Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત ૯ નવરચિત મનપાનું સીમાંકન જાહેર : નવે. ડીસે.માં યોજાઈ શકે છે ચૂંટણી

16 July


તમામે તમામ મનપામાં ૧૩ વોર્ડ અને ૧ર બેઠકોની રચના : ગાંધીધામમાં કુલ્લ ર૬ બેઠકો મહીલાઓ માટે અનામત : ૧૦ એસસી તો ૧ એસટી માટે જયારે ૧૪ બેઠકો ઓબીસી માટે રખાઈ રીઝર્વ


ગાંધીધામ : રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ નવરચિત નવ જેટલી મહાનગરપાલિકાઓનું આજ રોજ સિમાંકન જાહેર કરી દીધુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ સહિત નવ અલગ અલગ મનપાઓનું સીમાંકન ઘોષિત કરવામા આવી ગયુ છે. જેમાં ગાંધીધામ સહિત નવેનવ મનપામાં ૧૩ વોર્ડ અને પર બેઠકો ઘોષિત કરવામા આવી છે. આ ઉપરાંત ગાંધીધામમાં બેઠકો વાઇઝ જો વાત કરીએ તો ૧૦ બેઠકો એસસી માટે અનામત રાખવામાં આવી છે જેમાં પાંચ મહીલાઓ માટે અનાત રખાશે, તે જ રીતે ૧ બેઠક એસટી માટે તો ૧૪ બેઠકો ઓબીસી માટે અનામત રખાઈ છે જેમાથી ૭ બેઠકો મહીલાઓ માટે અનામત રાખવામા આવી છે. કુલ્લ ર૬ બેઠકો મહીલાઓ માટે અનામત રાખવામાં આવી છે. ગુજરાત સરકારના જોઈન્ટ સેક્રેટરીશ્રી કોમલ ભટ્ટ દ્વારા આ આદેશ બહાર પાડવામા આવ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ નવરચિત સહિત ૧પ મનપામાં આગામી નવેમ્બર-ડીસેમ્બરમાં ચૂંટણી યોજાવવા પામી શકે છે.  



................


કઈ કઈ મનપામાં સીમાંકન કરાયુ જાહેર

- ગાંધીધામ- નવસારી-પોરબંદર - સુરેન્દ્રનગર-વાપી-મોરબી-આણંદ-નડીયાદ-મહેસાણા




 

Comments

COMMENT / REPLY FROM