Trending News
સ્થાનિક સમાચાર

ભુજની આશાપુરા વુમન્સ એકેડમીમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ 

11 July



ભુજ : આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમીમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અકેડમીમાં નિયમિત સંગીત અને નૃત્યના તાલીમ વર્ગો ચાલે છે, તેના તાલીમાર્થીઓ દ્વારા તિલક અને પુષ્પ દ્વારા તબલા, વાંસળી, ભરતનાટ્યમ કથ્થક, સંગીત વગેરેના ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ગુરૂઓનું મહત્વ વિષય પર સંવાદ, વાંસળી અને તબલાના સૂરો પર સંગીતના તાલીમાર્થીનીઓ દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાંસદ કચ્છ કાર્નિવલમાં ભાગ લીધેલ તમામ બાળકો, ગુરૂઓ, કારીગરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આશાપુરા વુમન્સ અકેડમીના ડાયરેક્ટર દિના ચેતન શાહ મુંબઈથી ઓનલાઇન હાજર રહ્યા અને બધાને ગુરુપૂર્ણિમાની અને કાર્નિવલના વિજેતાઓને શુભેચ્છાઓ આપી હતી. આશાપુરા વુમન્સ અકેડમીના સંચાલિકા હસ્મિતા રોહિત ત્રિવેદીના નેજા હેઠળ પ્રીતિબા, સંગીતાબેન, પ્રવિણાબેન, સંતુબેન, નૈમિષાબેન, આરતીબેન વગેરે એ કાર્યક્રમની જવાબદારીઓ વહન કરી હતી. 
---------

Comments

COMMENT / REPLY FROM