કચ્છમાં નેશનલ હાઈવેની ભ્રષ્ટ બલીહારી : ગંભીરા દુર્ઘટના બાદ હવે ઠેર-ઠેર લીંપાપોત્તી-થીગડા લગાવવાનું કર્યુ શરૂ.!
જુઓ તો ખરા, કોઈના પેટનું હજુય પાણી નથી હાલતુ..?
ગાંધીધામમાં અંતિમધામ(સ્મશાન)પાસે આવેલ બ્રીજની હાલત અતી દારૂણ : સળીયા બ્રીજમાંથી બહાર આવી ગયા છે, ખખડધજ બ્રીજમાં પોપડા ઉખડી ગયા : દર ચાલુ ચોમાસે જ આવા બ્રીજના સમારકામો હાથ ધરવા પાછળનું રહસ્ય શું?
ભુજ-ભીમાસર રોડમાં પણ નેશનલ હાઈવે અને કામ કરનાર ઠેકેદાર પાર્ટીની લાલીયાવાડી છત્તી થઈ : હજુ તો આ રોડ-બ્રીજનું લોકાર્પણ પણ નથી થવા પામ્યુ, તે વચ્ચે જ બ્રીજમાં સાઈડો બેસી ગઈ, ચાલુ કામે સમારકામો થઈ રહ્યા છે, ઉપરાંત લોકાર્પિત ન થયેલા રોડમાં સવાર પડેને ડાયવર્જનો કાઢી રોડનું સમારકામ હાથ ધરવામા આવતુરહે છે, કયારેક કુકમાથી રતનાલ વચ્ચે તો કયારેક રતનાલથી અંજાર વચ્ચે..આડશો રસ્તામાં રાખી દેવાયા છે, આ રોડ ખુલ્લો જ નથી મુકાયો તે પહેલા તુટી જાય છે તો તેના બ્રીજ-પુલીયાઓ કેવા બનાવ્યા હશે અથવા તો બની રહયા હશે? વિચાર તો કરો આટઆટલી લીંપાપોત્તી છતા પણ કોઈ જ જવાબદારો સ્થળ પર ચકાસણીઓ કરવા ડોકાતા પણ નથી? : અંજારથી મુંદરા તરફ જતા રોડ પર પણ વિડી ઓવરબ્રિજની સાઈડ વોલ લટકી રહી છે, નીચે દરરોજ સેંકડો વાહનોની અવરજવર,
શું કોઈ મોટી દુર્ઘટનાઓ થાય તેની રાહ જોઈ રહ્યા છે જવાબદારો..?
ગાંધીધામ : વડોદરા પાસે ગંભીરા બ્રીજી પુલ દુર્ઘટના બનવા પામી છે અને તેમાં મોતનો આંકડો ર૧ પર પહોચી ગયો છે. હકીકતમાં આ કોઈ અકસ્માત નથી, તંત્રના લાપરવાહો થકી આટઆટલા નિદોર્ષ લોકોનામોત નિપજવા પામી ગયા છે. સરકાર હવે સફાળી જાગી અને પગલા લેવા તથા ભોગગ્રસ્તોની મદદે આવવાનીવાતો કરી રહી છે અને રાજયમાં અન્યત્ર પણ આ બાબતે સર્વે અને ચકાસણીઓ શરૂ કરવામા આવી છે તો કચ્છમાં પણ બે પુલો જે અતી જર્જરીત છે તેને જાહેરનામુ બહાર પાડી અને પરિવહન બંધ કરવાના આદેશો અપાયા છે પરંતુ હકીકતમાં જે બ્રીજ ખસ્તા હાલતમાં છે, તેની આજે પણ ગંભીર બ્રીજ દુર્ઘટના બની ગયા બાદ પણ માત્ર અને માત્ર લીપાંપોત્તી જ થવા પામી રહી હોવાની સ્થિતી સર્જાઈ રહી છે. આવી ગંભીર ઘટના બની ગયા બાદ પણ કોઈ જ ચિંતા કે ફિક્ર હોય તેવુ જણાતુ નથી.
