Trending News
સ્થાનિક સમાચાર

શું ડીજીપી વિકાસ સહાય કચ્છમાં પણ કરશે ગીર-ગઢડા વાળી લાલઆંખ? દારૂની રેલમછેલ બાદ યક્ષ સવાલ?

11 July

બુટલેગર સાથે ખાખીની ભાગબટાઈ ખુલી હતી..!



ગીર ગઢડામાં બેડીયા ગામે એસએમસી દ્વારા ૪૧ લાખનો દારૂ પકડાયો હતો, જેમાં રેન્જ આઈજીશ્રીએ કોઈ જ પગલા ન લેતા ડીજીપી વિકાસ સહાય દ્વારા એલીસીબી પીઆઈ ચૌહાણની સામે લાલઆંખ કરી સસ્પેન્ડ કર્યા તો એએસઆઈની ભુજમાં કરી દીધી છે બદલી : હવે કચ્છમાં પણ એસએમસીએ એક નહી બબ્બે સફળ દરોડા પાડયા અને તે પણ લાખોના નહી, કરોડોમાં આંક વટાવી જાય છે, છતા પણ અહી કોઈ જ કડક કાર્યવાહી થતી સ્થાનિક જોવાઈ નથી, ત્યારે શું અહી પણ ડીજીપીશ્રી જ ધાક બેસાડતા પગલા ભરશે?


પુનો-અનોપ-રામો,-યુવરાજ-નવઘણ જેવા લીસ્ટેડ બુટલેગરોને ફાટીને ધુમાડે ચડાવે છે કોણ? કરોડોના દારૂ આ બુટલેગરો છેવાડાના અબડાસા વિસ્તાર સુધી પહોચાડી જાય છે તો કયા ખાખીધારીઓના છે ૪ હાથ : નરેન્દ્ર-મયુર-વિજય- સહિતના વહીવટદારોને કચ્છથી પાંચ જિલ્લાની સરહદો દુર ફેકો, તો જ અહી દારૂની રેલમછેલ અટકશે : શું ડીજીપીશ્રી આ બાબતે કરશે લાલઆંખ?ૃ


ડીજીપી શ્રી કચ્છ આવ્યા છે તો આ બુટલેગર પુનાની દવા કરતા જાય : પુનાનો દારૂ બંધ કરાવશો તો કઈકની ભ્રષ્ટ દુકાનો આપોઆપ જ થઈ જશે બંધ




ગાંધીધામ : આજ રોજ રાજયના પ્રજાભિમુખ પોલીસ વડા શ્રી વિકાસ સહાય ભુજ પધારી રહ્યા છે. તેઓ આજે બપોરે ૪ વાગ્યા સુધી અહીની પ્રજાજનોની રજુઆતો સાંભળશે અને તેને ન્યાય આપવાની દીશામાં આગળના દીશા સુચનો આપવાના છે. દરમ્યાન જ રાજયની સાથે કચ્છમાં પણ દારૂની રેલમછેલ પાછલા અમુક સમયથી ભારે ચકચારનો મુદો બની જવા પામ્યો છે અને તેમાં સ્ટેટ મોનીટરીગ ટીમ ત્રાટકી સફળ દરોડા પાડી ગયા બાદ પણ ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારો આબાદ છે અને દારૂના કટીંગ કરી જ રહ્યા હોવાની પણ ચર્ચાઓ સેવાઈ રહી છે ત્યારે જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, શું ડીજીપી વિકાસ સહાય કચ્છમાં પણ કરશે ગીર-ગઢડા વાળી લાલઆંખ?આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો થોડા સમય પહેલા જ ગીર-સોમનાથના બેડીયા વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૪૧ લાખનો શરારનો જથ્થો પકડી પાડયો હતો. અહી એસએમસીએ દરોડો પાડયા બાદ બુટલેગરોની સાથે કયાંક ને કયાંક ખાખીની ભાગબટાઈની ગંધ સામે આવવા પામી હતી. તે બાદ પણ સ્થાનીકે રેન્જ આઈજી કક્ષાએ કોઈ જ પગલા લેવામા ન આવતા અંતે તાજેતરમાં જ ખુદ રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગીર ગઢડા એલસીબીના પીઆઈ ચૌહાણની સામે પગલા લીધા અને તેમને પાણીચુ આપ્યુ હોવાની વાત સામે આવી રહી છે તો બીજીતરફ એએસઆઈ શ્રી ચાવડાની ભુજ ખાતે બદલી કરી દેવામા આવી છે. રેન્જ આઈજીશ્રીએ તાબડતોડ આવી ઘટના બાદ પણ કાર્યવાહી ન કરતા ડીજીપીશ્રીને પગલા લેવાની ફરજ પડી છે. આવા સમયે જાણકારો સવાલો કરી રહ્યા છે કે, જે રીતે ગીર સોમનાથમાં બન્યુ તેવી જ રીતે કચ્છમાં પણ પાછલા ટુંકાગાળામાં જ દારૂની રેલમછેલ થવા પામી ગઈ છે. અને તેમાં પણ સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી અને એસએમસી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સફળ એક નહી પણ બબ્બે દરોડા પાડયા છે. આ દરોડા માત્ર લાખો નહી કરોડોની રકમના દારૂના જથ્થા મળી આવવા પામ્યા છે. માંડવીના ત્રગડીમાં સવા કરોડ તો ભુજના કેરામાં પણ એકાદ દોઢ કરોડનો દારૂનો જથ્થો એસએમસી દ્વારા પકડી પાડવામા આવ્યો હતો. અહી પણ મને-કમને અધીકારીઓની સામે કાર્યવાહી તો કરી હોવાનુ દર્શાવાયુ છે પરંતુ ખાખીની ભાગબટાઈ વિના કરોડોના દારૂનો જથ્થો અહી આવી રીતે ઠલવાય જ કેવી રીતે? હકીકતમાં જે ભ્રષ્ટ વહીવટદારોની સામે કોઈ જ પગલા લેવાયા હેાય તેવુ દર્શાતુ નથી. પુનો-અનોપ-રામો-યુવરાજ સહીતના બુટલેગરો ફાટીને ફુલેકે ગયા છે તેની પાછળ નરેન્દ્ર-મયુર-વિજય સહિતના કઈક ભ્રષ્ટ વહીવટદારોની ભુમિકા રહેલી છે. શું આ તમામની સામે હવે રેન્જ આઈજીશ્રી જ આજે જયારે ભુજ પધાર્યા છે ત્યારે ધાક બેસાડતી કાર્યવાહી કરશે અને આવા વહીવટદારોને કચ્છથી પાંચ જિલ્લા દુર બદલી કરવાનો કડક આદેશ કરતા જશે? આવા સવાલો પણ હવે ઉા થવા પામી રહ્યા છે.



