Trending News
સ્થાનિક સમાચાર

ભુજ એરપોર્ટ મથકે એર ઈન્ડીયાનો આજે ફરી મોટો છબરડો : પ્રજાજનોને હાલાકી : રોષ ભભુકયો : કોણ જવાબાદર..?

12 July

છે..ને. પાડાના વાંકે પખાલીને ડામ..!


ભુજથી મુંબઈ જતી એર ઈન્ડીયાને ફલાઈટ ૧પ મુસાફરોને છોડીને જ જતી રહી : રહી ગયેલા મુસાફરોમાં રોષ ફેલાયો : વૈકલ્પીક વ્વયસ્થા પણ એરઈન્ડીયાએ ન કરી : ભુજની ખાનગી હોટલમાં રહી ગયેલાઓની કરાઈ વ્યવસ્થા : તબીબોના એપોઈન્ટ લીધેલા સહિતના મુસાફરોએ સ્થાનિક એર ઈન્ડીયાના સ્ટાફનો લીધો ઉઘડો




૧૮પના બદલે ૧૬પ સીટર વાળી ફલાઈટ આવતા ૧પ મુસાફરો રઝડયા : વધુ એક વખત એરઈન્ડીયા ફલાઈટનુ પ્રશાસન આવ્યુ વિવાદમાં


ગાંધીધામ : ગત ૧૨મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટનું ઉડાન ભર્યાની મીનીટોમાં ક્રેશ થવાની ઘટના બાદ વિશ્ર્‌વભરમાં એર ઈન્ડીયાની છબી ખરડાય જવા પામી છે. છતા કંપનીની કામગીરીમાં કોઈ જ સુધારો આવતો નથી. ભૂજથી મુંબઈ વચ્ચેની ફલાઈટ માટે ૧૮૦ મુસાફરોનું એડવાન્સ બુકીંગ લેવામાં આવ્યું હતુ. જેની સામે આજે સવારે કંપની દ્વારા માત્ર ૧૬૫ સીટીંગ કેપેસિટી વાળુ પ્લેન મોકલવામાં આવતા ૧૫ મુસાફરો રઝળી પડયા હતા તેઓના માટે એઆઈ દ્વારા કોઈ જ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં ન આવતા મૂસાફરોને ખાનગી હોટલમાં આશરો આપવામાં આવ્યો હતો.કચ્છના ભૂજ એરપોર્ટ પર આજે સવારે એર ઈન્ડિયાનો વદુ એક છબરડો પ્રકાશમાં આવ્યો હતો. ભૂજથી મુંબઈ વચ્ચેની વિમાની સેવા માટે એર ઈન્ડિયા દ્વારા ૧૮૦ મુસાફરોનું એડવાન્સ બુકીંગ લેવામાં આવ્યું હતુ ૧૮૦ મૂસાફરોના બૂકીંગ સામે આજે સવારે જયારે એઆઈનું પ્લેન ભૂજ એરપોર્ટ પર આવ્યુ ત્યારે ખબર પડી કે પ્લેનની પેસેન્જર કેપેસિટી માત્ર ૧૬૫ મુસાફરોની છે. જેના કારણે ભૂજ એરપોર્ટ પર જબરો દેકારો બોલી ગયો હતો. અધિકારીઓ ધંધે લાગી ગયા હતા એડવાન્સ બૂકીંગ કરાવવા છતા ૧૫ મુસાફરોને પ્લેનમાં જગ્યા મળી નહતી. બીજી તરફ એર ઈન્ડીયા દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા કરવાનીપણ તસ્દી લેવામાં આવી ન હતી. જેના કારણે મૂસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યોહતો. દરમિયાન એડવાન્સ બુકીંગ કરાવવા છતા રઝળી પડનાર ૧૫ મુસાફરોને ભૂજની ખાનગી હોટલમા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજે સવારે જ્યારે મુસાફરો મુંબઈ જવા માટે ભુજ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેઓને ખબર પડી કે ભલે તેઓએ મહિનાઓ કે દિવસો અગાઉ હવાઈ મુસાફરી માટે એડવાન્સ બુકિંગ કરી લીધું હોય પરંતુ એર ઈન્ડિયા કંપનીની લાપરવાહી અને ગુનાહિત બેદરકારીના કારણે તેઓને ફ્લાઈટમાં જગ્યા નહીં મળે.કારણ કે, કંપનીએ ૧૮૦ મુસાફરોનું એડવાન્સ બુકિંગ લીધું હતું જેની સામે સવારે માત્ર ૧૬૫ સિટરની કેપેસિટી સાથે ફ્લાઈટ મોકલતા ૧૫ મુસાફરો રઝળી પડ્યા હતા. એડવાન્સ બુકિંગ હોવા છતાં તેઓને હવાઈ મુસાફરીનો લાભ મળ્યો ન હતો.એર ઇન્ડિયાની લાપરવાહિ રોજે રોજ સામે આવી રહી છે.અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ગત મહિને મોટી જીવલેણ દુર્ઘટના સર્જાયા બાદ પણ કંપની દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી સામાન્ય રીતે કેટલા મુસાફરોનું એડવાન્સ બુકિંગ હોય તેનાથી વધુ ક્ષમતાવાળી ફ્લાઈટ આવતી હોય છે પરંતુ આજે સવારે ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા એરલાઇન્સનો વધુ છબરડો બહાર આવ્યા છે. આવી બે જવાબદારી ફરી કામગીરીના કારણે અંદર મુસાફરોના અને કાર્યક્રમો ખોરવાઈ ગયા હતા અગત્યના કામ માટે મુંબઈ જવા રઝળી પડ્યા હતા એર ઈન્ડિયા દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોને ભુજની ખાનગી હોટલમાં આશરો આપવામાં આવ્યો હતો.ભૂજથી મુંબઈ ફલાઈટનું એડવાન્સ બુકીંગ કરાવનાર ૧૫ પેસેન્જરો રઝળી પડયા, હોટલમા રાખવા પડયા

Comments

COMMENT / REPLY FROM