કચ્છમાં નેશનઈ હાઈવે ઓથોરીટીની કામગીરી હમેશા શંકાના વમળો સર્જતી જ હોય છે. હાલમાં પણ ગંભીર બ્રીજ દુર્ઘટના બાદ પણ આ નેશનલ હાઈવે ઓથોરીટીની ભ્રષ્ટ બલીહારી જ ચાલતી હોય ેવી સ્થીતી સર્જાયેલી જોવાઈ રહી છે. આવુ એટલા માટે ચર્ચાય છે કે, ગાધીધામ શહેરમાં અંતિમધામ(સ્મશાન)પાસે જે બ્રીજ આવેલો છે તેમાં પણ હાલમાં લીંપાપોત્તી ભરી જ સમારકામની પ્રવૃતીઓ થવા પામી રહી છે. અહી બ્રીજના સળીયાઓ બહાર આવી જવા પામ્યા છે, એક બાજુ ડાયવર્ટ કરી અને કામ કરી રહ્યા છે પણ તેમાં કયાંય ભલીવારી જોવા મળતી નથી. આ ઉપરાંત સવાલ એ પણ થાય છે કે, દર વખતે ચોમાસામાં અથવા તો ચોમાસા દરમ્યાન જ આવા કામો શા માટે કરવામાં આવી રહ્ય છે? અંજારથી મુન્દ્રા તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ગંભીર સુરક્ષા જોખમ સામે આવ્યું છે. અંજારથી લગભગ ૬ કિલોમીટર દૂર આવેલા વિડી ઓવરબ્રિજ પર સાઈડ વોલ ડિવાઈડર
હવામાં લટકી રહ્યો છે. આ પુલ નીચેના સર્વિસ રોડ પરથી દિવસ-રાત દરમિયાન સેંકડો વાહનોની અવરજવર થાય છે.આ સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક એટલા માટે છે કે તાજેતરમાં જ આણંદ-વડોદરા વચ્ચે ગંભીરા બ્રિજની ઘટના વખતે આ સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક એટલા માટે છે કે તાજેતરમાં જ આણંદ-વડોદરા વચ્ચે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં ર૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો આ ભારે વજનવાળો સાઈડ વોલ ડિવાઈડર કોઈ વાહન પર પડશે તો મોટી જાનહાની થઈ શકે છે.નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જોખમી સ્થિતિને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવી જરૂરી છે. રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આવી બેદરકારી સામે આવી રહી છે. ગંભીરા દુર્ઘટના બાદ લોકોમાં એવી માગણી ઉઠી છે કે સરકાર અને વહીવટી તંત્ર આવી સ્થિતિ પ્રત્યે વધુ સજાગ બને. તેની સાથોસાથ ભુજ-ભીમાસર રાડે જે બની રહ્યો છે તેમાં પણ અંજારથી ભુજ તરફ સહેજ આગળજતા બ્રીજ બાજુમાં બેસી ગયો અને તેનું પણ સમારકામ હાથ ધરવામા આવ્યુ હતુ. હજુ તો આ બ્રીજ લોકાર્પણ નથી થવા પામ્યો તે પહેલા જ બેસી ગયો છે? વિચાર તો કરો જયારે વાહનો અહીથી પસાર થશે તો કેવી અવદશા થવાની છેો તેવી જ રીતે અજાર પાવરહાઉસથી આગળની બાજુ જતા આ જ બ્રીજ પાસે જે સર્વિસ રોડ વાહનચાલકો ઉપયોગ કરી રહ્યા છે તેની પણ ગંભીરઅવદશા થઈ ગઈ છે? આ રોડ બનાવી ઠેકેદાર પાર્ટી તો અહીથીજતીરહેવાની છે? તો પછી આ સર્વિસ રોડની ચિંતા કરશે કોણ? શા માટે નેશનલ હાઈવે હાલમાં જ આ સર્વિસ રોડને પણ વ્યવસ્થિત રીતે નથી બનાવડાવતુ?
...............

Comments