....................


પુના-રામાના પૂર્વ કચ્છમાં અંજાર-ગાંધીધામ 
એ-બી ડીવિજનપટ્ટામાં પણ બુટલેગરો બેફામ : આ રહ્યુ લીસ્ટ..!


પુના-રામાના સીધા દોરીસંચાર સાથે ગવલો-રામલો-પકલો, પચાણ નામનો શખ્સ, રાહુલ- તયબો છે મુખ્ય મોટા સપ્લાય, આ બધાય બુટલેગરોના હાથ નીચે ૧૦-૧ર ફોલ્ડરીયાઓ ડીલીવરીનું કરી રહ્યા છે કામ..! વિચાર તો કરો કેટલા વિશાળ પ્રમાણમાં દારૂનો થઈ રહ્યો છે વેપલો


ભુજવાળો નવઘણ જે લાખેણી મોંઘીદાટ ફોર્ચયુનર કાર ફેરવી રહ્યો છે તે ગળપાદર પટ્ટાના કયા જુસલાની છે? નવઘણ અને જુસલાની વચ્ચે શું સંબધો રહેલા છે? 
’


ગાંધીધામ : કચ્છમાં પુનો-અનોપ જેવા દારૂના બુટલેગરોનું વિશાળ નેટવર્ક ધમમી રહ્યુ હોવાની ચર્ચા સપાટી પર આવી રહી છે. આમ તો જે રીતે કરાડેોના દારૂ પાછલા ટુંકા સમયમાં પકડાયા છે તે જોતા તો આ શખ્સો બિનધાસ્ત જ બની ગયા હોવાનુ મનાય છ. પુનો તો હાલમાં જેલમાં છે ઉપરાંત પણ તેનુ દારૂનું નેટવર્ક પુરજોશમાં ચાલી રહ્યુ હોવાની ચર્ચાઓ થવા પામી રહી છે. 
જાણકારો કહી રહ્યા છે કે, પૂૃવ કચ્છમાં પુનાનું નેટવર્ક રામો ચલાવી રહ્યો છે. જેમાં અંજાર-ગાંધીધામ એ-બી ડીવીજન તથા કંડલા પટ્ટો સહિતનો વિસ્તાર આવી જવા પામી રહ્યો છે. કહેવાય છે કે, બી ડીવીઝનમાં ગવલો મુખ્ય હોલસેલ સપ્લાયર છે. તેની સાથે અંજારમાં રામલો છે. એ ડીવીઝન ગાંધીધામ પટ્ટામાં પચાણ નામન શખ્સ મોટો સપ્લાયર તરીકે પંકાયેલો છે. ખોડીયારનગર વિસ્તારમાં તયબો દારૂની ધુમ રેલમછેલ જ કરાવી રહ્યો છે. જયારે સુંદર પુરીમાં પકલાના દારૂના હાટડાઓ કોઈ બંધ કરાવવાની હિમંત પણ કરતુ ન હોવાનુ ચર્ચાય છે. ગળપદાર અને શાંતિધામ સોસાયટીના આસપાસના પટ્ટામાં રાહુલનો દારૂ ડીમાન્ડ હેઠળ રહેલો છે.



......................



જેલમાં બેઠો બેઠો જ પુનો દારૂનું ચલાવે છે સામ્રાજય.!


પુનાનો કરોડોનો દારૂનો નેટવર્ક ચલાવતો ભુજનો નવઘણ કોણ?


પાલનપુર સબ જેલમાંથી પુનો રાજસ્થાન લાઈનથી કચ્છ-સૌરાષ્ટ્ર સુધી દારૂ કરે છે સપ્લાય : શા માટે પુનો જામીન નથી લેતો? પુનાનું પશ્ચીમ કચ્છનું નેટવર્ક નવઘણ અને પૂર્વમાં રામો જ ચલાવતો હોવાની છે ચર્ચા : કટીંગની જગ્યા અને અમુક ભ્રષ્ટ પોલીસના વહીવટની વ્યવસ્થાઓ બધી જ આ શખ્સો કરે છે : પેટીએ ૩૦૦ રૂપીયાનું મેળવે છે કમિશન


 પુનાને પાલનપુર સબજેલના બદલે સાબરમતી જેલમાં નાખો : પુનો સબજેલમાં બેઠો બેઠો વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવી રહ્યો છે, અને ત્યાથી જ દારૂના વિકરાળ સામ્રાજયને પણ ધમધમાવી રહ્યો હોવાની છે ચર્ચા



ગાધીધામ : કચ્છમાં દારૂની રેલમછેલ થવા પામી રહી હોય તેમ કરોડોનો દારૂ પકડાઈ રહ્યો છે. અને તેમાં ખાસ કરીને પુનો-રામો-અનોપ-યુવરાજ-નવઘણા જેવા મોટા બુટલેગરોના નામો સામે આવવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે આ બધાયની પાછળ પુનો જ મુખ્ય સુત્રધાર છે. પુનો જ સૌથી વધુ દારૂનો જથ્થે કચ્છમાં મંગાવી રહ્યો છે. ચોકાવનારી વાત તો એ છે કે ,પુનો હાલમાં જેલમાં છે છતા જેલમાં બેઠા બેઠા જ દારૂનું તેનું આખુય વિકરાળ સામ્રાજય ચલાવી રહ્યો છે. પુનાને શા માટે પાલનપુર જેલમાં રખાયો છે? તેના માણસો-સાગરીતો પણ કેમ પાલનપુર સબ જેલમાં જ પડયા છે? રાજસ્થાન સહિતની લાઈનથી પાલનપુર-બનાસકાંઠામાં બેઠા બેઠા જ કચ્છ અને ત્યાથી સામખીયાળી થઈ મોરબી-સૌરાષ્ટ્ર સુધીમાં કરોડોનો દારૂ આ પુનો સપ્યાલ કરી રહ્યો હોવાનુ મનાય છે. આ પુનાનો પશ્ચીમ કચ્છનો દારૂનું નેટવર્ક નવઘણ સંભાળી રહ્યો છે તો પૂર્વમાં રામો બધી વ્યવસથાઓ કરે છે. દારૂ આવી ગયા બાદ કટીગની જગ્યાઓ નકકી કરવાથી લઈ  અને કયા ભ્રષ્ટ ખાખીધારીને કેટલા આપવા તે તમામ બધી જ વ્યવસ્થાઓ આ બન્ને કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. એક પેટીએ આ બન્ને ૩૦૦નું કમિશન પુનાથી લઈ રહ્યા હોવાનુ કહેવાય છે. જો દીશામાં તપાસ કરવામાં આવશે તો માલ મોકલનાર તરીકે ગુજરાતના સૌથી મોટા બુટલેગર એવા અનિલ પંડયા અને પવનસિંહનુ નામ સપ્લાય તરીકે ખુલવા પામશે. પુનાને પાલનપુર જેલમાં કેમ રાખવામા આવ્યો છે તે પણ અહી સવાલ થાય છે, તેને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી દેવો ઘટે. 

Comments

COMMENT / REPLY FROM