પૂર્વ કચ્છમાં સક્રિય જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી જરૂરી
રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત
ભુજ : પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા તાજેતરમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર જેવા શહેરોની રજીસ્ટ્રાર કચેરીઓમાં ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજો બનવવા સક્રિય થયેલ ટોળકીઓને રોકવા માટે કલેકટર કચ્છને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
તાજેત૨માં બનેલ બોગસ દસ્તાવેજોને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય પાસે અરજદારો દ્વારા કરવામાં આવેલ રજુઆતો અનુસંધાને કરવામાં આવેલ ૨જુઆત મુજબ કચ્છ જિલ્લાના મુંબઈ તેમજ કચ્છ બહાર રહેતા લોકો જે પોતાના વતનમાં ખેતીની જમીન કે પ્લોટો ધરાવતા હોય છે, આવા લોકોની જમીનો ગેરકાયદેસર પડાવી લેવા ના બદ ઈરાદાથી અમુક ટોળકીઓ હાલમાં મોટા પ્રમાણમાં સક્રિય થઈ છે. આવી ટોળકીઓ દ્વારા ખોટી રીતે પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ ભળતા નામના ડમી લોકોને ઉભા કરીને મુંબઈ કે અન્યત્ર રહેતા લોકોની કિંમતી જમીનોના વેપાર કરવા દસ્તાવેજ, ખોટી વારસાઈ, ખોટા સાટા કરાર કરાવી મોટા આર્થિક લાભ મેળવવા સાથે સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને અનેક પ્રોપર્ટી માલીકોને આર્થિક તેમજ માનસિક રીતે હેરાન પરેશાન ક૨વામાં આવી રહયા હોવાનું જાણવા મળેલ છે. તેમજ ખોટી રીતે દસ્તાવેજ બનાવવા કે ખોટી વારસાઈ કરવા માટે ૨જીસ્ટ્રાર કચેરી કે સંબધિત રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકા ઉપજાવે છે, જે એક તપાસનો વિષય છે, આવા સંદિગ્ધ અધિકારીઓની તપાસ કરી તેમના ઉપર યોગ્ય કાર્યવાહી કરાવવી ખુબ જ જરૂરી હોવાનું જણાય છે.
સાથે સાથે ૨જીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખુબ સચોટ રીતે થાય તેમજ તેનાથી કોઈને અન્યાય ન થાય તે જોવા તથા આવા ગેરકૃત્ય આચરનાર ઈસમો ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યકિત પોતાના વતનમાં રહેલ પોતાના બાપદાદાની મિલકત કે પોતાના દ્વારા ખરીદવામાં આવેલ મિલકતની સુરક્ષીતતા અનુભવી શકે તેમજ રેવન્યુ વ્યવસ્થા તથા ન્યાય વ્યવસ્થા ઉપર ભરોસો બની રહે તે માટેની રજુઆત કરી આવનારા સમયમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેતાએ વ્યકત કરી હતી.
------

Comments