Trending News
સ્થાનિક સમાચાર

કેરાના કુખ્યાત બૂટલેગર અનોપસિંહની હવે ર૭ લાખના દારૂના ગુનામાં ધરપકડ કરાઈ 

14 July


તપાસ દરમિયાન હવે રાજસ્થાનના શખ્સનું પણ નામ ખુલ્યું 

ભુજ : તાલુકાના કેરા ગામનો કુખ્યાત બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડની ધરપકડ બાદ એક બાદ એક ગુનામાં ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે ર૭ લાખના દારૂના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગત રરમી જુનના એસએમસીએ ભુજ તાલુકાના કેરા ગામે કટીંગ વખતે દરોડો પાડી ૧.ર૮ કરોડનો દારૂ પકડયો હતો. જે એસએમસીનો અત્યાર સુધીનો પશ્ચિમ કચ્છનો મોટો દરોડો છે. આ ઘટના બાદ પીઆઈ અને પીએસઆઈને લીવ રીઝર્વમાં મુકીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. માનકૂવામાં નવા મુકાયેલા થાણા અધિકારી પી.પી. ગોહિલની ટીમે દરોડાના ૮ દિવસ બાદ કેરા ગામની સીમમાંથી જ અનોપસિંહનો ર૭ લાખનો દારૂ પકડી લીધો હતો. જે બાદ ૮મી જુલાઈના એલસીબી દ્વારા લોરિયા પાસેથી અનોપસિંહની ધરપકડ કરવામાં આવી, જેના પાંચ દિવસના રિમાન્ડ ૧રમી તારીખે પૂર્ણ થયા કેરાના ૧.ર૮ કરોડના દારૂ કેસની તપાસ માધાપર પોલીસ પાસે હોવાથી પુછપરછ દરમિયાન સાગરીત તરીકે રાપરના રમેશ નાગજી ભરવાડનું નામ આપતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કેરાના ર૭ લાખના દારૂના ગુનામાં તપાસ માનકૂવા પોલીસ પાસે હોવાથી કોર્ટમાંથી અનોપસિંહનો કબ્જો લેવાયો હતો. જેના ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે. જે આવતીકાલે સાંજે પૂર્ણ થશે. હજુ બનાસકાંઠાના અમીરગઢ પોલીસમાં નોંધાયેલા દારૂના ગુનામાં અનોપસિંહ અભેસિંહ રાઠોડની ધરપકડ બાકી છે. કાલે રિમાન્ડ પૂર્ણ થયા બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા તેનો કબ્જો લેવામાં આવશે. 
માનકૂવા પીઆઈ પી.પી. ગોહિલથી વાત કરતાં તેમણે રાજસ્થાનથી માલ સપ્લાય કરનાર વ્યક્તિનું નામ ખુલવા પામ્યું છે. હાલમાં વધુ પુછપરછ ચાલી રહી છે. તેમ જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM