Trending News
સ્થાનિક સમાચાર

૧પ કરોડના ખર્ચે તૈયાર થનાર મેજર બ્રિજ દિવાળી ટાંકણે ખૂલ્લું મૂકાશે

11 July

આખરે મથલ મેજર બ્રિજની કામગીરીએ ગતિ પકડી



માર્ગ અને મકાન વિભાગ ‘કચ્છ ઉદય’ના અહેવાલ બાદ હરકતમાં આવ્યું : નખત્રાણા બસ સ્ટેન્ડથી લઈ છેક કોટેશ્વર સુધી રાજ્ય ધોરીમાર્ગમાં પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ



નખત્રાણા : દર ચોમાસામાં વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ મથલ મેજર બ્રિજની કામગીરી અને ઢીલી નીતિ અંગે કચ્છ ઉદયમાં અહેવાલ પ્રગટ થયા બાદ આખરે માર્ગ અને મકાન વિભાગે આ કામ અંગે યુદ્ધના ધોરણે કામગીરી આરંભતા વાહન ચાલકોમાં ખુશીની લહેર છવાઈ છે.
કચ્છ ઉદયમાં આ અંગે માર્ગ અને મકાન વિભાગના ના.કા.ઈ. બી.ડી. પ્રજાપતિ સાથે મેજર બ્રિજની કામગીરી અંગે પૂછતા ચેતન બારડ અને શંભુભાઈ વરચંદે માહિતી આપી હતી કે, આ મેજર બ્રિજ ૧પ કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે અને અગાઉ ડેમના પાણીના ભરાવાના લીધે ૬ માસ કમાગીરી બંધ રહી હતી. ત્યારબાદ ધારાસભ્ય પી.એમ. જાડેજાએ રસ્તા - પુલ બાબતે અંગત રસ લેતા ગાંધીનગર સુધી વજનદાર રજૂઆત કરતા આખરે ઉચ્ચકક્ષાએથી કામગીરીના યુદ્ધના ધોરણે આદેશ છૂટતા મજૂરો દ્વારા કામગીરીએ ગતિ પકડી છે. ગર્ડરની કામગીરી પૂર્ણતા ભણી છે. હવે સ્લેબ - એપ્રોચની કામગીરીનું કામ જોશભેર ચાલુ છે. આ કામ સત્વરે પૂર્ણ થતાં દિવાળી આસપાસ આ મેજર બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લું મૂકાશે. બીજી તરફ નખત્રાણા બસ સ્ટેન્ડ પછીના રસ્તા જે માર્ગ - મકાન વિભાગમાં આવે છે તે રસ્તામાં ભારે વરસાદથી જ્યાં ખાડા પડ્યા છે અથવા ઉખડી યા છે તે તમામ રસ્તાના કામને પ્રાથમિકતા આપવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM