Trending News
સ્થાનિક સમાચાર

જિંદાયની સીમમાં રર૦ કેવી લાઈનમાંથી વાયર ચોરનારા બે શખ્સ દબોચાયા

15 July



નખત્રાણા પોલીસે નાના વરનોરાના બે શખ્સોની ધરપકડ કરી : ભુજના શખ્સનું નામ ખુલ્યું


ભુજ : નખત્રાણા તાલુકાના જિંદાય ગામની સીમમાં રર૦ કેવી લાઈનમાંથી ચોરી થઈ હતી. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 
નખત્રાણા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ વડોદરાના હાલે નખત્રાણામાં રહેતા જયનીશ પ્રવીણકુમાર સોમૈયાના જણાવ્યા પ્રમાણે કેપી એનર્જી કંપનીની ગઢશીશા સબ સ્ટેશનથી પાલનપુર બાંડી નિરોણા પાવર ગ્રીડ સુધી જતા રર૦ કેવી વીજલાઈનના જિંદાય ગામની સીમમાં આવેલ વીજ ટાવર નં.ર૦/૪ અને ર૧/૦ વીજ પોલની વચ્ચે ૬૯ અને ૭ર એમએમ જાડાયના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવામાં આવી હતી. કુલ ૪૦૦ કિલો વાયર કિંમત રૂા.૪૦ હજારની ચોરી થતા નખત્રાણા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન વિથોણથી ભડલી તરફ શંકાસ્પદ ઈસમો જતા હોવાની બાતમીના આધારે નખત્રાણા પોલીસે નાના વરનોરાના જેદ ઉર્ફે જયલો જુસબ ગગડા અને સાહિલ ઈશા મોખાને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી ૪૦ હજારના વાયરો મળી આવ્યા હતા જે ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ભુજના ભીડ ગેટ વિસ્તારમાં રહેતા ગની આરબ મોખાનું નામ ખુલવા પામ્યું હતું. પોલીસે એક લાખની જીજે૧ર - એઝેડ - ૩૧૪૧ નંબરની ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેદ સામે કુતિયાણા અને સાહિલ સામે માધાપર, ખાવડા અને પદ્ધર પોલીસમાં ગુના નોંધાયેલા હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યું હતું. 

........

Comments

COMMENT / REPLY FROM