Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં પૂર્વ કચ્છ ખાણખનિજના શ્રી પટેલની ટીમનો સપાટો  : આધોઈ પટામા ચાઈનાકલે ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ

14 July



એક જેસીબી એસ્કેવેટર તથા એક ડમ્પર ઝડપાયા : ખનીજ તસ્કરોમાં ફેલાયો ફફડાટ


ગાંધીધામ :  પૂર્વ કચ્છમાં ખાણખનિજના સિનિયર ભુસ્તરશાસ્ત્રીશ્રી એન એ પટેલની ટીમ દ્વારા ભચાઉના આધોઈ પટામાં ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન પર સપાટો બોલાવી દીધો છે. આ મળતી વધુ વિગતો અનુસાર માન. કલેકટરશ્રી આનંદ પટેલ(ૈંછજી) ની સુચના તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી અંજાર(પૂર્વ-કચ્છ) ના માર્ગદર્શન હેઠળ ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર ખનન/વહન/ સંગ્રહની ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સવાલવાળા સ્થળપર વોચ રાખી ભુસ્તરશાસ્ત્રીશ્રી, અંજાર કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી.વી.સાધુ તથા માઇન્સ સુપરવાઇઝર એમ.એસ.ગોજિયા દ્વારા તા.૧૩/૦૭/૨૦૨૫ ના રોજ મોજે.આધોઇ તા.ભચાઉ ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં ચાઇનાકલે ખનિજનુગેરકાયદેસર ખનન/વહન કરતા એક જેસીબી એસ્કેવેટર તથા એક ડમ્પરને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહીહાથ ધરવામાં આવેલ છે. તેમજ આ તપાસ દરમ્યાન અંદાજીત કુલ- ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.સદરહુ વાહન ચાલકશ્રી/માલિકશ્રી વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ(પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન, એન્ડસ્ટોરેજ) રુલ્સ-૨૦૧૭ ના નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM