Trending News
સ્થાનિક સમાચાર

ફટાકડાં દાણચોરી કેસ : ૧ શખ્સ દબોચાયો, પણ અગાઉ  ૭ કન્ટેઈનર સરકી ગયા તેનું શું? ઝોન કસ્ટમના ભ્રષ્ટતત્વો કોણ?

12 July

મુંબઈ-નવાસેવા-મુંદરા-કાસેજ સુધીના કૌભાંડનો ખુલાસો




મુંબઈ ડીઆરઆઈના તટસ્થ અધિકારી શ્રી પાંડેની ટીમએ મોટો હાથ માર્યો : કાસેઝમાં કરોડોના ફેબ્રીકના બેનામી ધંધામાં ચકચારી રહેલાઓને ચાઈનીજના પ્રતિબંધીત ફટાકડા કેસમાં બોલાવી તવાઈ : મિસડીકલેરેશન ટોળકીમાં ફફડાટ : કઈક નવા ઘટસ્ફોટની વકી : ૩પ કરોડની ચીજવસ્તુઓ પકડાઈ, હજુ તો તપાસ બાદ વધુ
 ખુલાસાઓ થશે


ખાટલે મોટી ખોટ : ૧ કન્ટેઈનર ઝડપાયુ, પણ કાસેઝથી જ ડીટીએ થઈ ગયેલા અને મુંબઈ સુધી પહોચી ગયેલા તે અગાઉના ૭ કન્ટેઈનરનુું શું? કેવી રીતે જોનમાથી આ જથ્થો ડીટીએ થઈ ગયો? કાસેઝ કસ્ટમ કેમ રહી ગયુ અંધારામાં? કે પછી કરી દીધા છે આંખમિચામણા? ડીસીશ્રીએ કરાવી જોઈએ કડક તપાસ



ગાંધીધામ : ગાંધીધામ : ઼ દેશમાં ચાઈનીઝ ફટાકડા અને આતશબાજીનો અન્ય સામાન દાણચોરીથી  ઘૂસાડવાનાં મોટાં રેકેટના પર્દાફાશ રુપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈના ન્હાવા શેવા તથા ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરોએથી દાણચોરીથી લાવવામાં આવેલા રૂપિયા ૩૫ કરોડના ચાઈનીઝ ફટાકડા જપ્ત કરાયો છે.મિની ડેકોરેટિવપ્લાન્ટ, આર્ટિફિશિયલ ફલાવર્સ હોવાનું જણાવી ૧૦૦ મેટ્રિક ટન ફટાકડાની દાણચોરીમાં એકની ધરપકડ પણ કરાઈ છે. આ જે શખ્સ પકડાયો છે તે કાસેજના યુનિટધારક આયાત કાર પેઢી પૈકીનો એક હોવાનુ સામે આવવા પામી રહ્યું છે.  ડીઆરઆઈ મુંબઈની યાદીમાં જણાવ્યા અનુસાર ઼ ન્હાવા શેવા, મુન્દ્રા બંદર તથા કડલા એસઈઝેડ ખાતેથી આ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આશરે ૧૦૦ મેટ્રિક ટન જેટલા ફટાકડા દાણચોરીથી દેશમાં ઘૂસાડવાનો પ્રયાસ  ડીઆરઆઈ દ્વારા ‘ઓપરેશન ફાયર ઼ ટ્રેઈલ’ના નેજા હેઠળ દાણચોરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો.કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનાં કેટલાંક એકમો તથા ઈમ્પોર્ટ-
એક્સપોર્ટ કોડ (આઈઈસી ધારકો) ધરાવતાં કેટલાંક એકમોના નામે આ કન્ટેનર્સ લાવવામાં આવ્યાં હતાં. એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ સામાનમાં ‘મિનિ ડેકોરેટિવ પ્લાન્ટસ‘, ‘આર્ટિફિશિયલ ટાવર્સ’, ‘પ્લાસ્ટિક મેટ્‌સ‘ એવું ખોટું ડિકલેરેશન આપવામાં આવ્યું હતું. કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના એક યુનિટ ધારક દ્વારા ‘કંડલા એસઈઝેડ વિસ્તારમાંથી આ કન્સાઈનમેન્ટસને ડોમેસ્ટિક ટેરિફ એરિયા એટલે કે નોન એસઈઝેડ ઝોનમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ખોટું ડિકલેરેશન આપીને તથા એસઈઝેડના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાઈનીઝ ફટાકડા તથા આતશબાજીની દાણચોરી કરવાના પ્રયાસ ના સૂત્રધાર એવા એક એસઈઝેડ યુનિટના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ પ્રકરણમાં જેમ જેમ તપાસ આગળ ધપતી જશે તેમ તેમ જો તટસ્થાથી કાર્યવાહી થાશે તો વધુ કઈક મોટા ખુલાસા થવાની વકી સેવાઈ રહી છે. 




..........................


આ ફટાકડા-ફેબ્રીક દાણચોરોએ પ્રમાણિક-તટસ્થ- ફરજનિષ્ઠ અધિકારીને આવા ધંધાઓ માટે જ હટાવ્યા?


ઉચ્ચ કક્ષાએથી થવી જોઈએ તપાસ? ઝોનમાં ફફડાટ ફેલાવી દેનારા કસ્ટમના એ અધિકારી ભ્રષ્ટ હતા કે, હવે મુંબઈ ડીઆરઆઈ જે યુનીટધારકોને દાણચોરીમાં પકડી રહી છે તે ટોળકી કૌભાંડી છ?



ગાંધીધામ : કાસેઝમાથી ચાઈનીજ ફટાકડાના એક ગંભીર પ્રકાના દાણચોરીકાંડનો ખુલાસો થવા પામ્ય છે અને તેમાં જે પેઢીનું નામ સામે આવ્યુ છે તે પેઢી અગાઉ ફેબ્રીકના ધંધામાં પણ ખુબ કાળા ધોળા કરતી હતી. જેને કાસેઝના તત્કાલીક કડક અને તટસ્થ અધિકારીએ સરકારના હિતમાં બંધ જ કરાવી દીધો હતો. જેના લીધે બેનામી પૈસાથી મજબુત બની ગયેલી આ ટોળકીએ અધિકારીની જયા મજા આવી ત્યો ખોટી ફરીયાદો કરી અને તેમને અહીથી બદલાવી દીધા હતા. તે વખતે આ અધિકારીને ભ્રષ્ટ સરકારી બાબુ સહિતના સબંધનો પણ આ ટોળકી આપતી હતી. પરંતુ મજાની વાત તો એ છે કે તે અધીકારીને તો બધી જ જગ્યાએથી કલીનચીટ મળી ગઈ અને હવે આ ટોળકી દાણચોરી પ્રકરણમાં ખુદ શંકામાં ન માત્ર ઘેરાઈ બલ્કે કેસ થયો અને ધરપકડ પણ થવા પામી રહી છે. તો તપાસ હવે ફરીથી એ થવી જોઈએ કે, જે તે વખતે કાસેઝ કસ્ટમના કડક અધિકારીનીબદલી પાછળ આ ટોળકી શું આવા જ દાણચોરી ધંધાઓ કરવા માંગતી હતી જે થઈ શકતા ન હોવાનું જ કારણ હતુ કે કેમ?




..........................


લાયસન્સ તો તત્કાળ કરો રદ : પાર્ટનરોની એન્ટ્રી ઝોનમા કરો બેન


કાસેઝના આ તત્વો સામે તો ગુજસીટોક કે રાષ્ટ્રદ્રોહ તળે જ કરવી જોઈએ કાર્યવાહી


આયોજનબદ્ધ દેશને નુકસાન કરી શકે તેવુ ષડયંત્ર રચાયુ હોય તો તેમાં ગુજસીટોક લાગી જ શકે છે, ફટાકડા મગાવા પ્રતિબંધ હોવાનુ જાણતા છતા પણ મંગાવ્યા અને કઈકના જીવને જોખમમાં મુકતી છાની હલચલ આદરી તે દેશ હિતને માટે ખતરારૂપ જ કહી શકાય તેમ છે : જાણકારોની લાલબત્તી


