રાપર તાલુકાની ૨૯ ગ્રામ પંચાયતને મળ્યા ઉપસરપંચ
રાપર : તાલુકાની ૨૯ ગ્રામ પંચાયતની ચૂંટણીમા સરપંચ તથા સદસ્યો ચુંટાઈ આવ્યા બાદ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચોની વરણી માટે તાલુકા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેનભાઈ જીએજાના વડપણ અધિકારીઓની નિમણુક કરવામાં આવી હતી. દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યોની ઉપસ્થિતમાં ઉપસરપંચોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં બાલાસરના ઉપસરપંચ પદે કાનાભાઈ માદેવા ગસીયા, ગઢડા રાસાજીમાં સુખદેવસિંહ જોરૂભા સોઢા, સુખપરમાં કોલી કાનજીભાઇ જયમલભાઈ, માંજુવાશમાં અરજણભાઇ ભોજાભાઇ આહીર, સુવઈમાં મોહન વસુ, સાનગઢમાં સંજય મકવાણા, ફતેહગઢમાં ખીમજી વાવિયા, રામવાવમાં ગુલાબસિંહ સોઢા, ડાવરીમાં મહાવીરસિંહ સોઢા, ચિત્રોડમાં હરબાઈ રાવરિયા, આણંદપરમાં માના ચૌધરી, બાદલપરમાં રાજીબેન દેવડા, બેલામાં જીવતીબેન પચાણભાઈ, લોદ્રાણીમાં હાસુબેન રબારી, વિજાપરમાં નેમતબેન હિંગોરજા, ડેડરવામાં હેતલબેન જાડેજા, ગેડીમાં મહેન્દ્રકુમાર દૈયા, જેસડામાં ખોડાભાઈ રબારી, કલ્યાણપરમાં લક્ષ્મણ ગોહિલ, ખેંગારપરમાં માદેવા ઢીલા, કુડાજામપરમાં જેસાભાઈ રબારી, માખેલમાં મોહન મઢવી, મોમાયમોરામાં લખમણ રબારી, સણવામાં મીરાબેન કોલી, વજેપરમાં કાન્તિ મહેશ્વરી, વણોઈમાં સકીનાબેન તૈયબ, વેરસરા ગજુભા સોઢા સહિત ઉપસરપંચ પદે વરણી કરવામાં આવી હતી.
---

Comments