શ્રાવણ પૂૃર્વે જ કચ્છમા જુગારના અડ્ડા ધમધમ્યા
એસએમસીએ ફરી નાક કાપ્યુ, હવે તો ઉચ્ચ અધિકારી આંખ ઉઘાડે
ભુજ પાસે હરીપર રોડ પર ઉચ્ચ અધિકારીની કચેરીની બાજુના વેરાન પટ્ટામા, માનકુવા પોલીસ મથકની હદમા જે-તે ખાખીના વહીવટદારોની મીઠીનજર હેઠળ મોટા પડ મંડાવવાનુ થઈ ગયુ શરૂ : કોની રહેમ નજર?
વાગડથી લખપત સુધીના વિસ્તારમાં શકુની શિષ્યો થયા સક્રિય : ભુજ, નખત્રાણા અને માંડવીના ફાર્મહાઉસ સહિત અનેક સ્થળોએ જુગાર કલબો થઈ ધમધમતી : કચ્છના સુના સીમાડાઓમાં પણ તીનપતિના અને ધાણીપાસાનો ખેલનો જુગાર : જુગારધામના સંચાલકો ભ્રષ્ટ ખાખીધારીઓ સાથે સાંઠગાંઠ કરી મોટી નાલ ઉઘરાવી ચલાવી રહ્યા છે જુગારધામ
ભુજ : પશ્ચીમ કચ્છમા કાયદો વ્યવસ્થાને માટે લલકાર સમાન સ્થિતી જ ઉભી થવા પામી રહી હોય તેવી રીતે અહીનુ પોલીસતંત્ર ધણીધોરી વગરનુ જ બની ગયુ હોય તેમ મોટા મોટા ગુનાહિત કારસાઓને ખુલ્લા પાડવા માટે સ્ટેટ મોનીટરગ સેલને ત્રાટકવાની ફરજ પડી રહી છે. હજુ તો બે દારૂના મોટા દરોડા એસએમસીએ પાડયા તેના પડઘા સમ્યા જ નથી ત્યા તો માંડવીના પીપરી વિસ્તારમાથી એક મોટી જુગાર કલબનો પર્દાફાશ એસએમસીએ કરી દીધો છે. દરમ્યાન જ બીજીતરફ હવે જાણકારો કહી રહ્યા છે કે, શ્રાવણ માસમા સામાન્ય રીતે જુગાર કલબો મોટા પાયે ઠેર ઠેર શરૂ થવા પામી જતી હોય છે પરંતુ આ વખતે તો શ્રાવણથી પહેલા જ ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારોની મીઠીનજર હેઠળ જુગાર કલબો-અડડાઓ ઠેર ઠેર શરૂ થયા હોય અને જુગારના પડ મંડાવવાના શરૂ થવા પામી ગયા હોય તેવો વર્તારો જોવાઈ રહ્યો છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં કચ્છમાં જુગારીઓ પણ સક્રિય થઈ ગયા છે. ગ્રામીણ વિસ્તારમાં અત્યારથી જ જુગારના પડ મંડાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ જુગારના શોખીનો માટે શ્રાવણ માસ જાણે જુગાર રમવાની સિઝન હોય તેમ જિલ્લામાં ઠેર-ઠેર જુગારના પડ મંડાતા હોય છે. કચ્છમાં ખાનગી ફાર્મ હાઉસથી માંડી સુના સીમાડાઓમાં જુગારની કલબો ધમધમતી હોય છે. આ વરસે અષાઢ મહિનાના છેલ્લા પખવાડીયામાં જ કચ્છમાં નાના-મોટા જુગારધામો શરૂ થઈ ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુૃં છે. ખાસ કરીને ભુજ, માંડવી અને નખત્રાણાના ગ્રામીણ વિસ્તારોમાં જુગારની કલબો શરૂ થઈ ગઈ છે. ગંજીપાનાના જુગારના પડ મંડાય છે અને શકુનીશિષ્યો લાખોની હારજીતનો જુગાર રમતા થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર માત્ર પુરૂષો જ નહી મહિલાઓની જુગાર પાર્ટીઓ પણ શરૂ થઈ ગઈ છે.
દર વર્ષે શ્રાવણ મહિનામાસ કચ્છભરમાં શ્રાવણી જુગાર મોટાપાયે રમાતો હોય છે. અમુક મોટા જુગારધામો ખાખીધારીઓની રહેમ દ્દષ્ટિ હેઠળ ધમધમતા હોય છે. જિલ્લાના કેટલાક કુખ્યાત જુગારધામ સંચાલકો જવાબદાર તંત્રવાહકો સાથે સાંઠગાંઠ કરી ખેલીઓને બોલાવી મોટી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોય છે. આવી ક્લબો પર રમનારાઓને દરોડા નથી પડે તેવી ધરપત સંચાલકો દ્વારા અપાતી હોય છે. સુત્રોનું કહેવુૃં છે કે, શ્રાવણ મહિનામાં શરૂ થતી જુગાર ક્લબો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
.......................
ઉનડોઠ પટ્ટામા પણ આ જ સંચાલકની કલબ ધમધમે છે.!
પીપરીવાળી કલબનો સંચાલક કોણ? તેને નામ-ફોટા
છપાવવાનો બહુ શોખ છે, તેને દબોચી ખુલ્લો પાડો
પીપરીવાળી હાઈપ્રોફાઈલ અને સૌથી મોટી જુગાર કલબનો સંચાલક તો અગાઉ પણ કહેતો ફરતો હતો કે, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, હુ તો ખાખીધારીઓને તગડો હપ્તો આપુ છુ, અને જે રીતે તેન નામ આ દરોડોમાથી બાકાત રખાયુ છે તે જોતા તેની શેખી સાચી પણ જણાય છે, તો આ ઝભ્ભાલેગાવાળા સચાલકને છાવરે કોણ છે તે ખાખીધારીને ખુલ્લો પાડો, સરહદ દેખાડો
ઉનડોઠ પટ્ટામાં કયા મોહનની ચાલતી હતી મોટી કલબ? પીપરીવાળા જુગાર સંચાલકનો પાર્ટનર જ હોવાની છે ચર્ચા
ગાધીધામ :માડવીના પીપરી વિસ્તારમા જુગાર કલબ પડકાઈ છે પરતુ તેનો મુખ્ય સુત્રધાર જડપાયો નથી. ઝભ્ભા લેંગાના નામે શેખી મારતો આ શખ્સ કોણ છે? લાંબા સમયથી આખાય કચ્છની મોટામા મોટી જુગાર કલબ પીપરી પટ્ટામા તે ચલાવતો હતો. પણ એસએમસીના દરોડામા પણ તે બચી જવા પામ્યો છે. ત્યારે જાણકારો કહે છે કે, આ મુખ્ય સુત્રધારને ફોટાઓ અને તેના નામો જાહેર થાય તેમા ખુબ રસ છે તો હવે વેળાસર તેને પકડવો જોઈએ અને તેનો ફોટો અને નામ સત્તાવાર યાદીમા મોટા મથાડાઓ સાથે પ્રસિદ્ધ કરવુ જોઈએ અને તેને નશ્યત પણ બરાબરનો કરવો જોઈએ.

Comments