માંડવી તાલુકાના ગઢશીશા-નરેડી રોડને યુદ્ધના ધોરણે રીપેર કરીને મોટરેબલ કરાયો
માંડવી : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના લીધે વિવિધ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. પાણીના ભારે પ્રવાહના લીધે ઘણા રસ્તાઓને નુકશાન પહોંચ્યું હતું. જોકે, રાજ્ય સરકારની સૂચના અન્વયે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તેમજ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે વાહન વ્યવહાર પૂર્વવત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
માંડવી તાલુકામાં ગઢશીશા - નરેડી રોડ ઉપર કોટડા પાસેના બોક્સ કલ્વર્ટની બંને બાજુના એપ્રોચ રોડ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ ગયા હતા. જોકે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે મેટલીંગની કામગીરી કરીને રોડને પૂર્વવત કરવામાં આવ્યો છે. જેસીબી મશીન, ટ્રેક્ટર વગેરેની મદદથી માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. આમ યુદ્ધના ધોરણે કામગીરી કરીને બોક્સ કલ્વર્ટની બંને બાજુના એપ્રોચ રોડને માટી અને પથ્થરથી પુરાણ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા હતા. હાલમાં આ રોડ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.
-----

Comments