Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના બેરાજામાં સરકારી જમીનની નોંધમાં ચેડા કરી બારોબાર વેચી દેવાઈ 

16 July

ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરાયો


જમીન કૌભાંડ સામે આવતા મામલતદારે ફોજદારી નોંધાવી 



ભુજ : મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે જમીન કૌભાંડ સામે આવ્યું છે. સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરવામાં આવી છે. 
આ બાબતે પ્રાગપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મામલતદાર કે.એસ.ગોંદિયાએ સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો. આ બનાવ ૩/૮/૧૯૯૪ થી ર૦/૧/ર૦૧૬ દરમિયાન બન્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂં રચી બેરાજા ગામે સર્વે નં.૬૦૦ અને ૬૦૪ વાળી જમીન જે નોંધ નં.૮૪ર થી અલાના ખમીશાએ રાજીનામુ આપ્યું હતું. જેથી મામલતદારના હુકમથી આ જમીન શ્રી સરકાર દાખલ કરવામાં આવી હતી. જે અંગે સાચી નોંધ ૧૭/૧/૭૮ ના ૧૮ર નંબરથી દાખલ થઈ હતી. આ જમીનની સાચી હકપત્રક નોંધમાં પાછળથી છેકછાક કરી સરકારી રજિસ્ટારમાં ચેડા કરવામાં આવ્યા હતા. બોગસ નોંધ દાખલ કરી તેના આધારે શ્રી સરકાર દાખલ થયેલ જમીન સર્વે નં.૬૦૦ વાળી જમીનના એકર ૧ર.૦૬ ગુંઠા મીઠુ આધમના નામે કરવામાં આવી હતી. સરકારી કચેરીમાં તે રજૂ કરી આ જમીન અન્યને વેચાણ માટે આપી આર્થિક લાભ મેળવી ઠગાઈ કરવામાં આવી હતી અને ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી અલાના ખમીશ તેમના વારસો મીઠુ આધમ તથા તેમના વારસો અમાબાઈ મીઠુ આધમ, અલીમામદ મીઠુ આધમ, જુબેદાબાઈ મીઠુ આધમ તથા તપાસમાં નીકળે તે સામે માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM