Trending News
સ્થાનિક સમાચાર

દેશીદારૂના હાટડા ઘટયા, નશાનીબાટલી-ડુપ્લીકેટ શિરપનો ગાંધીધામ સંકુલમાં ઠેરઠેર ધૂમ વેપલો : મેડીકલ સ્ટોર અડ્ડા!

10 July

એકાદ કેસ કરીને પોલીસે કામગીરી કર્યાનો સંતોષ માન્યો..!




ગુજરાત રાજય પોલીસ વડાએ જયારથી એસએમસીમાં રોયને મુકયા અને શ્રી રોય દ્વારા રાજયભરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તે વખતે જે દરોડાઓ પાડયા તે બાદ બુટલેગરો નશાની બાટલીઓ-ડુપ્લીકેટ શિરપ તરફ વળ્યા : મેડકીલ સ્ટોર્સ પર આવી બાટલીઓનું બેખોફ થયુ વેંચાણ : મેડીકલ સ્ટોર્સ પર ગઈકાલે જે કાર્યવાહી થઈ છે તે તો પાસેરામા પુણી સમાન જ કહેવાય!


મેડીકલ સ્ટોર્સ પર જે ડુપ્લીકેટ શિરપ આવે છે તેનો જથ્થો સપ્લાય કોણ કરે છે? જે-જે મેડીકલ સ્ટોર્સમાંથી આવી શિરપની બાટલીઓ ઝડપાઈ છે, તેમને પુછો લેતા કયાથી હતા? તેના મેન્યુફેકચરર કોણ છે? કચ્છમાં માંડવી-મુંદરા પટ્ટો ડુપ્લીકેટ શિરપનો બન્યો છે એપીસેન્ટર..!


ખાટલે મોટી ખોટ : રાજયભરમાં ગઈકાલે તવાઈ બોલાવી હતી, ઠેર ઠેર પોલીસે દરોડા પાડયા, ર્પૂર્વ કચ્છમાં પણ સમ ખાવા પુરતો એકાદ કેસ -છુટીછવાઈ બાટલીઓ પકડાઈ પરંતુ ઔદ્યોગીક નગરી ગાંધીધામના કેટલાક મેડીકલ સ્ટોર્સમાં આવી નશાનીબાટલીઓ આર્યુવૈદિક શીરપના નામે આજે પણ બેરોકટોક મળી રહેતી હોવાની ચર્ચા : શું ર્પોલીસતંત્ર આવા મેડીકલ સ્ટોર્સવાળાઓ બાબતે અજાણ છે કે પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોઢામાં આપી દેવાયા છે ડુચ્ચાં.! : ભારતનગર આસપાસના વિસ્તારમાં, શહેરના કલેકટર રોડ વિસ્તારમાં આવેલા અમુક મેડીકલ સ્ટોર્સ પર ડુપ્લીકેટ શિરપના વેપલા પર કોના ચાર હાથ? : ૧પ૬ મેડીલક સ્ટોર્સ પર તપાસ કરાઈ અને નકલી શિરપ મળી એક જમાંથી? લ્યો બોલો..આટલા બધા વ્યાયામ બાદ પણ હાથ લાગી ગણી ગાઠી બાટલી.! : શું અન્ય બાટલી વેચનારાઓને પોલીસ તવાઈની આગોતરી જાણ મળી ગઈ હતી કે શુ?


મોટાભાગે મેડીકલ સ્ટોર્સમાં ફાર્મસીસ્ટ પણ હોતા નથી, ફકત સર્ટીફીકેટ જ હોય છે, પોતે તો અન્યત્ર જ નોકરી કરતા હોય છે...!



