Trending News
સ્થાનિક સમાચાર

ભારત-પાક યુદ્ધની આડઅસર : કંડલા-મુંદરા આવતા રોકસોલ્ટ-ડ્રાયડેટસની આયાત પર બ્રેક : અછતના રાવ !

13 July


પુલવામાં હુમલા બાદ ર૦૦ ટકા ડયુટી લગાડાઈ હતી અને ડાયરેકટ આયાત બંધ થઈ હતી, ઓપરેશન સિંદુર બાદ ઈન ડાયરેકટર ટ્રેડ-વ્યાપાર ડીલ પણ રદ કરી દેવાતા હવે સર્જાઈ છે કફોડી સ્થિતી : આયુર્વેદિક અને ખાદ્ય ઉપયોગમાં આવતા રોક સોલ્ટ અને સુકી ખારેક સહિતનો માલ ન મળતાં અનેક વેપારીઓ ધંધો બંધ કરવાની ફિરાકમાં

ડ્રાય ડેટસ(છુઆરા)તો કાસેઝમાં લાંબા સમયથી બેન જ કરી દેવાયા છે, ડાયરેકટર-ઈનડાયરેકટ બને રીતે કડકાઈથી બંધ જ કરી દેવાયા છે, હવે રોકસોલ્ટ પર પણ અતિ નિયંત્રણની સર્જાઈ છે સ્થિતી : જો કે પ્રતિબંધ પહેલા જેણે આયાત કરેલુ છે એવા વેપારીઓનો ધંધો ચાલે છે. અન્ય વેપારીઓ આ વેપારીઓ પાસેથી ૨૦ ટકા જેટલું પ્રિમિયમ ચૂકવીને માલ ખરીદી કરે છે


ગાંધીધામ : ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિમાં વ્યાપારિક અને અન્ય સંબંધો બગડતાં પાકિસ્તાનથી આયાત થતા સુકી ખારેક અને રોક સોલ્ટ સહિતની આયાત થતી ચીજવસ્તુઓ ઉપર રોક લાગી જવાથી પુજા સહિતમાં ઉપયોગમાં લેવાતી સુકી ખારેક અને આયુર્વેદિક દવાઓમાં અને ઘરગથ્થુ  સિંધાલૂણનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. હવે આ માલ વાયા અન્ય દેશોમાં થઈને પણ આવતો ન હોવાથી કેટલાય વેપારીઓ ધંધાનો સંકેલો કરવા લાગ્યા છે. આ અગાઉ પણ પાકિસ્તાનની ચીજો વાયા દુબઈ સહિતના દેશોમાંથી જ આવતી હતી. પાકિસ્તાની ચીજો પર ર૦૦ ટકા ડયુટી હોવાથી અગાઉ અન્ય દેશોમાંથી અન્ય ચીજોના નામે દાણચોરી કરી માલસામાન મંગાવવામાં આવ્યો હોવાના કિસ્સાઓ ડીઆરઆઈ અને કસ્ટમે પકડી પાડયા હતા. હાલ ભારત - પાકિસ્તાનના યુદ્ધ બાદ માલ સામાનની આયાત - નિકાસ બંધ થઈ જતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનથી સેંધા નમક (રોક સોલ્ટ) અને સુકી ખારેક સહિતની આયાત મોટા ભાગે કચ્છના કંડલા અને મુંદરા પોર્ટ પર થતી હતી. આખા વિશ્વમાં રોક સોલ્ટ પાકિસ્તાન અને ઈરાનમાં નીપજે છે. તેની સાથે સુકી ખારેકનું પણ પાકિસ્તાનમાં જ મોટા પાયે ઉત્પાદન થાય છે અને એમની પાસેથી અન્ય દેશો ખરીદી છે. પાકિસ્તાનમાં નીપજતું રોક સોલ્ટ સિંધાલૂણ શુદ્ધ સ્વરૂપે હોય છે જયારે ઈરાનમાં નીપજતું રોકસોલ્ટ અશુદ્ધ અને નોન એડિબલ હોય છે. એમાં જિપ્સમનું પ્રમાણ પણ આવે છે. એની ઈન્ડસ્ટ્રીયલ યુઝના નામે ભારતમાં આયાત કરી ખાવામાં વપરાશ પણ થતો હતો. ભારતમાં પાકિસ્તાનથી સિંધાલૂણ આયાત થતું હતુુ અગાઉ પૂલવામાં એટેક થયો એ વખતે ભારતે પાકિસ્તાનનો માલ દેશમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને એ પછી પાકિસ્તાને દુબઈ માલ મોકલી ધંધો આગળ વધાર્યો હતો. વેપારીઓ સિંધાલૂણના કન્ટેનરો દૂબઈથી મંગાવીને વેપાર કરતા હતા. એ પછી આ રોક સોલ્ટ આયાત પર યાને કે પાકિસ્તાની નમક પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખી હતી. આમ છતાં આ ડયુટી ભરીને પણ વેપાર ચાલતા હતા. હવે ફરી પાકિસ્તાન સાથે સંબંધ બગડતા ગત તા.૨ જુનથી ભારતમાં પાકિસ્તાની નમકની આયાત પર સજ્જડ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી દેશમાં સિંધાલૂણ આવતું બંધ થઈ ગયું છે. જો કે પ્રતિબંધ પહેલા જેણે આયાત કરેલુ છે એવા વેપારીઓનો ધંધો ચાલે છે. અન્ય વેપારીઓ આ વેપારીઓ પાસેથી ૨૦ ટકા જેટલું પ્રિમિયમ ચૂકવીને માલ ખરીદી કરે છે. દેશમાં આયુર્વેદિક ઔષધોમાં આ નમકનો ઉપયોગ થાય છે. આથી હવે ચાર પાંચ માસમાં સંબંધો નહી સુધરે અને આયાત છુટ નહી મળે તો આ ઉદ્યોગને પણ અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. આની સાથોસાથ સિંધાલૂણનો પેકેઝિંગ ઉદ્યોગ ચલાવતા ડિસ્ટ્રિબ્યુટરો ચિંતામાં મૂકાયા છે કે હવે આ ધંધો અમે નહી કરી શકીએ અને કેટલાય નાના યુનિટો ધંધાનો સંકેલો કરવા 
લાગ્યા છે.

............

Comments

COMMENT / REPLY FROM