Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહરમાં બી ડીવીઝને દારૂ પકડયો, પણ લીસ્ટેડ બુટલેગર મનુભા કેમ સરકી ગયો? ખાખીમાંથી કોનો ખેલ?

16 July

પડાણાપટ્ટામાં બુટલેગર મનુભા માથાભારે બની ચૂકયો છે.!




મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભાની સામે કેટલા કેસો કયા કયા પોલીસ મથકમાં નોધાયેલા છે? કેમ આવા બુટલેગરોની સામે પાસા-હદપાર તળેની લાલઆંખ ભરી કાર્યવાહી ન કરવામાં આવે? : નાની સુની કારની ટકકરમાં પણ આ મનુભાએ ધોક્કાથી તોડફોડ કર્યાની પણ થઈ ચૂકી છે ફરીયાદ


ઝડપાયેલા શખ્સો વિનય અને સુરેશના ફોન કોલના ડીટેલ્સની ચકાસણીઓ કરો : મનુભાને વેળાસર દબોચી તેના પણ ફોન કોલના સીજીઆર ડેટા કઢાવો તો ખાખીના કયા પલળેલાઓ આવા માથાભારે બુટલેગરોને છાવરી રહ્યા છે ત્યા સુધી ચોકકસથી લંબાય રેલો 


દારૂનો જથ્થો જયાં સંગ્રહમાં આવ્યો હતો તે મીઠાનું કારખાનું કોનુ હતુ? દારૂ જેવા ધંધાઓ માટે કોણ બિનધાસ્ત આ રીતે કારખાનાઓનો થવા દે છે ગેરઉપયોગ? કેમ મદદગારીમાં આવા તત્વોની સામે પણ ન થાય ધાક બેસાડતી કાર્યવાહી!



ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી માટે સરકાર પ્રયાસો કરી રહ છે ત્યારં પશ્ચીમ કચ્છમાં તો દારૂબંધીના લીરેલીરા જ ઉડવા પામ્યા હોય તેમ અહીથી એસએમસીની ટુકડીને ત્રાટકીને કરોડોના દારૂના જથ્થાઓ કટીંગ થતી વખતે જ પકડવાની નોબત આવવા પામી છે ત્યારે તે બાદ બીજીતરફ હવે પૂર્વ કચ્છમાં પણ મીઠીરોહર પટ્ટામાથી ચાર લાખનો દારૂનો મુદામાલ કુખ્યાત અને લીસ્ટેડ બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મનુભાનો દારૂ બી ડીવીજન પોલીસ મથક દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં આમ તો એસપીશ્રી બાગમારની કડક છબીથી બેનામી ધંધાર્થીઓ ભુર્ગભમાં જ ઉતરી ગયા છે પરંતુ પડાણા પટ્ટામાં મનુ-મેરૂ જેવા બુટલેગરો ફરીથી માથુ ઉચકી રહ્યા હોય તેમ દારૂની હેરફેર કરતા જોવાઈ રહ્યા છે. બી ડીવીજન દ્વારા કરાયેલી કાર્યવાહી તો સરાહનીય જ છે પરંતુ જે મનુભાનું નામ આ દારૂમાં ખુલ્યુ છે તે શખ્સ કેમ હજુ સુધી આબાદ ફરી રહ્યો છે. તેની સામે જયા સુધી પાસા અને હદપાર જેવી કડક કાર્યવાહી નહી કરવામા આવે ત્યા સુધી આવા દારૂની ખેપને સદંતર અટકાવવી કપરુ જ બની રહેશે. એ ઉપરાંત મનુભાની સાથે ખાખીના કયા પલળેલા તત્વોની મીલીભગત રહેલી છે? તે દીશામાં પણ તપાસ કરવી જરૂરી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ મનુભાની સામે ભુતકાળમાં ભચાઉ પટ્ટામાં ૧પ લાખનો શરાબ તો અંજારમાં ૪૦ લાખનો શરાબનો ર૦ર૧માં કેસ થવા પામી ચુકયો છે. અંજારમાં જ તેની સામે જુન રરમાં ૪૧ લાખનો દારૂ તો પદ્વરમાં જાન્યુઆરી ર૩માં પ૦ લાખ આસપાસનોનો શરાબ ઝડપાઈ ચૂકયો છે.  એટલુ માત્ર જ નહી પરંતુ આ મનુભા કેટલો ફાટીને ફુલેકે ગયો છે કે, આટઆટલા શરાબના ગુના તેની સામે સત્તાવાર રીતે ચોપડે ચડી ચુકયા છે છતા પણ તે ખુલીને વધુને વધુ દારૂના વેપલાઓ કરતો જ ફરી રહ્યો છે. અને તેનો માલ પણ પકડાઈ રહ્યો હોવા ઉપરાંત પણ તેની સામે કોઈ કડક કાર્યવાહી હજુ સુધી કરવામા આવતી નથી? હાલમાં મીઠીરોહર પટ્ટામાં પણ જે ત્રણ લાખથી વધુનો દારૂ ઝડપાયો તેમાં પણ આ મહેન્દ્ર ઉર્ફે મનુભાનું જ નામ ખુલવા પામ્યુ છે, છુટાછવાયા નાના ફોલ્ડરીયાઓ પકડયા પણ મનુભા પોલીસને હાથ લાગ્યો નથી? તેની પાછળનું રહસ્ય શું છે? મનુભાની કેમ ધરપકડ નથી થતી? ખાખીના કયા ભ્રષ્ટ પલળેલાઓ મનુભાને છાવરી રહ્યા છે? આવા સવાલો પણ આ તબક્કે સહેજ સહેજ થવા પામી રહ્યા છે.

......................

Comments

COMMENT / REPLY FROM