Trending News
સ્થાનિક સમાચાર

ઓગષ્ટ અંત-સપ્ટે.આરંભમાં ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર યોજાશે!

14 July



બે નવા બીલ અને બે સુધારા બીલ થઈ શકે છે રજુ

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ઓગષ્ટ માસના અંતમાં યોજાશે અથવા તો સપ્ટેમ્બરના આરંભમાં આ સત્ર યોજાય તેવી સંભાવના દર્શાય છે. છ માસના અંતરાલે યોજાતુ હોય છે આ સત્ર. ત્રણ દીવસનું આ ચોમાસુ સત્ર મળશે જેમાં પાંચ બેઠકો યોજાશે. જેમાં પ્રશ્નોત્તરી ઉપરાંત બે જેટલા નવા બીલો રજુ અને બે જેટલા સુધારક વિધેયકો રજુ થઈ શકે છે. ૪ દીવસ પહેલા આ માટેની બેઠક યોજાઈ ગઈ છે અને તેમાં સત્ર મામલેની ચર્ચા થવા પામી છે. આ સત્ર પહેલા કામકાજ સલાહકાર સમીતીની બેઠક યોજાયા બાદ સત્ર બાબતે વધુ વિગતો સામે આવશે. 

Comments

COMMENT / REPLY FROM