Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં ૪૭ અબોલ જીવોના મોત કેસ માં તપાસ અદ્વરતાલ : હજુ સુધી ફેકટરી માલિક ફરે છે આબાદ?

12 July


રાપરના કેટલાક ગામોમાં દુધઈ પાસેની ફેકટરી-કંપનીના બનાવેલા ખોડ-ભુસા ખાદ્યા બાદ ગાય-ભેંસોના થયા હતા મોત : 
એકાદ મહીના બાદ પણ મોતનુ સ્પષ્ટ-તટસ્થ કારણ રહ્યુ છે અકબંધ : કોની લાપરવાહી છે? કંપનીએ બેદરકારી દાખવી છે તો તેની સામે ફોજદારી કેમ દાખલ કરવામાં નથી આવતી? તંત્ર, સરકારી જવાબદારો કોની લાજનો તાણે છે ધૂમટો..?

મોતનું કારણ રોગચાળો તો નથી, એફએસએલ રીપોર્ટ હજુ સુધી નથી આવ્યો, એ આવ્યા બાદ પણ તાલુકા કક્ષાએ પશુ અધિકારીને ફોજદારી નોધાવવા સહિતની કોઈ જ સત્તા મળેલી નથી, અને સંભવત આવી કોઈ નીતી કે એસઓપી પણ ઘડાઈ નથી : 
શ્રી ગોવિદભાઈ (રાપર પશુપાલન અધીકારી)


ખાટલે મોટી ખોટ : પ૦ જેટલા પશુઓ કોઈ ફેટકીરવાળાની બેદરકારથી મોતને ઘાટ ઉતરી ગયા, પશુપાલકો પાયમાલ થઈ રહ્યા છે, છતા નપાણીયું તંત્ર છે કે, કોઈના પેટનું હજુ સુધી પાણી જ નથી હાલતું, પશુપાલકોને જ ફોજદારી ફરીયાદ સહિતની કામગીરી કરવાની થતી હોય, પશુપાલન અધિકારીએ કંઈ જ કરવાનુ ન થતુ હોય તો સરકારે તેમની નિયુકિતઓ કરી જ છે શા માટે? રોગચાળો મોતનું કારણ છે કે ખોળ ભુસો? તે નકકી કરવામાં મહીનાથી વધુનો સમય વ્યકિત કરી દીધો? પગલા કયારે લેશે આ ઢીલીઢફ તંત્ર?



ગાંધીધામ : વાગડ વિસ્તારમાં ઝેરી ભૂસો ખાવાના કારણે પશુઓના મોતની ઘટનામાં મહિના બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી સબંધિત ભોગગ્રસ્તોમાં કચવાટ ઉભો થવા પામી રહ્યો છે. વાગડ વિસ્તારમાં ઝેરી ભૂસો ખાવાના કારણે ટપોટપ ગાય અને ભેંસના મોત થયા હતા.  આ આંક જોતજોતામાં ૪૭ ગાય-ભેસોના મોત થવા પામી ગયા હતા. આ કંપારી છુટાવી નાખતા બનાવને એક મહિના ઉપરાંતનો સમય વીતી જવા છતાં હજી સુધી પોલીસ કે પશુપાલન વિભાગ દ્વારા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.ભચાઉ તાલુકાના ખડીર અને રાપરના પ્રાંથણ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુઓના ઝેરી ભુસો ખાવાના કારણે મોત થયા હતા.જેમાં સ્થાનિક પશુપાલકો દ્વારા ખડીર,રાપર, બાલાસર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ દાખલ કરાવાઈ હતી.દુધઈ પાસે આવેલી કંપનીમાં આ ભુસુ તૈયાર કરવામાં આવ્યું હતું જે પશુપાલકોએ પોતાના ઢોરને ખવડાવતા ટપોટપ મોત થયા હતા. બનાવ પછી કંપની બંધ કરાવી બજારમાંથી આ વૃદાવન ભૂંસુ પરત ખેંચી લેવામાં આવ્યું હોવાના દાવાઓ કરવામા આવી રહ્યા છે પરંતુ હજુ સુધીસબંધિત લાપરવાહ ફેકટરી માલીકની સામે  હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.જે સૌથી મોટો ચોકાવનારો સવાલ બની રહ્યો હોય તેમ દર્શાય છે.  આ બાબતે રાપરના વેટરનરીઓફીસર ગોવિંદભાઈની સાથે વાતચીત કરાવમા આવતા તેઓએ કહ્યુ હતુ કે, રોગચાળો તો કારણ નથી જ જણાતુ, ખોળ-ભુસો ખાધા બાદ જ ૪૭ જેટલા અબોલજીવોના મોત થયાનું પેર્ટન પરથી કહી શકાય છે. એફએસએલનો રીપોર્ટ નથી આવ્યો હજુ એ વાત સાચી છે, આવશે તો પોલીસ જાણ કરશે. જો કે તેઓએ કહયુ હતુ કે, પશુપાલન વિભાગને તાલુકા કક્ષાએ ફેકટરી માલીકની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહીની સત્તા અપાયેલી નથી, અને આવી કોઈ એસઓપી પણ હોય તેવુ મારા ધ્યાનમાં નથી છતા જિલ્લા કક્ષાએથી આ બાબતે જે સુચના અપાશે તે અનુસારની કાર્યવાહી રીપોર્ટ આવ્યા બાદ કરવામાઆવશે. અહી સૌથી મોટો સવાલ તો એજ છે કે , મહીનાથી વધુ સમય વીતી ગયો, પ૦ જેટલા અબોલ જીવો રહસ્યમય રીતે ટપોટપ મોતને ભટી ગયા છતા પણ કચ્છનું તંત્ર છે કે કોઈના પેટનું પાણી હજુ સુધીહાલતુ નથી, સમગ્ર તપાસ હાલના તબક્કે તો અદ્વરતાલ જ પડી હોય તેવો ચિંતાજનક વર્તારો જેાવાઈ રહ્યો છે. અને જે ફેકટરી માલીકના ભુસા-ખોડ પર શંકાની સોય તંકાય છે એ તો પોતાની દુધઈની ફેકટરી બંધ કરીઅને નો દો ગ્યારાહ થઈ ગયો છે અને તેની સામે હજુ સુધી ન તો પશુપાલન કે ન તો પોલીસ કક્ષાએ કાર્યવાહી કરાઈ હોવાનુ દર્શાય છે. 



