દેશવ્યાપી ઓપેરશનના મુંદરા-કંડલામાં પડઘા : ચાઈનિઝ ફટાકડા પર DRI ત્રાટકી પણ કસ્ટમના ભ્રષ્ટ પીઓ કેમ હજુ સસ્પેન્ડ નહીં?
૧૦૦ મેટ્રીક ટન, ૭ કન્ટેઈનરમા પડેલા ૩પ કરોડના ચાઈનિજ ફટાકડા પકડયા, તેમાથી એકાદ કન્ટેઈનર કાસેઝમાથી ડીટીએ થયુ, ઈમ્પોર્ટર પેઢીના એક શખ્સની સંડોવણી સત્તાવાર મુંબઈ ડીઆરઆઈએ જાહેર કરી, તો પછી કાસેઝના ભ્રષ્ટ તત્વોની સામે કેમ કાર્યવાહી નહી? કાસેજ કસ્ટમના પીઓની મદદગારી વિના ગેરકાયદેસર ડીટીએ થાય જ કેવી રીતે? : જે વસ્તુ મંગાવી જ પ્રતિબંધિત છે, તે કાસેજના યુનિટ સુધી પહોચી અને ત્યાથી ડીટીએ પણ થવા પામી ગઈ? : પેઢીના એક જ શખ્સને ઉઠાવાયો તો બાકીના શું દુધના ધોયેલા છે? તેમની પણ ધરપકડ કેમ નહી?
ગાંધીધામ : તાજેતરમાં જ મુંબઈથી ડીઆરઆઈ એટલે કે ડાયરેકટર આફ રેવેન્યુ ઈન્ટેલીજન્ટની એક ટુકડી કચ્છમાં પડાવ ખાની અને મુંદરા તથા તે બાદ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં ત્રાટકી અને ઓપરેશન ફાયર ટ્રેઇલમાં ૩૫ કરોડના અંદાજીત ૧૦૦ ટન જેટલા ચાઇનીઝ ફટાકડા જપ્ત કર્યા હતા. મુંદરામાં એક કન્ટઈનર પકડાયા બાદ તેની તપાસ કાસેઝ સુધી પણ લંબાઈ હતી અને મુંબઈ ડીઆરઆઈએ અહી પણ લબાણપૂૃર્વકની તપાસ એક યુનિટમાંહાથ ધરી હતી જે બાદ આ યુનીટના એક શખ્સને દબોચી અને તેની વધુ પુછતાછ પણ ધરવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર મુંબઈ ડીઆરઆઈ દ્વારા જે સત્તાવાર યાદી જાહેર કરી છે તેમાં વર્ણવેલી વિગતમાં દર્શાવ્યુ છે કે, કાસેઝના યુનિટધારકની આ પ્રતિબંધિત ફટાકડાની આયાતમાં સ્પષ્ટ સંડોવણી જણાઈ રહી છે અને તેથી જ તેની ધરપકડ કરી અને વધુ પુછતાછ હાથ ધરવામા આવી છે. જયારે કાસેઝના એક યુનિટ દ્વારા પ્રતિબંધિત ફટાકડાને વેરહાઉસમાં રાખવામાં આવ્યા હોય અને તેની સાથે જ નિયમ વિરૂદ્ધ જ ડીટીએ પણ કરી દેવામા આવ્યુ હોય તો કસ્ટમ સહિતના જોન પ્રશાસનની પણ ભુમીકા શંકાના દાયરામાં આવી જાય છે. જાણકારો કહી રહ્યા છે કે, કાસેઝના આ યુનિટધારકોના ફટાકડાના આવેલા કન્ટેઈનર અથવા તો કન્સાઈનમેન્ટમાં કયા પીઓની સહીઓ બોલી રહી છે? જયારે પ્રતિબંધિત ફટાકડા આવ્યા તે કન્ટેઈનરને કયા કસ્ટમના અધિકારીએ ચકાસણી કરી હતી અથવા તો કોના કહેવાથી તે અંદર આવી ગયા અને જો ડીટીએ થવા પામી ગયા હોય તો તે કેવી રીતે ઝોન બહાર જતા રહ્યા? આ તમામ પાસાઓની તપાસ થવી ખુબજ જરૂરી છે. આ ઉપરાંત જાણકારો કહી રહ્યા છે કે, સબંધિત પેઢીના એક જ વ્યકિતને ડીઆરઆઈએ ઉઠાવી છે તો શુ આ પેઢીમાં અન્ય કોઈ ભાગીદારો નથી? જો અન્ય બે ભાગીદારો હોય તો તેમને કેમ છોડી દેવાયા છે? તેમની કેમ ધરપકડ કરવામા ન આવી? ઉપરાંત આ પેઢીને કસ્ટમના કયા નવા સવા પીઓએ દોરસંચાર આવા પ્રતીબંધિત ફકટાડાઓ લાવવા માટે આપ્યો હતો અને શેના પેટે? આ તમામ તપાસ હજુ સુધી થવા ન પામતા અથવા તો આવા તત્વોની સામે કાર્યવાહી થયાનો કોઈ જ ખુલાસો હજુ સુધી ન થવા પામતા તર્કવિતર્કો સાથે જ કસ્ટમના ભ્રષ્ટ તત્વો ઉપરાંત જોન પ્રશાસનના પલળેલાઓની સામે લાલઆંખ ન થવા પાછળનું રહસ્ય શું છે? તેવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
......................
