તારાચંદભાઈ છેડાની જન્મજયંતિએ સોમવારે ભુજમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે
ભુજ : અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન સ્વ. તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ કવિઓ જૈન મહાજન સંકુલ ખાતે સ્વ. તારાચંદભાઈ છેડાની ૭૪મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૪ જૂલાઈના સવારે ૯ થી ૧ર નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં વૈદ્ય ડૉ. પ્રતિક કૃષ્ણકાંત પંડ્યા (આયુર્વેદાચાર્ય) દ્વારા શ્વાસ, ઉધરસ, કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, ચામડીના રોગ, પથરી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પેટના રોગો, માથાના રોગો વગેરે બીમારીઓનો આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરવામાં આવશે. નામ નોંધણી માટે અજય ચારણ મો. ૮૮૪૯૯ ૧૯૩૪૧ અથવા સુનિલ મહેશ્વરી મો. ૯૧૦૬૮ ૭૧૬૩૦નો સંપર્ક કરવા જણાવાયું છે.
----------

Comments