ગાંધીધામ : કાસેજમાંથી પ્રતિબંધીત એવા ૧૦૦ ટન જેટલા ફટાકડાઓનો જથ્થાથે ઝડપાઈ જવા પામ્યો છે અને તેની તપાસ ચાલી જરહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં સંડોવાયેલાઓની સામે તો ગુજસીટોક તથા રાષ્ટ્રદ્રોહ તળે જ કાર્યવાહી કરવી જોઈએ. 
વિદેશ વેપાર નીતિનાં આઈટીસી(એચએસ) ક્લાસિફેક્શન પ્રમાણે ફટાકડાની આયાત પર અંકુશો મૂકવામાં આવેલા છે. ફટાકડાની આયાત કરવા માટે ડીજીએફટી તથા પેટ્રોલિયન એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (પીઈએસઓ) તરફથી લાયસન્સ લેવું પડે છે. ફટાકડા તથા આતશબાજીની અન્ય ચીજોમાં લાલ સીસું, કોપર ઓક્સાઈડ તથા લિથિયમ જેવી ધાતુઓ હોવાથી તે જોખમી હોઈ શકે છે.આ ફટાકડા અતિશય જ્વલનશીલ હોવાથી તેની હેરફેર દરમિયાન જાહેર સલામતી, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સમગ્ર લોજિસ્ટિક સપ્લાય ચેઈનના કોઈપણ તબક્કે કોઈ દુર્ઘટના કે મોટી હોનારત થાય તેવું પણ જોખમ રહેતું હોય છે.હકીકતમાં તો આ તત્વોનુ અને પેઢીનું લાયસન્સ વિના વિલંબે રદ કરી દેવુ જોઈએ તથા જેઓ પેઢીના માલીકો હોય તેમની એન્ટ્રી ઝોનમાં બેન કરી અને ફોટાઓ ચોટાડી અને તેમને બ્લેકલીસ્ટ કરી દેવા જોઈએ. 



..............................


તટસ્થ અને કડક ડીસીશ્રી કરાવશે તપાસ?


હવે તો જોનમાં જેડીસી મારૂત ત્રિપાઠી નથી રહ્યા, 
તો પછી આટલો ભ્રષ્ટાચાર તેના કયા ચેલા એ કર્યો.!


મારૂત ત્રીપાઠી જતા જતા કસ્ટમના કયા અધિકારીનો ઓર્ડર જોનમાં કરાવી ગયા? શું ફટાકડાઓ પ્રતિબંધિત રીતે જોનમાં હેરફેર થવામાં  આ નવા નીશાળીયા સમાન ભ્રષ્ટ કસ્ટમ બાબુની છે સૌથી મોટી ભુંડી ભુમિકા?



જો જેડીસી પદે મારૂત ત્રિપાઠી સક્રીય હોત તો કદાચ આ પ્રકરણ બહાર ન આવ્યુ હોત..! તેમની બદલી થઈ ગઈ છે એટલે જ હવે આવા ગંભીર પ્રકારના પ્રકરણો પરથી ઉચકાઈ રહ્યા છે પડદા


ગાંધીધામ : કંડલા સેઝમાં ડીસીશ્રી દીનેશ સીંગ પ્રમાણિક અને તટસ્થ અધિકારી છે પરંતુ ઝોનમાં જેડીસી તરીકે રહેલા મારૂત ત્રીપાઠી ખુબજ વિવાદમાં રહ્યા છે. તેઓના કાર્યકાળમાં થયેલા વિવિધ મિસીડીકલેરેશનમાં તેમનુ નામ સતત ઉયળતુ રહ્યુ હતુ. અને આ બધા પ્રકરણોના લીધે જ અચાનક જ તેમની અહીથી એકજાટકે બદલી પણ થવા પામી ગઈ હતી. હવે જાણકારો સવા કરી રહ્યા છે કે, મારૂત ત્રીપાઠી તો હવે જોનમાં રહ્યા નથી, તેમને બદલી થઈ ગઈ છે તો પછી ચાઈનિજ ફટાકડાનો આટલો મોટો જથ્થો કાસેઝમાં આવ્યો અને અહીથી ડીટીએ પણ થઈ ગયો? તો કસ્ટમના કયા ભ્રષ્ટ બાબુએ સબંધીત પેઢીની સાથે મેળાપીપળા કર્યા અને આ બધુ જ સેટીંગ કરાવી દીધુ? શું મારૂત ત્રિપાઠી જતા જતા પોતાના કોઈ માનીતા આવા ભ્રષ્ટ કર્મીને ઓર્ડર કરાવતા ગયા છે કે શું?

Comments

COMMENT / REPLY FROM