જો ફટાકડા આવીને નીકળી ગયા, તો હથિયારો-
આરડીએકસ-વિસ્ફોટકોની હેરફેર નહી થાય?
કાસેઝ કસ્ટમના ડીસીશ્રી કેમ લાપરવાહ પીઓની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી દેખાતા? ફટાકડા એકસ્પલોઝીવ આઈટમની યાદીમાં છે, આવી લાપરવાહી કરનાર કસ્ટમના ભ્રષ્ટ તત્વો સામે કોરડો વીંજવો જ ઘટે : યુનિટનું લાયસન્સ રદ કરો, ડીઆરઆઈ કાસેજ યુનિટના એકને જ ઉઠાવયો, તો બાકીના બે શું દુધના ધોયલા છે? આવા તત્વોની ઝોનમાં એન્ટ્રી જ બેન કરો
ફટાકડાની આયાત ૈં્ઝ્ર (ૐજી) વર્ગીકરણ ઓફ ધ ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ ‘પ્રતિબંધિત’ છે, તો આયાતકાર અને ઝોન પ્રશાસન કેમ આ બાબતે રહ્યા અંધારામાં? કેમ ચલાવી લેવાય આટલી મોટી ચુક?
ગાંધીધામ : મુંબઈના ન્હાવાસેવા પોર્ટ, મુંદરા અને કંડલા જોનની કડી ધરાવતા દેશવ્યાપી મસમોટા પ્રતિબંધિત ફટાકડા દાણચોરીકાંડનો ખુલાસો થવા પામ્યો છે. મુંદરાથી આયાત થયા અને ઝોનથી તે ગેરકાયદેસર રીતે ડીટીએ પણ થવા પામી ગયા હોવાની આશંકા પ્રાથમિક તપાસમાં સામે આવી ગઈ છે ત્યારે જાણકારો કહે છે કે, ફટાકડા એકસ્પલોઝિવ ચીજવસ્તુઓમાં સમાવીષ્ટ છે, તેની આયાત થઈ શકતી નથી અને કરવી હોય તો કેટલાય કોઠા ભેદવા પડે છે મંજુરી લેવા માટે, અહીના આયાતકાર દ્વારા તો આવી કોઈ જ પ્રક્રીાય કરાઈ ન હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અહી કડકમાં કડક રાહે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે જોનમાં કસ્ટમના ભ્રષ્ટતત્વોની સંડોવણીથી અમુક આવા બની બેઠલા દાણચોરો ઝોન પરીસર માટે મોટો પડકાર ઉભો કરી દેશે. કારણ કે, ફટાકડા આવી ગયા, ડીટીએ થઈ ગયા, ન્હાવાસેવા પોર્ટ સુધી પહોચી ગયા, બાદ ઉંધતા બધાય દાડેયા છે, તો જો અહી પ્રતિબંધિત ફકાકડાઓ આવી ગયા તો અન્ય હથિયારો કે વિસ્ફોટકો આવી અને બહાર નીકળી નહી જતા હોય તેની શું ખાત્રી?
......................
પેશો ચીફ કન્ટ્રોલર નાગપુર કેમ કાસેઝની પેઢીનો ન લે ઉધડો?
ગાંધીધામ : કાસેજમાં ફટાકડાની ગેરકાયદેસર આયાત થઈ હોય તેવુ તો મુંબઈ ડીઆરઆઈ તેની સત્તાવાર યાદીમાં જણાવી ચૂકી છે ત્યારે અહી જણાવવાનુ રહ્યુ કે, વિસ્ફોટક નિયમો ૨૦૦૮ હેઠળ ડ્ઢય્કં અને પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (ઁઈર્જીં) પાસેથી લાઇસન્સ જરૂરી છે. ફટાકડા અને ફટાકડા હાનિકારક છે કારણ કે તેમાં લાલ સીસું, કોપર ઓક્સાઇડ, લિથિયમ વગેરે જેવા પ્રતિબંધિત રસાયણો હોય છે.ફટાકડા તેમના અત્યંત જ્વલનશીલ સ્વભાવને કારણે જાહેર સલામતી, બંદર માળખા અને વ્યાપક લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. હકીકતમાં પેશોના નાગપુર સ્થિતી ચીફ કન્ટ્રોલર દ્વારા આ રીતે થતી હેરફેર પર વેળાસર જ સરપ્રાઇજ તવાઈ મુંદરા-કંડલા સેઝના અમુક યુનિટો પર ત્રાટકવુ જોઈએ અને હાલમાં કાસેઝની જે પેઢીમાથી ફટાકડા મળી આવ્યા છે તેનો કડક ઉધડો લઈ અને ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી ઘટે.

Comments