
સ્થળ પરથી ૧પ લાખનું મશીન કબજે કબજે કરાયું
ભુજ : જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદે હાર્ડમોરમનું ખનન કરતા મશીનને ઝડપી લેવામાં આવ્યું હતું.
બોચા ગામથી પૂર્વ સાઈડમાં આવેલ સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એક્સેવેટર મશીન વડે ખાણ કામ ચાલુમાં હતું ત્યારે બિહારના હાલે કારાઘોઘા રહેતા મોહમદ સલમાન મોહમદ સલીમ આલમની અટક કરવામાં આવી હતી. પુછપરછ કરતા આ મશીન કારાઘોઘાના ભીખુભા રાઠોડનું છે અને બોચાના સોનાભાઈ ગાલાભાઈ રબારીના કહેવાથી આ ખાણ કરવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી. કોઈ લિઝ કે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. જેથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામં આવ્યો હતો. ૧પ લાખનું મશીન કબજે કરવામાં આવ્યું છે.

Comments