Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં દારૂબંધીના લીરેલીરાઃ નામચીન બુટલેગર  યુવરાજનો દોઢ કરોડનો દારૂ તલવાણા પાસેથી ઝડપાયો 

10 July

સ્થાનિક પોલીસ સફાળી ઉંધમાથી જાગીં? અનોપ બાદ યુવરાજ યાદ આવ્યો!




ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ - ૨૬૧૭૯ કિંમત રૂપિયા ૧,૫૩,૮૬,૫૦૦/- નો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
 પશ્ચિમ કચ્છ ભુજ


ભુજના કેરા પાસેથી કરોડોના દારૂ પકડાવવાનો સિલસિલો થંભ્યો નથી કે, હવે માંડવીના કોડાય પાસેથી દોઢ કરોડની રકમનો દારૂ આઈઓસી લખેલ ટેન્કરમાથી પકડાયો છે. પુુષ્પા સ્ટાઈલથી દારૂ ઘુસાડાય તે પહેલા જ ઝડપાઈ જવા પામ્યો


ખાટલે મોટી ખોટ : દોઢ કરોડનો દારૂ ઝડપાયયો તેનાથી યુવરાજને કોઈ જ ફર્ક નહી પડે, ત્રણ ગાડીનું કામ છે? બેથી ત્રણ દીવસમાં યુવરાજ કરી લેશે સરભર : યુવરાજ રાજસ્થાન-હરીયાણા-મહારાષ્ટ્ર બધી જ લાઈનોથી મંગાવે છે ધુમ દારૂ : રાજસ્થાનથી બનાસકાંઠા-સામખીયાળી થઈ અને મુંદરાથી માંડવી-અબડાસા સુધી પહોચતો હતો દારૂ : ત્રગડીમાં એસએમસી ત્રાટકયા બાદ યુવરાજને કોઈજ ફર્ક ન પડયો અને તેણે જીતીયા સાથે સેટીંગ કરી અને અબડાસા પટ્ટામાં દારૂ કટીંગ કરવાનું કરી દીધુ હતુ ચાલુ, કેટલો ફાટીને ફુલેકે ગયો છે આ યુવરાજ..!, ત્રગડી વાળા પ્રકરણમાં પણ યુવરાજે ૧ શખ્સને ગોઠવણથી રજુ કર્યો તો બાકીના ત્રણ સાથીદારો બિનધાસ્ત ત્રગડી પટ્ટામાં ફરતા હોવાની છે ચર્ચા : અનોપ હોય કે યુવરાજ આ બધાયને માલ સપ્લાય કોણ કરે છે? પુનો જ આ બધાયને માલ સપ્યાલ કરતો હોવાની છે ચર્ચા



યુવરાજ અનોપ રાઠોડનો જ ચેલો છે, પાંચ-આઠ વરસ પહેલા અનોપ પાસે જ યુવરાજ કરતો હતો કટીગનું કામ : યુવરાજ પર કેસો ધણા થઈ ગયા હાવેાથી નવા નવા ફોલ્ડરીયાઓ 
કરી રહ્યો છે ઉભા, માલ તો યુવરાજ જ મંગાવે છે, કેસ થાય એટલે તેના માણસને પકડાવી દઈ ખુદ બહરનો બહાર જઈ જતો હોય છે



ગાંધીધામ : માંડવી તાલુકાના કોડાય નજીક એલસીબીની ટીમ દ્વારા નામચીન બૂટલેગર યુવરાજ નો કરોડોનો દારૂ પકડયો હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ એલસીબી ટીમ દ્વારા માંડવી તાલુકા કોડાય નજીક પુષ્પા સ્ટાઈલથી ટેન્કરમાં છુપાવીને દારૂ લઈ જવાતો હતો તેને પકડી પાડયો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી. દારૂનો જથ્થો બૂટલેગર યુવરાજનો હોવાનું ખુલ્યુ હતું. જેમાં ૧ કરોડ ૫૩ લાખ ૮૬ હજાર ૫૦૦ની કિમતની ૨૬ હજાર ૧૭૯ બોટલ દારૂની કબ્જે કરવામાં આવી હતી. સાથે જ ૧૦ લાખનું  ટેન્કર અને ૪૦ હજારના ૪ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.  ત્રગડીના નામચીન બૂટલેગર યુવરાજે અગાઉ પણ અનેક વખત મોટી ખેપો મારી છે. અને તે દારૂના ધંધામાં નામચીન છે. ત્યારે એલસીબીના ટીમે ૧ કરોડ ૬૪ લાખ ૨૬ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, 
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ છે. જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, 
પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એ.એસ.આઇ. નિલેશભાઇભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, સુનિલકુમાર પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા 
પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, કલ્પેશકુમાર ચૌધરી તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઇન્ચાર્જ 
પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા રહે. ગામ ખાનાય તા.અબડાસા વાળાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહાર થી ગેસના ટેન્કર આર.ટી.ઓ. રજીસ્ટર .નંબર- ય્ત્ન ૦૬ છેં ૬૬૬૯વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મંગાવેલ હોઇ અને તે ટેન્કર મુંદરા થી માંડવી સુધી લાવવા સારૂ યુવરાજસિંહ જાડેજા 
પોતાના કબ્જાની સફેદ કલરની ફોર્ચ્યુનર કાર થીટેન્કર આગળ પાઇલોટીંગ કરી રહેલ છે અને હાલે આ ગેસનું ટેન્કર મુંદરા-માંડવી રોડ પર તલવાણા ગામપાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે રોડ પર ઉભેલ છે અને આ ગેસના ટેન્કરમાં રહેલ જથ્થો રાત્રીના સમયે કટીંગ કરવાના છે. જે હકીકત આધારે તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની  કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૨૦૬/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોડાય 
પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં 
આવ્યો છે.



.................



પશ્ચીમ કચ્છ તટસ્થ એસપીશ્રી કરાવે તપાસ

ભ્રષ્ટ વિજય છે બુટલેગરોનો મોટો વહીવટદાર :
યુવરાજના માસીક ૪૦ લાખનો બાંધેલ છે હપ્તો.!



ભચાઉ પટ્ટામાં માટીની દૈનીક ૪૦૦ ગાડીઓથી માંડીને જિલ્લાભરમાં બેનામી ધંધાવાળઓથી હપ્તાની ગોઠવણનું મોટુ નેટવર્ક ધરાવતો વિજય જયા સુધી કચ્છથી પાંચ જિલ્લાની સરહદો દુર નહી ટપાવાય ત્યાં સુધી દારૂ સદંતર બંધ નહી થાય : વિજય વિવિધ સારી શાખાઓ બાદ પશ્ચીમ કચ્છમાં ડી સ્ટાફમાં મોકાનું સ્થાન મેળવી વહીવટની સંભાળી હતીધુરા : યુવરાજ-અનોપ-પુનો બધાયના દારૂના ધંધામાં કોને કેટલા આપવા તે વિજય જ કરે છે નકકી


આ વિજય એસયુવી ૭૦૦ જેવી લાખોની મોંઘીદાટ ગાડી ફરાવે છે તે કોની છે? તપાસ કરો તો ખ્યાલ આવશે કે યુવરાજની જ ગાડી આ ભ્રષ્ટ વિજય ફેરવી રહ્યો છે?



ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં નાના મોટા હપ્તાખોરો ઉપરાંત જિલ્લાભરમાં અલગ અલગ એજન્સીઓ સહિતનાઓના બુટલેગરો પાસેથી સેકસનના સેટીંગ વિજય નામનો શખ્સ જ કરી રહ્યો હોવાનુ મનાય છે. આ વિજય વિવિધ મોટી મોટી શાખાઓ અને મહત્વપૂર્ણ જગ્યાઓમાં ફરજ બજાવી ચૂકયો છે. ભચાઉ પટ્ટામાં પણ આ વિજયને રોજની માટીની ૪૦૦ ગાડીઓ-ખનીજ સહિતના હપ્તાઓ ઉઘરાવાવની જવાબદારી મળી ચુકી છે. એક સમય હતો કે પૂર્વ્‌ કચ્છમાં ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટ વકરી હતી અને તે વખતે ખાખીના આ વહીવટદારોએ ઝોન જ પાડી દીધા હતા અને તે અનુસાર જ બધાય ઉઘરાણા કરવાના રહેતા હતા. તે વખતે પણ માટી-ખનીજમાં આ વિજયનુ નામ ચકચારી હતુ. તે બાદ પશ્ચીમ કચ્છ સહિતની મુખ્ય શાખાઓમાં તે સેવા કરી ચુકયો છે અને હાલમાં માનકુવા આસપાસમાં નોકરી કરી અને વહીવટદારની ભુમિકા નિભાજવતો હતો. કહેવાય છે કે, ટોપ ટુ બોટમને યુવરાજનાદારૂના ધંધા પેટે આ વિજય ૩૦થી ૪૦ લાખનું માસિક બાંધણું કરી બેઠો હતો. આ તો એક જ બુટલેગર છે, આવા અન્ય બુટલેગરો ઉપરાંતના બીજા ધંધાવાળાઓ કેટલા અને આ વિજયનો ભ્રષ્ટાચારનો આંક જતો કયાં હશે?




