ભુજ મા આશાપુરા સ્કૂલમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે માતા-પિતાનું પૂજન કરાયું
ભુજ : શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળામાં ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે માતા-પિતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડેપ્યુટી મામલતદાર ભાવિનભાઈ ઠાકર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હકુમતસિંહજી જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, મંત્રી પ્રવીણસિંહ વાઢેર, યુવા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહજી, એડમિન હેડ રશ્મિનભાઈ શાહે આશીર્વાદ પાઠવવા આવ્યા હતા. પ્રાથમિક વિભાગના આચાર્ય હર્ષાબેન જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય પરંપરા અનુસાર બાળકનો પ્રથમ ગુરૂ તેની માતા છે. બાળકને પૃથ્વી પર પ્રથમ પગલું માંડતા માતા શીખવે છે, માતા પિતાનું માન જાળવતા બાળક શીખે એ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક ગોર ભક્તિબેન, મેહુલભાઈ, પરમાર, હર્ષિદાબેન, છાયા વિશ્રુતીબેન, મોદી રાજભાઈ, જોષી યશભાઈ તથા મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકોનો સિંહ ફાળો રહ્યો હતો.
---------

Comments