મુંદરામાં ફેબ્રીકના કન્સાઈનમેન્ટ પર ડ્ઢઇૈંની તવાઈ કન્ટેનર હોલ્ડ કરાયા : કાસેઝ સુધી રેલો લંબાશે ?
પ્રતિબંધિત ફટાકડા દાણચોરી કેસ વચ્ચે નવો ફણગો
ફેબ્રિકના બેનામી ધંધામાં પંકાયેલા રંગા-બીલ્લા ટોળકીનો તો આ દરોડા પાછળ દોરીસંચાર રહેલો નથી ને? ઝોનમાં બીજી પાર્ટીઓ ફેબ્રીકમાં પ્રવેશે અથવા તો રંગાબીલ્લા આણી ટોળકી પાસે અગાઉ કામ રાખનારાઓ હવે અલગથઈને ધંધો કરતા હોવાથી તો કયાંક આ રંગા-બીલ્લા ગેંગને પેટમાં દુખવા નથી લાગ્યું ને..?
ગાંધીધામ : કચ્છના બંદરો પાછલા અમુક સમયથી ચર્ચાના એરણે જ ચડવા પામી રહ્ય છે. અહીના મુંદરા અને કંડલા બંદરમાં મિસડીકલેરશના ગતકડાઓ એક પછી એક જાહેર થવા પામી રહ્યા છે. દરમ્યાન જ મુંબઈ સહિતની અમુક પાર્ટીઓ અહીના બંદરો પર દાણચોરી-સ્મગલીંગમાં સક્રીય જ બનેલી હોય તેમ ફેબ્રીકમાં ડયુટીચોરી આચરવાના ગતકડાઓને અંજામ આપી રહ્યા છે. આમ તો ફેબ્રીકના ધંધામા કાસેઝના છાપેટલા કાટલા જેવા યુનિટવાળાઓ ભારે ચર્ચામા આવતા રહેતા હોય છે પરંતુ હાલમાં કાસેઝમાં ફટાકડાવાળી તપાસ ચાલી રહી હોવાથી આ યુનિટ ફેબ્રીકમાં છે કે કેમ? તે સંશયની સાથે જ જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં એજન્સીએ ફેબ્રીકમાં મિસડીકલેર કરેલા અને ડયુટીચોરીના મનસુબા સાથે આવેલા કન્ટેઈનરેને સાઈડ પર મુકાવી દીધી છે. આ અંગે ચર્ચાતી વિગતો અનુસાર આજથી બે-પાંચ દીવસ પહેલા ડીઆરઆઈ દ્વારા મુંદરામાં અમુક કન્ટેઈનરો તેમને મળેલી બાતમીના આધારે હોલ્ડ પર રખાવી દીધા છે. અને તેનુ ડીટેઈલ એકઝામિનેશન શરૂ કરવામા અવ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જો કે આ તપાસ હજુ પ્રાથમીક તબક્કે જ રહેલી છે. ઈનપુટસ આધારે કોઈ વિગતો સામે આવશે તો વધુ કાર્યવાહી ચોકકસથી કરવામા આવી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે. આ મામલે એમ પણ કહેવાય છે કે, જે કન્ટેઈનર હોલ્ડ પર રખાયા છે તે કાસેઝ ભણી આવવાના હતા.
આ પ્રકારની હલચલથી ફેબ્રીકમાં ડયુટીચોરીમાં અમુક ટોળકીએ ફરી સક્રીય બની હોવાનું દૃશાય છે. કાસેઝમાં ફેબ્રીકના ચકચારી યુનિટ પર તો ફટાકડા દાણચોરીના કેસની ચાલી રહી છે તપાસ એટલે આ ઉપરાંત અમુક શખ્સોએ ફેબ્રીકમાં ઝંપલાવ્યુ હોવાની વાતને પણ સમર્થન મળવા પામી રહ્યુ છે.
ડીઆરઆઈ દ્વારા મુંદરામાં એકઝામિનેશનનો ધમધમાટ આદરાયો છે. કેટલાક લોકોને પુછતાછ માટે પણ બોલાવાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે તપાસ હજુ પ્રાથમિક તબક્કે જ છે, વધુ ઉંડાણપૂર્વકની છાનબીન બાદ વધુ કઈ નીકળવાની સેવાતી સંભાવના સેવાઈ રહી છે.

Comments