Trending News
સ્થાનિક સમાચાર

સીએસસીના માધ્યમથી દેશના ખૂણે ખૂણે બેઠેલા પશુપાલકોથી જોડાણ થઈ શકશે

16 July



બિદડા કોમન સર્વિસ સેન્ટર ખાતે વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના રાજ્ય મંત્રીનો સંવાદ યોજાયો

બિદડા : માંડવી તાલુકાના ગામે સરકારના સંચાર અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયના સીએસસી ઈ ગવર્નન્સ ના બિદડા કોમન સર્વિસ સેન્ટર મધ્યે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા પશુધન ઉત્પાદકતા માં સુધારા, આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષા જેવા મહત્વના વિષય ઉપર વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, દાદરા નગર હવેલી, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ અને પોંડીચેરી જેવા રાજ્યો સીએસસીના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા, જેમાં ગુજરાતમાંથી કચ્છ તથા બનાસકાંઠાને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના શ્રેષ્ઠ કોમન સર્વિસ સેન્ટર બિદડા સીએસસીની પસંદગી થઈ હતી 
અવેરનેસ પ્રોગ્રામમાં ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયના રાજ્ય મંત્રી પ્રોફેસર એસપી સિંગ બઘેલ, પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય, પશુપાલન વિભાગના જોઈન્ટ કમિશનર આર.જી. બંબલ અને ડોક્ટર ભૂષણ ત્યાગી વગેરે અધિકારીઓ જોડાયા હતા. ડોક્ટર બંબોલે જણાવ્યું હતું કે, સીએસસી દ્વારા વિવિધ મંત્રાલયો સાથે આવા ૧૦,૦૦૦ જેટલા વર્ચ્યુઅલ કાર્યક્રમો થઈ ચૂક્યા છે. આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ પશુપાલન વિભાગ સાથે થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દેશભરના ૨૦૦૦ સીએસસી સેન્ટર ખાતે લાઈવ પ્રસારિત થશે. ૧૦ જેટલા કોમન સર્વિસ સેન્ટર ખાતે મંત્રી દ્વારા સંવાદ કરવામાં આવશે, જેમાં પશુધન ઉત્પાદકતામાં સુધારા, રસીકરણ અને જૈવ સુરક્ષા, પશુઓમાં થતા ચેપી રોગ, બેક્ટેરિયા વાયરસ અને જુનોટિક તથો જૂના ગંભીર રોગો સામે રક્ષણ માટે જાગૃતિ સમયસર થતા રસીકરણ કરાવવા જોર મૂક્યો હતો. અલ્કા ઉપાધ્યાયે કહ્યું હતું કે, ભારત દેશની અર્થવ્યવસ્થામાં પશુઓ અને પશુપાલકોનો ખૂબ મહત્વનો ફાળો છે. પશુપાલન ક્ષેત્રે દેશમાં સરેરાશ ૬ ટકા જેટલો વધારો થયો છે. પશુપાલનથી દેશની મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે પગ પર થઈ છે તેમને થતી આવક મહિલાઓ માટે ઘર ખર્ચ અને શિક્ષણ ખર્ચ માટે ખૂબ ઉપયોગ રહે છે. 
મંત્રી એસપી સિંગ બઘલેે જણાવ્યું હતું કે, આજે દેશભરના પશુપાલકો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભારત દેશના અસલી નાયક ખેડૂતો અને પશુપાલકો છે. આ કાર્યક્રમમાં સીએસસીની મહત્વની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો હતો. સીએસસીના માધ્યમથી દેશના ખૂણે ખૂણે બેઠેલા પશુપાલકોથી જોડાણ થઈ શકશે. કોમન સર્વિસ સેન્ટર ભારત સરકારની અનેક સેવાઓ અને યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવી અને ખૂબ ઉપયોગી સાબિત થયું છે.  વિશ્વના દૂધ ઉત્પાદનમાં ચોથા ભાગનું દૂધ ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા પશુપાલકો અને ખેડૂતોમાં જાગૃતતા લવાશે. ત્યારબાદ મંત્રીજીએ વિવિધ રાજ્યના પશુપાલકો સાથે સંવાદ શરૂ કર્યો હતો 
ગુજરાતના કચ્છ જિલ્લામાંથી બિદડા કોમન સર્વિસ સેન્ટરના સંચાલક ભરતભાઈ સંઘાર સાથે સંવાદ કર્યો અને પશુપાલક દમયંતીબેન કરસન સંઘાર સાથે પણ સંવાદ કર્યો હતો. મંત્રીએ પશુઓમાં થતી બીમારી વિશે અને તેના રસીકરણ વિશે પણ ચર્ચા કરી હતી. સીએસસીના સંચાલકે ગૌ સેવા માટે કાર્યરત સેવા ભવિ સંસ્થાઓ, ગૌશાળાઓ, પાંજરાપર વગેરે ની શ્રેષ્ઠ કામગીરીની જાણકારી આપી હતી.  ઉલ્લેખનીય છે કે બિદડા કોમન સર્વિસ સેન્ટર ગુજરાતનો શ્રેષ્ઠ સેન્ટર છે. અનેકવાર રાજ્યમાં અને કેન્દ્ર સરકાર દ્વારા સન્માન મળી ચૂક્યું છે. આ વર્ષે પણ સીએસસી દિલ્હી દ્વારા ૨૫ જુલાઈના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે સેન્ટરના સંચાલક ભરત સંઘારને આમંત્રણ મળ્યું છે. 
----

Comments

COMMENT / REPLY FROM