ગાંધીધામ : ગુજરાત સરકાર દારૂબંધીને લઈને કડક નિયમો બનાવી રહી છે અને તેની સજજડ અમલવારી કરાવી રહી છે, દેશીદારૂ પર પણ જયારથી એસએમસીની કમાન નિર્લિપ્ત રાયને સોપાઈ ત્યારથી જ તેઓ બરાબરના ત્રાટકી રહ્યા હોવાથી  મોાટભાગે રાજયમાં કન્ટ્રીમેડ દારૂ પર ધોંષ જ બોલાવાઈ રહી છે ત્યારે હવે નશાના કારોબારીઓ અને નશેડીઓ પણ નશો કરવાના નીતનવા પેંતરા શોધી લેતા હોય છે અને તેના જ ભાગરૂપે રાજયભરમાં પાછલા કેટલાક સમયથી આર્યુવૈદીક હર્બલ અથવા તો ડુપ્લીકેટ કફ શિરપના નામે મોટા પ્રમાણમાં નશાની બાટલીનાનેટવર્ક ધમધમી ઉઠયા હતા અને તેના લીધે જ ગંભીર પ્રકારની  ઝેરી કેફીપીણાકાંડની ઘટનાઓ પણ બની જવા પામી છે. 
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગ્તો અનુસાર રાજય સહિત ગત રોજ કચ્છમાં પણ પોલીસે તવાઈ બોલાવી હતી. જો કે ગાંધીધામની વાત કરીએ તો ૧પર જગ્યાએ તપાસ કરાઈ તેમાથી એકાદ કેસ અને તે પણ જાણવા જોગ જ થવા પામતા જાણકારોમાં ચર્ચાઓ થવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આવી નશાની બાટલીઓ ગાંધીધામ-કડલા કોમ્પલેક્ષમાં મોટાપાયે અમુક મેડીકલ સ્ટોર્સ પર ધુમ વેંચાઈ જ રહી છે છતા એક જ કેસ અને તે પણ જાણવા જોગ માત્ર કરાઈ છે. આવુ કેમ?શહેરમાં અમુક મેડીકલ સ્ટોર્સવાળા આવી જ ડુપ્લીકેટ શિરપના નામે નશાની બાટલીઓ બેખોફીથી વેંચી રહ્યા છે. ભારતનગર આસપાસના વિસ્તાર હોય કે પછી શહેરના કલેકટર રોડ પર આવેલા અમુક મેડીકલવાળાઓ પર જો આકસ્મીક તપાસ બોલાવાવમાં આવશે તો આવા કફ સિરપની બાટલીઓના વેપલાનો ખુલાસો થવા પામી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે. શુ પોલીસ આવા મેડીકલસ્ટોર્સવાળાઓને લઈને અજાણ હતા કે પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગવાળાઓના ગજવા ગરમ થઈ જતા હોવાથી તેઓ અહી સરપ્રાઇઝ તવાઈ બોલાવવા બાબતે આંખે પાટા બાંધી લીધા અને કાલે અહી ત્રાટકયા નથી? અથવા તો ત્રાટકયા હોય તો એક યા બીજી રીતે આવા કફ શિરપનો વેપલો કરનારાઓને આગોતરી જાણ એક યા બીજી રીતે થવા પામી ગઈ હતી? અહી સોથી મોટો સવાલ એ થવા પામી રહ્યો છે કે, જે શખ્સો પાસેથી શિરપની બોટલો પકડાઈ છે તેઓને આ કફ શિરપ સપ્લાય કોણ કરતુ હતુ? કયાથી આ 
માલ આવતો હતો? મેન્યુફેકચરીંગ કરનારા કોણ છે? મુંદરા પટ્ટો આ પ્રકારની ડુપ્લીકેટ કફ શિરપનો એપીસેન્ટર સમાન અડ્ડો જ બનીને બેઠો હોવાનુ પણ ચર્ચાય છે. આ તમામ પાસાઓની પણ ચકાસણીઓ કરવી જ ઘટે. 



...................
નશાબંધી-આબકારી વિભાગ કેમ ઢીલુઢફ ?

બેચ નંબર અને કંપનીની બનાવટ છે કે કેમ? તેની તપાસ કરી એકસાઇજ વિભાગે ત્રાટકવુ જોઈએ



ગાંધીધામ : નકલી કફ શિરપ બનાવવા માટે મિથેનોલની સાથે અતિ જીવલેણ સમાન ઈથેલોન જેવા કેમીકલનો પણ વપરાશ થવા પામી રહ્યો છે. આલ્કોહોલની બનાવટમાં ૧૧ ટકાથી વધુના વપરાશથી આ કેમીકલ ઝેરી બની જાય છે. જો આવી બાટલીઓમા આલ્કોહોલનો વપરાશ થાય છે અને તેમા જીવલેણ કેમીકલ ઉમેરાય છે તો પછી કચ્છમાં નશાબંધી અને આબકારી વિભાગ કેમ તદન મૌન બેઠું છે? કયા કારણોસર તે મામલે પ્રોહીબીશન એન્ડ એકસાઈઝ વિભાગ કાર્યવાહી કરતુ નથી? પગલા લેતુ નથી? બેચ નંબર અને કંપનીની બનાવટ છે કે નહી? તેની તપાસ કરી અને ત્યા ફેકટરી છે કે કેમ? તે મામલે પણ એકસાઇઝે તપાસ કરવી જોઈએ?


