ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા એક્ઝિબીશનનું આયોજન કરાયું
ભુજ : ભુજ લોહાણા મહાજન સંચાલીત ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા મહિલાઓ પોતાનું કૌશલ્ય, વ્યવસાય, હુન્નર અને હાથ બનાવટની વસ્તુઓ લોકો સમક્ષ રજુ કરી શકે તે માટે પ્લેટફોર્મ આપવાના ઉદેશ્યથી કૌશલ્ય એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક્ઝિબીશનમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી ડો. પ્રફુલ્લાબેન કોટક, મહિલા આશ્રમના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, યુવક મંડળના ઉપપ્રમુખ વરૂનભાઈ ઠક્કર તથા સ્મૃતિવનના ડાયરેક્ટર મનોજભાઈ પાંડે, ખ્યાતનામ ચિત્રકાર બીપીનભાઈ સોની, આગન ઓફ કચ્છના નીકીતાબેન નાવલેકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠક્કરે આવકાર્યા હતા. સર્વે મહેમાનોએ કાર્યક્રમની સરાહના કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મનોજભાઈ, બીપીનભાઈ, નીકીતાબેન તથા વાગડ મહિલા મંડળના નવનિયુક્ત પ્રમુખ લીનાબેન ઠક્કરને સન્માનીત કરાયા હતા.
કાર્યક્રમમાં નીકીતાબેન નાવલેકર દ્વારા બેસ્ટ સ્ટોલ ડેકોરેશનમાં ત્રણ વિજેતાઓને તથા બેસ્ટ એપ્રોપિએટ ડ્રેસ અ મા બે વિજેતાઓને રોકડ પુરસ્કાર થી પ્રોત્સાહીત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠક્કર, ઉપપ્રમુખ શારદાબેન ઠક્કર, મંત્રી દક્ષાબેન રૂપારેલ, ખજાનચી દીપાબેન પુજારા, સહમંત્રી શીલાબેન માણેક, સલાહકાર જયોતીબેન પવાણી, લતાબેન કોઠારી, મહાજનના સ્ઠાફ મેમ્બર્સ જતીનભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, પચાણભાઈ રબારી, રાજુભાઈ આહીર વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સંલગ્ન સંસ્થાના પ્રમુખ, હોદેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. સંચાલન દુલારીબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
-----

Comments