Trending News
સ્થાનિક સમાચાર

મોટા કપાયાની વાડી વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ૬ વર્ષની રાયશ્રીને હૃદયની બિમારીથી મળી મુક્તિ

16 July



ભુજ : કિલ્લોલ કરતી ૬ વર્ષની રાયશ્રીને અચાનક હૃદયની બીમારીનું નિદાન થતાં કચ્છ મુન્દ્રા તાલુકાના મોટા કપાયાના વાડીમાં મજૂરી કામ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પિતા ગોપાલભાઇ બતિયાને દીકરીની સારવાર કઇ રીતે કરાવવી તે પ્રશ્ન કોરી ખાતો હતોહ, પરંતુ રાજ્ય સરકાર વ્હારે આવીને રાયશ્રીની નિઃશુલ્ક સર્જરી કરાવી આપતા રાયશ્રી આજે ફરી હસતી રમતી થઈ છે.
ગોપાલભાઇ બતિયા જણાવે છે કે, અમે પહેલા મુન્દ્રા તાલુકાના ઝરપરા વાડી વિસ્તારમાં રહેતા હતા. રોજગારી અર્થે ત્યાંથી સ્થળાંતર કરીને તાલુકાના મોટા કપાયા વાડી વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારે આરબીએસકે ટીમ દ્વારા અમારા ઘરની મુલાકાત લઇને બાળકીને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હૃદયમાં કંઇ સમસ્યા હોવાનું માલૂમ પડતા વધુ તપાસ માટે ૨-ડી ઇકો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત ડોકટર્સ દ્વારા તપાસના અંતે બાળકીને જન્મજાત હૃદયની ખામી હોવાનું કહીનેે તત્કાલ ઓપરેશન કરાવવું પડશે તેવું જણાવતા ઓપરેશન માટે કંઇ રીતે નાણાં ભેગા થશે તે સવાલ ઉભો થયો હતો, પરંતુ રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દેશના ભવિષ્ય એવા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તમામ સારવાર નિઃશુલ્ક કરી આપતી હોવાનું ડોક્ટરે જણાવતા હૈયામાં રાહત થઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, વધુ સારવાર માટે દીકરીને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં એક માસ પૂર્વે દીકરીનું સફળ ઓપરેશન કરાતા હાલમાં રાયશ્રી એકદમ સ્વસ્થ છે. ફરીથી હસતી-રમતી રાયશ્રીને જોઇને પરિવારની ખુશીનો પણ પાર નથી.
-----

Comments

COMMENT / REPLY FROM