....................

કચ્છઉદયએ વખતોવખત મેડીકલ સ્ટોર્સમાં નશાની બાટલીઓના ઉજાગર કરેલા અહેવાલને સમર્થન


નશાની બાટલીઓનું મેડીકલ સ્ટોર્સમાં બેખોફીથી વેચાણ થતુ હોવાના અહેવાલો કચ્છઉદય દ્વારાવખતો વખત ઉજાગર કરવામાં આવ્યા છે. ગઈકાલે કચ્છમાં ઝુંબેશરૂપ રીતે પોલીસે બોલાવેલી તપાસથી આ અહેવાલોને સમર્થન મળવા પામ્યું છે. 


........................


નકલી સિરપનો સદંતર ધંધો ઠપ્પ કરો, 
નહી તો લઠ્ઠાકાંડ થતા વાર નહી લાગે.!



ગાંધીધામ : નકલી સિરપનો ધંધો ફુલ્યોફાલ્યો છે. મેડીકલ સ્ટોર્સમાં આ બાટલીનું વેચાણ કરવુ ઘણું જ સેફ અનેમોટો નફો આપનારો રોકડો ધંધો બની ગયો હોવાથી ધુમ ચાલી રહ્ય છે. જવાબદારોને પણ તેમાં કટકી આપી દેવાતી હોવાથી તેઓ પણ આંખે પાટ્ટા બાંધી લેતા હોય છે. ગઈકાલે પણ જે કાર્યવાહી થઈ છે તે નામ પુરતી હોય તેમ જાણકારો કહી રહયા છે. જો નકલી શિરપનીબાટલીઓ બંધ નહી થાય તો લઠ્ઠાકાંડ સર્જાતા વાર નહી થાય. કારણ કે ૧૧ ટકાથી વધુ આલ્કોહોલનુ પ્રમાણ ઝેરી બની જતુ હોય છે. અને તેના સેવથી આંખ જવી, લીવરને નુકસાન થવુ અને જીવલેણપણ પુરવાર થતી હોય છે.


...................


આ સ્થળો ગાંધીધામમાં બાટલીઓના  મુખ્ય અડ્ડાની છે ચર્ચા


આ સ્થળો ગાંધીધામમાં બાટલીઓના  મુખ્ય અડ્ડાની છે ચર્ચા
સેકટર-પાંચ ગણેશનગરનું મેડીકલ સ્ટોર કોડિન નશાની બાટલીનું છે મોટુ કેન્દ્ર : ગાંધીધામમાં અડઘોઅડઘ કોડીનની બાટલીઓ આ જ મેડકીલ સ્ટોરમાંથી થાય છે સપ્લાય



• નાઈન-બી હનુમાન મંદીર આસપાસના પટ્ટામાં
• નગરપાલિકા આજુબાજુમાં ચાલતી દુકાનમાં
• ચાવલા ચોક વિસ્તારના ખાવડા સ્વીટની સમીપેના વિસ્તારમાં
• પડાણા વિસ્તારના મેડીકલ સ્ટોર્સમાં
• અપનાનગર ચાર રસ્તા આસપાસમાં
• સુંદરપુરી હનુમાન મંદીર નજીકના પટ્ટામાં
• ભારતનગર-નાઈન-બીના અમુક હાટડાઓ
• આદિપુર બસ સ્ટેશનની ત્રીજયામાં
• આદિપુર મદનસિંહ સર્કલ આસપાસમાં પણ અમુકમેડીકલ સ્ટોર્સમાં બાટલીઓનો વેપલો



..................


ભુજમાં પણ મેડીકલ સ્ટોર્સમાં કરાઈ કાર્યવાહી

ગાંધીધામ : રાજયમાં ગત રોજ આદરવામા આવેલી ઝુંબેશના ભાગરૂપે એસઓજી પશ્ચીમ કચ્છ દ્વારા ઠેર ઠેર તપાસ કરાઈહતી. જેમાં રેલવે ફાટક પાસે, સંજોગનગર ત્રણ રસ્તા પર, ખાવડારોડ સહિતના વિસ્તામાં કાર્યવાહી કરવામા આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM