Trending News
સ્થાનિક સમાચાર

ડીજીના આગમન પહેલા કચ્છ પોલીસમાં એકાએક વધી સ્ફુર્તિ 

10 July

અનોપને પકડી લીધો, બીજા દીવસે યુવરાજનો દારૂ પકડતા ચકચાર

માનકુવામાંથી અનોપનો લાખોનો દારૂ પકડાયો, એસએમસીના દરોડા બાદ પણ સતત વોન્ટેડ અને બિનધાસ્ત ફરતો લીસ્ટેડ બુટલેગર અનોપને પણ પકડી લેવાયો, તેના બીજા જ દીવસે તલાવણા પાસેથી યુવરાજનો દોઢ કરોડનો દારૂ પકડાયો, આ બધુ જ ડીજીના આગમનની હકારાત્મક ઈફેકટ છે કે કેમ? જાણકારોમાં જામી ચર્ચા

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી દ્વારા દારૂના ધંધાર્થીઓની કમર તોડવાની દીશામાં થયેલી લાલઆંખ ભરી કાર્યવાહી આવકારદાયક, હવે કરોડોના દારૂ મંગાવનાર ફરાર બુટલેગરોને પકડો તથા તેની મદદગારીમાં રહેલા ભ્રષ્ટ ખાખીધારીઓની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરાય તે તરફ મંડાયા છે મીટ

બબ્બે દરોડા એસએમસીએ ત્રાટકીને પાડયા, જે બાદ સ્થાનિક પોલીસે પણ લાખોનો દારૂ પકડયો, એટલે અહી દારૂ કેટલી માત્રામાં આવતો હશે, તે તો સમજી જ શકાય છે? ડીજીના આગમનના ભણકારા થયા અને સ્થાનિક પોલીસે પણ કાયદાનો ધોક્કો પછાડયો કે કેમ?




ગાંધીધામ : સીમાવર્તી કચ્છ જિલ્લામાં દારૂબંધીને લઈને સવાલો ઉઠવા પામી જાય તે રીતે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી અને સફળ દરોડાઓ પાડી દીધા હતા. માંડવીના ત્રગડીમાં સવા કરાડેનો દારૂ તથા ભુજના કેરા વિસ્તારમાં પણ અનોપ જેવા બુટલેગરનો સવા કરોડની આસપાસનો દારૂનો જથ્થો કટીંગ થતી અવસ્થાએ જ દબોચી લીધો હતો. તે પછી પણ અનોપ જેવો બુટલેગર બેખોફીથી ફરી રહ્યો હતો અને તેના દારૂનું કટીંગ બાદમાં પણ ચાલું જ રહ્યુ હતુ. એસએમસીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની ભુમીકાઓ સામે પણ સવાલ ઉઠયા હતા ઉપરાંત પણ અનોપ બિનધાસ્ત અને બેખોફીથી જ તેનો દારૂ પણ ઠલવાતો જ રહ્યો હતો. તે દરમ્યાન જ હવે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય કચ્છ પધારી રહ્યા છે. તેઓ આવતીકાલે કચ્છના ભુજમાં આઈજી કચેરી મધ્યે લોકસંવાદ-લોકોની રજુઆતો-પ્રશ્નોને સાંભળવા આવી રહયા હોવાની વાત સામે આવી રહી છે. બરાબર તે જ સમયે કચ્છ પોલીસમાં એકાએક જ સ્ફુર્તિ વધી જવા પામી હોવાની વાત પણ લોક મુખે ભારે ચર્ચાવા પામી રહી છે. 
પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, પાછલા બેથી ત્રણ દીવસમાં કચ્છમાંથી મોટા મોટા દારૂના જથ્થાઓ સ્થાનિક પોલીસ પકડી રહી છે તો વળી લીસ્ટેડ બુટલેગર તથા જેનુ નામ વિવિધ દારૂના કેસોમાં સતત ચર્ચાતુ રહ્યુ છે અને એસએમસીએ દરોડા પાડયા તેમાં પણ જે નામચીન બુટલેગરનું નામ ઉછળ્યુ તેવા અનોપસિંહ રાઠોડને પણ દબોચી લેવામા અવ્યો છે? જાણકારો કહે છે કે આ યોગાનુ યોાગ છે કે પછી ડીજીપીશ્રીના કચ્છ આગમના ભણકારાની હકારાત્મક અરસ? કારણ કે, એકતરફ નાસ્તો ફરતો અને કરોડોના દારૂ ઠાલવનારો નામચીન બુટલેગર અનોપ ઝડપાયા છે તેના બીજા જ દીવસે યુવરાજ જેવા મોટા બુટલેગરનો દોઢ કરોડનો દારૂ પકડાયો છે. અહી જાણકારો કહે છે કે પોલીસ આટઆટલો દારૂ પકડી રહી છે તો અગાઉ જે ઠલવાઈ ગયો હશે તેનો આંક કયા જતો હશે? એટલે કચ્છમાં રાજસ્થાન, 
હરીયાણા અને મહારાષ્ટ્ર લાઈનોથી મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હતો એ તો આ વાત પરથી સાચુ થવા પામી જ ગયુ છે? ખેર આ કાર્યવાહી જે થઈ છે તે સારી અને આવકારદાયક જ છે, કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી અને તેમની ટીમ દ્વારા દારૂના મોટા જથ્થાઓ પકડાયા છે તે આવકારદાય જ છે પરંતુ હવે ફરાર યુવરાજ જેવા બુટલેગરોને પણ ફીટ કરો, એટલુ માત્ર જ નહી પણ અનોપ, યુવરાજ અને પુના જેવા મોટા મોટા બુટલેગરોને હિમંત આપનારા ખાખીના અમુક બની બેઠલા ભ્રષ્ટ તત્વોને પણ શબક શીખવાડાય તે સમયનો તકાજો બની રહ્યો છે.



