મીઠીરોહરમાં પોણા ચાર લાખના દારૂ સાથે પડાણાના બે યુવકની ધરપકડ
કુખ્યાત બૂટલેગર મનુભાના દારૂની હેરાફેરી કરતા હતા ત્યારે બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધા
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની વકરી રહેલી બદીને ડામવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીઠીરોહરમાં ગાડીમાં શરાબની હેરાફેરી કરતા બે યુવકોને ઝડપી પોણાના ચાર લાખનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મીઠીરોહર સીમ વિસ્તારમાં મીટ ઈન્ડિયા કંપની પાસે રોડ પર અલ્ટો કાર નં.જીજે૧ર - એફબી - ૪ર૯૪ ને અટકાવી તપાસ કરતા તેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની ર૧ર બોટલ કિંમત રૂા.ર,૯૯,૧૦૦ તથા બીયરના ૩પપ ટીન કિંમત રૂા.૭૮,૧૦૦ તેમજ બે લાખની ગાડી અને ર૦ હજારના બે મોબાઈલ મળી કુલ પ,૯૭,ર૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે મૂળ જંગીના હાલે પડાણામાં રહેતા વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોલી, સુરેશ રામાભાઈ કોલીની અટકાયત કરી છે. જ્યારે માલ આપનાર તરીકે પડાણાના કુખ્યાત બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વીઠુભા વાઘેલાનું નામ ખુલવા પામ્યું હતું. મનુભાનો દારૂ આ બન્ને જણા હેરફેર કરતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. બી-ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજિયા, પીએસઆઈ એલ.એન.વાઢિયા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા.

Comments