મહીસાગરમાં કૌભાંડના પર્દાફાશ વખતે લાલબત્તી
- તો ગાંધીધામમાં પણ નળ સે જલ નહી નળ સે છળનો થાય ભાંડાફોળ!
મહીસાગર જિલ્લાના ૬૨૦ ગામમાં નલ સે જલ કૌભાંડ ખુલ્યું, ફરીયાદ થઈ : ૧૨૩ કરોડ રૂપિયાના કૌભાંડીઓને
પકડવા માટે ઝ્રૈંડ્ઢના ઠેર ઠેર દરોડા પડયા : જો ગાંધીધામ સંકુલમાં પણ જાગૃત નાગરીક આગળ આવે,
આરટીઆઈ કરે, જીણવટભરી માહીતી માંગે તો અહીથી પણ કરોડોના ઘોટાળાનો થશે ખુલાસો
વિચાર કરો, આ કૌભાડમાં ઝભ્ભાલેંગાધારીઓની સાથે સરકારી બાબુઓની કેટકેટલી મીલીભગત હોય છે,
આ કેસમાં ગુનો દાખલ થયા પછી આરોપી જાહેર થયેલા અધિકારીઓ અંડર ગ્રાઉન્ડ થઈ ગયા : ગાંધીધામ સંકુલમાં તપાસ થશે તો આવા જ મોટા ભોપાળાઓ આવશે બહાર : જાણકારોનો સુચક ઈશારો
કચ્છમાં ફેકટરીવાળાઓ સામે અથવા રાજકીય હરીફાઈમાં આરટીઆઈ કરાય છે પણ આટઆટલા મોટા કૌભાંડો-ભ્રષ્ટાચારની સામે આવા તત્વો કેમ ચૂપ છે?
ગાંધીધામઃ મહિસાગર જિલ્લાના ૬૨૦ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ આયોજન પૂર્વક કરવામાં આવેલા રૂ.૧૨૩.૨૨ કરોડ ઉપરાંત રકમના કૌભાંડનો ખુલાસો થવા પામી ગયો છે. આધાર-પુરાવાઓ એકત્રીત થયા બાદ દાખલ કરવામાં આવેલી ફરીયાદ પછી તો રીતસરનો જ હડકંપ જ મચી જવા પામ્યો હોવાનો વર્તારો દર્શાય છે. રાજકારણીઓ અને સરકારી બાબુઓ તથા કામ રાખનારાઓ કેવા કેવા પોલમપોલ આદરે છે તેનો ખુલાસો આ કેસમાં થવા પામી ગયો છે. સીઆઈડી ક્રાઈમ તેની ગંભીરતાથી તપાસ કરી રહી છે ત્યારે અધિકારઅીો અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે મહીસાગરમાં ધાક બેસાડતી કાર્યવાહી કરાઈ છે તેવી જ ગાંધીધામ સંકુલમાં પણ જો કોઈ જાગૃત નાગરીક આગળ આવે, આરટીઆઈ મારફતે સચોટ માહીતીઓ માંગે તો કાગળ પર જ નલ સે જળ યોજનામાં નળ સે છળ જ થયુ હોવાનો મોટો અને કરોડોનું કૌભાંડ બહાર આવી શકે તેમ કહેવાય છે. ગાંધીધામમાં નળ સે જળ યોજના તળે ૩૦ કરોડથી વધુના કામો કરવામા આવ્યા હોવાનો દાવો કરાય છે પરંતુ આ કામો મોટાભાગના કાગળ પર જ થયા છે. જયા કામો કરવામા આવ્યા છે ત્યાં વાલ્વ-જોડાણો જ નથી આપવામાં આવ્યા, તો લોકોના ઘરોમાં નળથી જળના બદલે નળથી છળ જ આચરાયુ હોવાનું ફલિત થઈ જશે ને?મહીસાગરમાં આચરેલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે રરમી જુનના રોજ ફરીયાદ નોધી હતી, અને તે બાદ કાર્યવાહી પણ શરૂ કરી દેતા તે કૌભાંડની આખેઆખી સિન્ડીકેટમાં ફફડાટ જ વ્યાપી જવા પામ્યો છે. જરૂર છે, ગાંધીધામમાં પણ આધાર-પુરાવાઓ એકત્રીત કરી અને નળ સે જળ યોજનામાં ફરીયાદ દાખલ થાય. નળ સે જળ યોજનાના યુનિટ મેનેજરો, જિલ્લાના કો-ઓર્ડીનેટર, ઈન્ચાર્જ કો-ઓર્ડનેટર, આસીસટન્ટ, આસીસટન્ટ ટેકનીલક મેનેજર, આસીસટન્ટ ટેકનિકલ સહિતનાઓ ઉપરાંત નગરપાલીકાના જવાબદારોની પણ ચોકકસથી મોટી ભુમિકા ફીટ થઈ શકે એમ છે. સરકારે સારી
યોજના જાહેર કરી છે પરંતુ તેની અમલવારીમાં જ લીંપાપોતી તથા કામ રાખનારા ઠેકેદારો સાથે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના બની બેઠલાઓની મીલીભગત જ કારણભુત થઈ જતી હોવાથી કયાંય કામોમાં ભલીવાર જણાતી જ ન હોવાનો કચવાટ ગાંધીધામ સંકુલના ભોગગ્રસ્તોમાથી પણ સામે આવવા પામી રહ્યો છે.

Comments