...............


રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આવતીકાલે ભુજના પ્રવાસે

ભુજમાં કચ્છ સરહદી રેન્જની કચેરી મધ્યે પોલીસ વડા વિકાસ સહાય સામાન્ય જનતાને મળીને તેમની રજૂઆતો સાંભળશે 

ડીજીપી શ્રી પોલીસના વહીવટદારોનો કઢાવે કાચોચીઠ્ઠો : વહીવટદારોનો કાફલો કેટલો મોટો છે? એ લીસ્ટ માત્ર મેળવો? કચ્છ બહાર બદલી દીધેલા વહીવટદારો ફરીથી કેમ હતા ત્યાં જ કચ્છમાં ગોઠવાઈ ગયા ? જો સારા જ હતા તો કેમ બદલાવાયા? અને સજામાં બદલાવાયા તો પછી ફરીથી કચ્છમાં કેવી રીતે ગોઠવાયા?



ગાંધીનગર :ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યા બાદ તેઓ એક્શન મોડમાં જણાઈ રહ્યા છે. ગત રોજ બુધવારે તેમણે દરેક રેન્જ આઈજી અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મુલાકાત કર્યા બાદ સમગ્ર રાજ્યમાં નશાખોરી ડામવા માટે મેડિકલો અને શાળા-કોલેજોની આસપાસ તપાસ કરવા ડ્રાઈવ આપી હતી. જે બાદ તેઓ પ્રથમ વખત સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે ભુજની મુલાકાતે આવી રહ્યા છે અને ભુજ રેન્જ આઇ.જી ઓફિસ ખાતે સામાન્ય જનતાને મળીને તેમની રજૂઆતો સાંભળશે.  રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ સોશિયલ મીડિયા ‘ટ’ પર પોસ્ટ કરીને કહ્યું છે કે હું ૧૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ ભુજની સત્તાવાર મુલાકાતે હોઈશ. હું ફરિયાદ નિવારણ માટે સામાન્ય જનતાને પોલીસ મહાનિરીક્ષકનું કાર્યાલય, બોર્ડર રેન્જ, હરિપર રોડ, ભુજ ખાતે બપોરના ૩ થી ૪ વાગ્યા દરમિયાન મળીશ. આઈજીપીશ્રીના આગમનને પગલે તૈયારીઓનો આતંરીક ધમધમાટ પણ તેજ બની જવા પામ્યો છે.
 

Comments

COMMENT / REPLY FROM