અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
ભુજ : રંગમંચ, લલિત કલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતી દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ ૨૦૨પના ભાગરૂપે નૃત્ય કલાના આરાધક ઉત્તરાબેન અંજારિયાનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ સાથે ભગવાન નટરાજનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
સ્વાગત અભિવાદન અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાવતી મહામંત્રી ડો. રિશી જોશીએ કર્યું હતું. કલાગુરુ ઉત્તરાબેનનું સન્માન ધાત્રીબેન માંકડ, માનસી માણેક, રાધિકા સોલંકી, વૈશાલી સોલંકીએ કર્યું હતું અને સન્માન પત્ર આપીને અભિવાદન અધ્યક્ષ પ્રકાશભાઈ ગોસ્વામીએ કરેલ હતું આ પ્રસંગે પ્રાંતના સહમહામંત્રી પંકજ ઝાલા ઉપસ્થિત રહીને સંસ્કાર ભારતીની કાર્યશૈલીની વિસ્તૃત માહિતી આપી હતી સાથે સાથે પ્રાંતના કલા ધરોહરના સંયોજક નરેશભાઈ અંતાણી, ઉપાધ્યક્ષ નવીન સોની, કોષાધ્યક્ષ પિનાંક જોબનપુત્રા, નાટ્ય સંયોજક નરેન્દ્ર પુરી ગોસ્વામી, આશુતોષ મહેતા, નિપૂણ માંકડ, સુરેશ બિજલાની, પાર્થ મહેતા, રીતેન અંતાણી, રમાકાંત સોનપાર, રમેશ સોનપાર, મનોજ સોનપાર, રમેશ દરજી , નિરુપમ છાયા , શૈલેષ સિંઘલ વગેરે કલાકારોએ હાજરી આપી હતી અને નટરાજ પૂજન કર્યું હતું . આભારવિધિ સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતજના અધ્યક્ષ પ્રકાશ ગોસ્વામી એ કરી હતી.
-----------

Comments