......................


યુવરાજને ભગાડી દેવા પેટે ૧૦ લાખનો તોડ કોણે કર્યો?

જો યુવરાજ દબોચાય તો ધણા રહસ્યો ખુલી જાય, ખાખીના ટોપ ટુ બોટમ હપ્તા નેટવર્કના પણ થાય ખુલાસા, એટલે યુવરાજને ભગાડી દેવાયો છે તેવુ તો નથી ને?


ગાંધીધામ : ત્રગડીમાં જે નામચીન બુટલેગર પર એસએમસી ત્રાટકી અને સવા કરોડનો દારૂનો જથ્થો પકડી ગઈ હતી તે જ યુવરાજનો દારૂ ફરીથી સ્થાનિક પોલીસે કોડાય પાસેથી દોઢ કરોડની રકમનો પકડયો છે. પરંતુ અહી મજાની વાત એ છે માત્ર દારૂનો જથ્થો પકડાયો છે, યુવરાજ અને જીતીયો જે બન્ને લીસ્ટેડ બુટલેગરો છે તે ઝડપાવવા પામ્યા નથી. જાણકારો કહી રહ્યા છે કે, યુવરાજની ધરપકડ ન થાય તે માટે તેને દસ લાખનો વહીવટ કરી લીધો છે. યુવરાજની ધરપકડ ન કરવા પટે દસ લાખનોતોડ થયો હોવાની ચર્ચા થવા પામી રહી છે. તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ કે આ તોડ કોણે કર્યો?



.....................


આ તો ભલુ થજો સ્ટેટ મોનીટરીંગ સેલનું કે..,


ગાંધીધામ : કચ્છમાં દારૂનું વિકરાળ નેટવર્ક ફેલાયેલુ હતુ અને તેમાં અમુક બની બેઠલા ખાખીધારીઓને પણ લીલાલહેર જ થવા પામી હતી તેની ચાડી ખાતી ઘટનાઓ સતત સામે આવવા પામી રહી છે. માંડવીના ત્રગડીમાં અને તે બાદ ભુજના કેરામાં બબ્બે વખત એસએમસીએ સફળ મોટી રેઈડ કરી તે બાદ હવે સ્થાનિક પોલીસને લાજ શરમ બચાવવા હવાતીયા મારવાની સ્થિતી સર્જાઈ હોય તેમ દારૂ પકડાઈ રહ્યો છે. કેરામાં અનેાપનો દારૂ સ્થાનિક પોલીસે પકડયો તો હવે માંડવીના ત્રગડીના કુખ્યાત બુટલેગર યુવરાજનો દોઢ કરોડનો દારૂનો જ્થથો કચ્છ પેાલીસે પકડયો છે. એટલે જાણકારો કહે છે કે સારૂ થયુ કે બે મોટા દરોડા એસએમસી પાડી ગઈ અને અહી દારૂના હાટડાઓ અને ધંધાઓ કેટકેટલા ધમધમી રહ્યા છે તેની જાણ નાકકાપીને સ્થાનિક પોલીસને કરી ગઈ. હાલમાં જે દારૂનો જથ્થો પકડાય છે તે કયાંક ને કયાંક આબરૂ બચાવવાનોખેલ તો નથી ને? જે હોય તો, જાણકારો કહે છે કે, ભલુ થજો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનુ કે જેઓએ બે દરોડા પાડયા બાદ સ્થાનિક પોલીસ ઉંઘમાંથી સફાઈ જાગી તો ખરી.



..................


કોડાય પોલીસના જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં ?


