Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના કુખ્યાત સીએચએ આણી ટોળકી પર મુંદરા માં ડિઝલ દાણચોરી મામલે તવાઈ : દિલ્હી ડીઆરઆઈની ધોંષ

10 July

એમએચઓની આડમા ડીઝલની ધૂમ દાણચોરી?



મુંદરા-કંડલામાં એમએચઓના નામે પ્યોર ડિજલ ઠાલવાતા હોવાના વધ્યા છે કિસ્સા : પાછલા અમુક સમયથી કન્ટઈનરો બહારની એજન્સી અટકવાતી હોવાની બહાર અવે છે વાતો : ગાંધીધામના કુખ્યાત સીએચએ દ્વારા હવે પહેલા માત્ર કન્ટેનરો બુક થતા, હવે વશેલ્સ મંગાવવાની કરે છે વેતરણ : કચ્છમાં એક મોટું નેટવર્ક ડિજલ દાણચોરીનું ધમધમતુ હોવાની છે આશંકા

પંદરેક દીવસ પહેલા ત્રાટકેલી દિલ્હી ડીઆરઆઈ દ્વારા કન્સાઈનમેન્ટ અટકાવી લીધેલા સેમ્પલો બાદ ચોકકસ કન્ટેઈનર અટકાવી વધુ તપાસ હાથ ધરી હોવાની ચર્ચા : મુંદરા-ગાંધીધામ-અમદાવાદ-મુંબઈ સુધી ફેલાયેલ છે નેટવર્ક



ગાંધીધામ : કચ્છના બંદરો પર માઈક્રો હાઈડ્રા કાર્બનના નામે શુદ્ધ ડીઝલની દાણચોરી કરવામા એક મોટી નેકસસ એટલે કે ટોળકી જ સક્રીય બનેલી હોય તેમ અહી એજન્સીઓ ત્રાટકતી જ રહેતી હોય છે. તાજેતરમાં જ પંદરેક દીવસ પહેલા દિલ્હી ડીઆરઆઈ અહીત્રાટકી અને કેટલાક કન્સાઈનમેન્ટઅ અટકાવ્યા બાદ હવે તેના સેમ્પલ રીપોર્ટ આવતા તપાસ વધુ તેજ બની જવા પામી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. 
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર દિલ્હી ડીઆરઆઈ દ્વારા થોડા સમય પહેલા જ મુંદરામાં ત્રાટકી અને વિવિધ ચોકકસ ઈનપુટસવાળા કન્ટેઈનરોમાંથી સેમ્પલીંગ કરવામા આવ્યા હતા અને આ કન્ટેઈનરોમાથી લીધેલા સેમ્પલો કંડલા કસ્ટમ લેબ નહી પણ સીજીપીએલ દિલ્હી કસ્ટમની સેન્ટ્રલ લેબમાં જ મોકલી આપ્યા હતા. જાણકારો કહી રહ્યા છે કે, આ સેમ્પલોના રીપોર્ટ આવી ગયા છે અને આશંકા અનુસાર તે પ્યોર ડિજલ જ હોવાની વાત સામે આવી રહી છે. હવે આ બાબતે વધુ આગળની તપાસ હાથ ધરવામા આવી છે. જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈજ મગનું નામ મરી નથી પાડી રહ્યુ પણ સુત્રો કહે છે કે, હાલમા પાછલા અમુક સમયથી મુંદરા-કંડલા બંદર પર એમએચઓ માઈક્રો હાઈડ્રો કાર્બનના નામે પ્યોર ડિજલ જ મંગાવવામાં આવી રહ્યુ છે અને તેમાં ગાંધીધામનો એક કુખ્યાત બની બેઠેલ સીએચએ ભુંડી ભુમિકા ધરાવી રહ્યો છે. આ કુખ્યાત શખ્સ ડીઝલ દાણચોરીમાં સતત ચર્ચામાં આવતો જ રહે છે. તે અગાઉ કન્ટેઈનરો હેન્ડલ કરતો હતો પરંતુ હવે તે આખેઆખા વેશલ્સ જ બુક કરવાની વેતરણો કરતો રહે છે અને તેની સાથે મોટી પાર્ટીઓ પણ તેમાં રોકાણ કરતી હેાવાનુ મનાય છે. આ શખ્સોનું એક મોટુ નેટવર્ક ફેલાયેલુ હોવાનુ મનાય છે. આ સીએચએ દ્વારા જ તમામ પ્રકારના વહીવટનું સેટીંગ કરવામા આવી રહ્યું છે. આ વખતે તેના સેમ્પલોની હેરફેર કેમ થઈ ન શકી? તેનેલઈને પણ સવાલો થાવ પામી રહ્યા છે.

.................

મુંદરામાં ફટાકડાની સ્મગલીંગ કેસમાં પણ 
કાસેઝની પેઢીનું લાયસન્સ કેમ ન થાય રદ 



ગાંધીધામ : મુંદરામાં ગત સપ્તાહે જ મુંબઈ ડીઆરઆઈની ટુકડી ત્રાટકી હતી અને ત્યાં બર્થ ડે પાર્ટીની ચીજવસ્તુઓ દેખાડી પ્રતિબંધિત ફટાકડાઓ મંગાવાયાની આશંકાઓ સાથે તપાસ કરાઈ હતી અને મુંદરામાં તો કન્ટેઈનર ૧ બ્લોક કરી જ દેવાયુ હતુ. ત્યારે તેનો રેલો કાસેઝ ભણી પણ લંબાયો હતો. આ કેસમાં જાણકારો કહે છે કે મુંબઈ ડીઆરઆઈએ કાસેઝમાં પંચનામુ કરી અને પરત જતી રહી છે. જો હકીકતમા ંકાસેઝવાળી પેઢીમાંથી પણ ફટાકડાનો જથ્થો મળવા પામ્યો હોય તો તે પેઢીનુ એલઓએ જ તાત્કાલીક ધોરણે રદ કરી દેવુ જોઈએ તેમ જાણકારો કહી રહયા છે.

Comments

COMMENT / REPLY FROM