ભુજની મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયબર સેલ દ્વારા સેમિનાર યોજાયો
ભુજઃ શહેરની ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવું? આ વિષય પર સાયબર સેલ ભુજ દ્વારા સેમિનાર યોજાયું હતું. સેમિનારની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થી મલેક મહંમદફિરોજે તિલાવત રજૂ કરી હતી. શાળાના આચાર્ય જુસબખાન આઈ. ટાંકે મહેમાનોનું પુસ્તક ભેટ આપી સ્વાગત અને પાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ભુજમાંથી પધારેલ સાઈબર સેલ પીએસઆઈ એચ. જી. દેવમણીએ મોબાઈલના તમામ એપનું સેટીંગ કેવું રાખવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ સાઈબર અપરાધનો શિકાર ન બનો એ માટે કઈ બાબતો ધ્યાન પર રાખવીએ ખુબજ વિસ્તારથી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ પણ પ્રશ્નોતરીમાં ભાગ લઈને માહિતી મેળવી હતી. કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાણીએ ટેકનોલોજીના સમયમાં સાઇબર ક્રાઈમ કેવી રીતે થાય છે, મોબાઇલ અને નેટ દ્વારા આપણે કેવી રીતે એનો ભોગ બનીએ છીએ એ વિષય પર માહિતી આપી હતી. કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયાએ સાઇબર ક્રાઈમના જો ભોગ બની ગયા છીએ તો શું કરવું. જોઈએ એ સમજાવ્યું હતું. સાઇબર ક્રાઇમ એક્સપર્ટ જીતેશભાઈએ સાયબર ક્રાઇમ જેવી ઘટનાથી સતેજ, સતર્ક અને સાવધાન રહેવાની સલાહ આપી હતી. સમગ્ર સેમીનારનું સંકલન જાણીતા સમાજ સેવક એમ. આઈ. બાયડે કર્યું હતું સંચાલન શાળાના ન.શિ. મોહમદફારુક કે, સમાએ કહ્યું હતું. આભાર વિધિ શાળાના સુપરવાઇઝર રજીયાબેન મેમણે કરી હતી. આ પ્રકારના કાર્યકમના આયોજન બદલ સંસ્થાના ચેરમેન અલીમોહમદ એમ. જત, વાઇસ ચેરમેન અમીરઅલી એચ. લોઢીયા, મંત્રી જુમા. આઇ. નોડે, યુનુસ હિંગોરા અને ખજાનચી ઈસ્માઈલ એ સોનેજીએ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા શાળાના સી.એ.સમિતિએ કરી હતી.
--------

Comments