....................



ગાયોના નામે ચરી ખાતો ગાંધીધામ સંકુલનો આંખલો
કેમ વાગડના પશુપાલકોની મદદે કયાય નથી ડોકાતો?



જાગો સંકુલવાસીઓ જાગો, જયારે ત્યારે કોઈ મહાનુભાવો કે અધિકારીઓની આસપાસમાં ઉભો રહીને ગોઠવાઈ જતો આ આંખલો હકીકતમાં કેવી ગાયોની કરી રહ્યો છે સેવા..! : અધિકારીઓની બાજુમાં ગોઠવાઈ અને ગાયોના નામે માત્ર આ આંખલાને પોતાની જ દુકાન ચલાવવામાં જ હોય છે રસ, નહી તો વાગડમાં પણ મૃત અબોલજીવોની આસપાસમાં ઉભો રહી, પશુપાલકોને સાથે રાખી ફોટા પડાવતી તસવીરો પણ આ આંખલાની જોવા મળી જ આવી હોત ને..? જાણકારોનો આંખલાને મોટો ટોણો

ગાંધીધામ : પૂર્વ કચ્છ અને ખાસ કરીને ગાંધીધામ સંકુલમાં ગાયોના નામે ચરી ખાનાર આંખલો ખુબજ કુખ્યાત છે. અને આ આંખલાએ ગાયોના નામે જયોર જયારે ગતકડાઓને અંજામ આપી ખુદના પેટ ભરવાના કારસ્તાનોને અંજામ આપ્યો છે ત્યારે ત્યારે એ ચર્ચામાં રહેવા પામી જતો હોય છે. નગરરપાલીકામાંથી ઢોર પકડવાના ઠેકા લેવાની દાદાગીરી હોય કે પછી કતલખાને લઈ જવાતા અબોલજીવોને છોડાવાવના નામે વાહનમાલિકોથી તોડ કરવાના કારસ્તાનો જ કેમ ન હોય..! અથવા તો પછી ગાયોના નામે મોક્કાની જમીનો દબાવીઅ ને તેમાં વાડાઓ ખોલીને બેનામી ધંધા કરવાવાળાઓને જ બેસાડી દેવા સહિતના કારસ્તાનોમાં ગાંધીધામ સંકુલનો આ આંખલો ભારે ચર્ચામાં રહેતો હોય છે. હવે ગાયોના નામે મશીહા જ બની ફરતો આ આખલો વાગડ પટ્ટામાં ટપોટપ ગાયોના મોત થઈ ગયા, સરકારે આંકડે ૪૭ જેટલા ગાય-ભેંસ મોતને ભેટી ગયા છે, અને એકાદ માસ થયો છતા હજુ તપાસના નામે ચલકચલાણાઓ જ દેખાય છે તો પછી આ આંખલો ગાયોને ન્યાય અપાવવા, ગાયોના આંતરડા ઠારવા કેમ કયાંય આગળ આવતો જોવાયો નથી? કે આતો મૃત ગાયો છે? આમાથી આ આંખલાને કંઈ જ કમઈ લેવાની તક નથી દેખાતી? એટલે કયાંય નથી ડોકાતો? કે પછી આ આંખલો જીવિત ગાયોની સેવા કરીને જ મેવા મેળવવામાં માને છે? આવા કઈક સવાલો પ્રબુદ્ધવર્ગમાથી સામે આવવા પામી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM