ભુજ ઈંગ્લિશ સ્કૂલમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ભુજ : શહેરની ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલમાં સાયબર અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર સેલ-ભુજથી પીએસઆઈ એચ.જી દેવમણી, કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયા, પ્રિયંકાબેન જાગાણી તથા સાઇબર આઈટી એક્સપર્ટ જીતેશભાઈ સહારે, શાળાના આચાર્ય અનિલભાઈ ગુસાઇ તથા શિક્ષિકા સંગીતાબેન પાઠક દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકા ચેતનાબેન રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત બાદ મહેમાનોનુ શાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું.
સાઇબર સેલ ભુજમાંથી પધારેલ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન જોગાણીએ ટેકનોલોજીના સમયમાં સાઇબર ક્રાઇમ કેવી રીતે થાય છે, મોબાઇલ અને નેટ દ્વારા કેવી રીતે આપણે તેનો ભોગ બનીએ છીએ તે વિશેની માહિતી આપી હતી. પીએસઆઈ એચ.જી. દેવમણીએ મોબાઇલમાં રહેલ દરેક એપના ઉપયોગ અને યોગ્યતા વિશે તથા ભારત સરકાર દ્વારા માન્ય એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટીકલ કરાવીને સર્વેને અવગત કર્યા હતા. કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયા દ્વારા સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા પછી આપણે શું કરવું જોઈએ ? કોનો સંપર્ક કરવો જોઈએ? અને આગળ કેવી રીતે કાર્યવાહી કરવી તેની સમજ આપી હતી. સાયબર એક્સપર્ટ જીતેશભાઈએ સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ બને છે તેનાથી સતેજ, સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમનું સંકલન એમ. આઈ.બાયડે તથા સંચાલન ચેતનાબેન રાઠોડે કર્યું હતું. આચાર્ય અનિલભાઈ ગુસાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
-----

Comments