Trending News
સ્થાનિક સમાચાર

ગુરૂ એટલે જીવનમાં સફળ થવા માટેનો સાચો માર્ગ બતાવનાર વ્યક્તિ

11 July



ગુરૂપૂર્ણિમા દિને જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ગુરૂવંદના

ભુજ : કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે તમામ મંડળોમાં આસપાસ રહેતા મહાન સાધુ, સંતો કે જેઓ સમાજને સાચી રાહ બતાવે છે અને જેમનું કાર્ય સમાજને સદ્દમાર્ગે દોરવાનું છે તેવા સાધુ-સંતોને મળી તેમના આશીર્વાદ મેળવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો પર જઈ ગુરુવંદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દેવજીભાઈ દ્વારા અંજાર શહેરમાં ધાર્મિક સ્થાનો પર જઈ ગુરુવંદના કરવામાં આવી હતી તેવી રીતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ  ભુજ શહેર મધ્યે, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ ભચાઉ અને રાપર તાલુકા, ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેર ખાતે, ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ અંજાર મધ્યે, માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેર મધ્યે, વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ અને રાપર મધ્યે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા અને નખત્રાણાના વિવિધ ધાર્મિક સ્થળોએ મુલાકાત લઇ દર્શન કરી સાધુ - સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.
આ અંગે દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર મુજબ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તમામ મંડલોમાં સુપ્રસિદ્ધ મંદિરો અને સ્થળો પર જઈ ત્યાં સેવા - પૂજા કરતા સાધુ, સંતો મહંતોના આશીર્વાદ લઇ ગુરુવંદના કરવામાં આવી હતી તેમજ તેમણે સમાજ માટે આપેલ પ્રદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગુરુ વંદનાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લાના હોદેદારો, તમામ મંડળના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ મોરચાના હોદેદારો સહીત કાર્યકર્તાઓ જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહઇન્ચાર્જ ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM