Trending News
સ્થાનિક સમાચાર

ભુજની શેઠ વીરજી દેવશી હાઇસ્કૂલમાં સાયબર અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું

10 July


ભુજ : શહેરની શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વીરજી દેવશી હાઇસ્કૂલમાં સાયબર અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના કલાવૃંદ દ્વારા સંગીતની સુરાવલીઓ સાથે પ્રાર્થના તથા સાયબર ક્રાઇમ બ્રાનચ -ભુજથી પીએઅસાાઈ એચ.જી દેવમણી, કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયા, પ્રિયંકાબેન તથા સાઇબર આઈટી એક્સપર્ટ જીતેશભાઈ, શાળાના ટ્રસ્ટી ઉર્મિલભાઈ હાથી, આચાર્ય બ્રિજેશ ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે શાબ્દિક સ્વાગત કરી મીઠો આવકારો આપ્યો હતો.
સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ભુજમાંથી પધારેલ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાણીએ ટેકનોલોજીના સમયમાં સાઇબર ક્રાઇમ કેવી રીતે થાય છે, મોબાઇલ અને નેટ દ્વારા કેવી રીતે આપણે તેનો ભોગ બનીએ છીએ તે વિશેની માહિતી આપી હતી. તો પીએસઆઈ એચ.જી દેવમણીએ મોબાઇલમાં રહેલ દરેક એપના ઉપયોગ અને યોગ્યતા વિશે તથા ભારત સરકાર દ્વારા માન્ય એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટીકલ કરાવીને સર્વેને અવગત કર્યા હતા. કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયા દ્વારા સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા પછી આપણે શું કરવું જોઈએ? કોનો સંપર્ક કરવો જોઈએ? અને આગળ કેવી રીતે કાર્યવાહી કરવી તેની સમજ આપી હતી. સાયબર એક્સપર્ટ જીતેશભાઈએ સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ બને છે તેનાથી સતેજ, સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. 
આ તમામ મહેમાનોએ અમારા વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત વાલીઓને  સચોટ માહિતી પૂરી પાડી હતી અને વિદ્યાર્થીઓએ પણ ભવિષ્યમાં આવા સાયબર ક્રાઈમના ગુનાઓથી બચી શકે એ માટે આ માહિતીને તેમણે હૃદયસ્થ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન એમ. આઈ બાયડભાઈએ કર્યું હતું તથા સંચાલન જશવંત રાઠોડે કર્યું હતું. સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. એનએસએસના સ્વયંસેવકો તથા સેવક રામજીભાઈ માતંગે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને અંતે સુપરવાઇઝર અજીતએ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM