Trending News
સ્થાનિક સમાચાર

સંગઠિત સાધનાનો સંકલ્પઃ ભુજમાં ચાતુર્માસ સાથે ભિક્ષુ ત્રિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ 

12 July


અણુવ્રત સમિતિ ભુજ દ્વારા જ્ઞાનશાળાના બાળમિત્રો માટે ડ્રોઇંગ સ્પર્ધા યોજાઈ 
          


ભુજ : આવતી પેઢીઓને સંઘ પરંપરાની મૂલ્યવાન વારસાગાથાને જીવંત રાખવા તપ, જપ અને સ્વાધ્યાય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવક-શ્રાવિકાઓએ આદર્શોને શિરમણિ બનાવી નવા સંકલ્પો લીધા હતા.તેરાપંથ મહિલા મંડળ દ્વારા ‘તેરાપંથ પ્રીમિયર લીગ’ નામે જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વિવિધ ટીમોએ ભાગ લઈને જ્ઞાનયાત્રાને જીવંત બનાવી હતી.
અણુવ્રત સમિતિ ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમસ્ત જૈન સમાજ માટે યોગાભ્યાસ તથા જ્ઞાનશાળાના બાળમિત્રો માટે ડ્રોઇંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોની સર્જનાત્મકતા ખીલી ઊઠી હતી. બાળકોને તેમના કલ્પનાના રંગોથી પોતાના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને કાગળ પર ઉતારવાનો મોકો મળ્યો હતો. 
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘ ‘એક ગુરુ એક આચાર્ય એક સંઘની અનોખી પરંપરા ધરાવતું આધ્યાત્મિક પરિવારોનું સંગઠન છે. આ પરંપરા હેઠળ લગભગ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીઓ, શ્રમણ-શ્રમણીઓ ગુરુઆજ્ઞાની છત્રછાયામાં ભારત તથા વિદેશોમાં સતત વિચરણ કરી રહ્યા છે. આ જ ગુરુઆજ્ઞાથી આ વર્ષે ચાતુર્માસ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યાઓ ભુજમાં પધાર્યા છે. પાવન સાધ્વીવૃંદમાં સાધ્વી હેમલતાજી (કચ્છ), સાધ્વી મુક્તિજી (કચ્છ), સાધ્વી રુચીરપ્રભાજી (કચ્છ), સાધ્વી અર્ચનાજી (કચ્છ) તથા સાધ્વી સાત્વિકપ્રભાજી (જસોલ-રાજસ્થાન) આદિ ઠાણા-૫ના સાંનિધ્યમાં ભુજમાં ચાતુર્માસ પ્રવેશની સાથે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં સાધ્વી તથા સમુદાયની ઉપસ્થિતિમાં ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ, આગેવાનો તથા જૈન સમાજના મહેમાનો જોડાઈ રહ્યાં હતા.
ચાતુર્માસ એટલે અધ્યાત્મિક ઉન્નતિનો અવસર અને ચાતુર્માસને માત્ર સ્થિર વાસનો સમય માનવામાં નથી આવતો પરંતુ તપ, જપ, સ્વાધ્યાય, શીલ અને સંસ્કારોના સંચાલન દ્વારા સમગ્ર સમાજને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરતો આ અવસર છે. ગુરુ આજ્ઞાથી પધારેલા સાધ્વીવૃંદ ભુજમાં પવિત્ર ઊર્જાને પ્રવાહિત કરી રહી છે. ચાતુર્માસની  શરૂઆતમાં જ આયોજનોની વિશિષ્ટ ઝાંખીઓ દ્વારા શરૂઆત થઈ ગઈ છે જેમાં સૌ પ્રથમ ભિક્ષુ ત્રિશતાબ્દી મહોત્સવથી શરૂઆત કરી કારણ કે આ વર્ષે તેરાપંથ સંસ્થાપક આચાર્ય ભિક્ષુ સ્વામીના જન્મશતાબ્દીના ૩૦૦મા વર્ષની શરૂઆત થઈ છે. આ અવસરે તેરાપંથ યુવક પરિષદ વતીથી હાઉજી દ્વારા ‘ઘમ્મ જાગરણ’નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં ભક્તજનોએ સમૂહ સ્વરગાન, સ્મૃતિ પાઠ અને જાગરણથી સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દીધો હતો.
સમગ્ર કાર્યક્રમો દ્વારા ભુજ જૈન સમાજમાં ગુરુઆજ્ઞાનું પાલન, ધર્મપ્રેમ, આધ્યાત્મિક એકતા અને સંયમના ગુણોને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યાં છે. સમસ્ત શ્રાવક-શ્રાવિકાઓએ ચાતુર્માસને પવિત્ર બનાવવાના સંકલ્પ સાથે ચાતુર્માસ પ્રવેશને સાધનાથી પવિત્ર પ્રારંભ કરાવ્યો હતો. સંઘના દરેક સાથે મળીને આ પવિત્ર અવસરને લાભદાયી અને સ્મૃતિમય બનાવી, ગુરુઆજ્ઞા હેઠળ સંગઠિત સાધનાનો સંકલ્પ સફળ કરવા માટે તેરાપંથ સભા, યુવક પરિષદ, મહિલા મંડળ, અણુવ્રત સમિતિ, તેરાપંથ પ્રોફેસનલ ફોરમ જેવી દરેક સંસ્થા આ ચાતુર્માસને સફળ બનાવવા માટે અથાગ મહેનત સાથે થોડા જ દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
---------

Comments

COMMENT / REPLY FROM