ભુજ : દોઢ મહિના પહેલા ત્રગડીમાં ૮૩.૭૮ લાખનો દારૂ પકડાયો ત્યારે માંડવી મરીન પોલીસના પીઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ કેરામાં એસએમસીએ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડી ૧.ર૮ કરોડનો દારૂ પકડ્યો ત્યારે માનકૂવાના પીઆઈ અને પીએસઆઈને માત્ર લિવ રિર્ઝવમાં મૂકીને તપાસ ચાલુ હોવાનું રટણ રજૂ કરાયું હતું. હજુ સુધી તેમાં કોઈ પગલાં લેવાયા નથી ત્યારે હવે એલસીબીએ કોડાય પોલીસની હદમાં પશ્ચિમ કચ્છનો સૌથી મોટો ૧.પ૪ કરોડનો શરાબ ઝડપી લીધો છે. તેમાં કોઈ કાર્યવાહી થશે કે નહીં તેની પાછળ ચર્ચાઓ તેજ બની છે. એસએમસીના જ બે દરોડામાં ૮૩ લાખમાં સસ્પેન્ડના પગલાં અને ૧.ર૮ કરોડના દારૂમાં માત્ર સાઈડ લાઈન કરવામાં આવતા અંદર ખાને પણ પોલીસની કાર્યવાહી અંગે ચર્ચાઓનો દોર જામ્યો છે. 


...............


શરાબ પકડાયો તેમાં ભાવ વધી ગયા 


ભુજ : ઉપરાઉપરી દોઢ મહિનામાં એસએમસીના બે દરોડા અને આ કાર્યવાહી બાદ અંદાજે સાડા ત્રણ કરોડનો શરાબ પશ્ચિમ કચ્છમાં પકડાઈ ગયો છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, પશ્ચિમ કચ્છમાં કેટલો શરાબ આવતો હશે અને કેટલો પીવાતો હશે. જોકે ઉપરાઉપરી કાર્યવાહી બાદ નાના બુટલેગરોએ હાલ તબક્કે ધંધો બંધ કરવા સાથે ભાવ વધારી દીધા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. 


......................

શરાબ રાખવાની જગ્યા ખુટતા માંડવી પોલીસ સ્ટેશનમાં માલ રખાયો 


ભુજ : કોડાયનું પોલીસ સ્ટેશન ચોકીમાં ચાલે છે. હજી સુધી નવી ઈમારતને મંજૂરી મળી નથી. ગઈકાલે ટેન્કર  લાવી ગેસ કટરની મદદથી ટેન્કરને કાપી પેટીઓ ઉતારતા આખી પોલીસ ચોકી દારૂની પેટીઓથી ભરાઈ ગઈ હતી. વરસાદી માહોલ વચ્ચે ખુલ્લામાં પેટીઓ રાખવી યોગ્ય ન જણાતા તમામ પેટીઓ માંડવી પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી. માંડવીમાં પશ્ચિમ કચ્છનું સૌથી મોટું અને સ્માર્ટ પોલીસ સ્ટેશન હોતા અહીં તમામ મુદ્દામાલ સાચવીને રાખવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં શરાબ ઝડપાતા લોકોમાં આ દરોડો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.


...............


કબ્જે કરેલ મુદ્દામાલ

કુલ્લે કી.રૂ. ૧, ૬૪, ૨૬, ૫૦૦/-) ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૨૬૧૭૯, કી.રૂા. ૧,૫૩,૮૬,૫૦૦/-, ગેસનુ ટેન્કર રજી.નં. ય્ત્ન ૦૬ છેં ૬૬૬૯ કી.રૂા. ૧૦,૦૦,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ- ૦૩ કી.રૂા. ૪૦,૦૦૦/-


...........................

હાજર મળી આવેલ આરોપી


કૃષ્ણકુમાર માલારામ જાટ (ચૌધરી) ઉ.વ.૨૪ રહે. ઈન્દ્રાવાસ, ખડીન તા.રામસર થાના રામસર જીલ્લો. બાડમેર રાજસ્થાન., લોકેન્દ્રસિંહ 
પુરનસિંહ રાજપુત ગામ ઉ.વ. ૨૧ રહે.ગામ જેકરીયા તા.લાડનું થાના જસવંતગઢ જીલ્લો નાગોર રાજસ્થાન, રામદેવસિંહ ઉર્ફે રૂતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ. ૨૫ રહે. ગામ ગુંદીયારી તા.માંડવી



.............


હાજર નહી મળી આવેલ આરોપી


યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી (લીસ્ટેડ બુટલેગર), જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા રહે. ખાનાય તા.અબડાસા કચ્છ. (લીસ્ટેડ બુટલેગર)




 

Comments

COMMENT / REPLY FROM